________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦]
શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ પૃ. ૩૮૫માં તેઓ માલવિકાગ્નિમિત્ર (૧. ૧૫)માંની “ઘuિfમૃતધારાવ મર્તા શરછત”એ પંક્તિ રજુ કરે છે અને એને ગુપ્તના ધંધારણ” નામના ગોત્રની દ્યોતક ગણે છે, જો કે ડૅ. રાયચોધરી ધારિણીને અગ્નિમિત્રની પ્રથમ રાણીના નામ સાથે યોજે છે.
જ્યોતિર્વિરાભરણ એ કાલિદાસની કૃતિ છે અને એ કૃતિમાં અને રઘુવંશ વગેરેમાં જે સામ્ય છે તે એમણે પૃ. ૩૯૦-૩૯૧માં બતાવ્યું છે. આ તેમજ બીજી કેટલીક બાબતે તેમણે વિવિધજ્ઞાનવિસ્તારના ઈ. સ. ૧૯૨૨ ના માર્ચ-મે માં છપાયેલ સ્કિરા a વિવિચ ચોથા શનિયા વિશા નામના મરાઠી લેખમાંથી લીધાનું સૂચવ્યું છે.
કાલકાચાર્ય અને ગર્દભિલ––મુખ્યતયા કેટલાક આધુનિક લેખકે ગભિલ્લને, ગભિલ્લના પુત્રને, ગભિલ વંશના દર્પણ કે એવા કોઈ રાજાને કે એ રાજા પછી એની ગાદીએ આવનારને વિક્રમાદિત્ય તરીકે ઓળખાવે છે, પરંતુ કઈ પ્રાચીન કૃતિમાં એવો ઉલ્લેખ હોય એમ જાણવામાં નથી. કપભાચુણિમાં કહ્યું છે કે ઉજ્જયિની નગરીમાં અણિલસુત (અનિલસુત) જવ (વ) નામે રાજાને ગભ (ગર્દભ) નામે પુત્ર હતો અને અડલિયા નામે એને પુત્રી હતી. એ અડલિયા રૂપવતી હતી. એને જોઈને આ ગર્લભ કામાતુર થશે અને ધીરે ધીરે ક્ષીણ થવા લાગ્યો. એ ઉપરથી દીહપુદ (દીર્ઘ પૃષ્ઠ) નામના મંત્રીએ એની ઈચ્છા પૂર્ણ થાય એવો પ્રબંધ કર્યો. આ ગર્ભ એ જે કદાચ કાલકસૂરિની બેન સરસ્વતી સાધ્વીને હરનાર હશે એમ મુનિ કલ્યાણુવિજ્યજી પૃ. ૫૩ માં કહે છે.
તિગાલી (ગા. ૬૨૨)માં ગર્ભનો ઉલ્લેખ છે. ત્યાં કહ્યું છે કે ગર્ભના અર્થાત ગભિલ્લના વર્ષ વીતતાં શક રાજા .'
ગÉભિલેના વંશને ભાગવતપુરાણ (૧૨-૧-ર૭)માં અને વિષ્ણુપુરાણ (અં. ૪, અ. ૨૪, . ૧૪)માં ઉલ્લેખ છે. વિશેષમાં મત્સ્યપુરાણ, વાયુપુરાણ અને બ્રહ્માણ્ડપુરાણમાં સાત ગર્વનિ (ગધ ભિલ) રાજ્ય કરશે એ નિર્દેશ છે. જુઓ દીક્ષિતને પૂર્વોક્ત લેખ પૃ. ૧૯૬.
ગભિલે આંધ્રોની શાખા હોય એમ કેટલાક માને છે. જે આ વાત સ્વીકારીએ તો પરિમલ ઉર્ફે પદ્મગુપ્ત દ્વારા વિકમની અગ્યારમી સદીમાં રચાયેલ નવસાહસોચરિત્રમાં, પ્રબંધચિન્તામણિમાં તેમજ કેટલાક બીજા ગ્રન્થોમાં વિક્રમાદિત્યની નગરીને ઉજજેને કહેલી છે, જયારે કથાસરિત્સાગરમાં પ્રતિષ્ઠાન એટલે કે પઠાણું કહી છે એ બંને વિરુદ્ધ જણાતી વાતોને મેળ મળે છે.
કાલક નામના એક કરતાં વધારે આચાર્ય થયા છે. એ બધામાં વિરસંવત ૪૫૭માં વિદ્યમાન અને વવહાર (ઉ. ૧૦)ની સુણિમાં નિર્દિષ્ટ કાકરિ અત્રે પ્રસ્તુત છે. ત્યાં કહ્યું છે કે આર્ય કાલક શકેને લાવ્યા હતા. અન્યત્ર સૂચવાયું છે. તેમ કાલકસૂરિ પારિસ કુળમાં ગયા અને શકવંશી એક શાહના દરબારમાં જવા લાગ્યા. તેનું મન નિમિત્ત . નાનથી જીતી લઈ તેઓ એને તેમજ બીજા અનેક શક મંડલિકોને-૯૬ રાજાઓને હિન્દમાં લાવ્યા. પછી (કહાવલીના કથન મુજબ) એ રાજાઓએ તેમજ ગભિલે જેમનું અપમાન કર્યું હતું એ બલમિત્ર અને ભાનુમિત્ર (લાટ દેશના બે રાજાઓએ) ગભિલ ઉપર
કર જુઓ ચતુર્વિશતિપ્રબન્ધને મારે ગુજરાતી અનુવાદ (પૃ. ૨૨૯-૨૩૦ ).
For Private And Personal Use Only