________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિકમ-વિશેષાંક ] વિક્રમાદિત્ય અને જૈન સાહિત્ય
[ ૧૪૯ આ પ્રમાણેનું જ્યોતિર્વિદાભરણ (અ. ૨૨)માં દસમું પદ્ય છે. આનો અર્થ એ છે કે (૧) ધન્વન્તરિ, (૨) ક્ષપણક, (૩) અમરસિંહ, (૪) શકુ, (૫) વેતાલભટ્ટ, (૬) ઘટખપર, (૭) કાલિદાસ, (૮) વરાહમિહિર અને (૯) વરરુચિ એ વિકમની સભાનાં નવ રને હતાં. આ પૈકી સુપ્રસિદ્ધ વરાહમિહિરે છશકસંવત ૪ર૭માં પંચસિદ્ધાંતિક રચ્યાને એ અન્યમાં ચોક્કસ ઉલેખ છે. એટલે એ તો ઈ. સ. પૂર્વે ૫૭ માં વિક્રમસંવત ચલાવનાર વિક્રમાદિત્યને સમકાલીન હોઈ શકે જ નહિ. એવી રીતે ક્ષપણથી જે સિદ્ધસેન દિવાકર સમજીએ તો પણ એ મુનીશ્વરને વિકમની પાંચમી સદીથી પહેલા થઈ ગયેલા,
એટલું જ નહિ પણ પહેલી સદીના વિક્રમાદિત્યના સમકાલીન હોવાનું માનવા માટે હજી પૂરાવાઓ મળ્યા નથી. વિશેષમાં કાલિદાસને સમય વિવાદગ્રસ્ત છે. પ્ર. કીથ વગેરે એને સમય ઈ. સ. ૪૦૦ ની આસપાસનો માને છે. આવી સ્થિતિમાં આ નવે રત્નોને વિક્રમના સમકાલીન કેમ મનાય ? વિશેષમાં હિન્દી માસિક વિકમમાં પણુકને બૌદ્ધ સાધુ તરીકે, શંકુને વિધી સ્ત્રી તરીકે, તાલભદ્રને તેમજ ઘટખપરને વૈયાકરણી તરીકે અને વરચિને બ્રહ્મર્ષિ તૈયાયિક તરીકે ઓળખાવેલ છે.
આ નવ રત્નોની તેમજ વિક્રમાદિત્યની કાલ્પનિક પ્રતિકૃતિઓ ‘કુમાર'માં અપાયેલી છે. વિક્રમાદિત્ય, કાલિદાસ, વરાહમિહિર, વિદુષી શંકુ અને તાલભદ્રની પ્રતિકૃતિઓ કુમારના ૨૩૬-ર૩૭માં અંકના અંતમાં છે. જ્યારે બાકીનાની એના પછીના ૨૩૮-૩૯મા અંકમાં અંતમાં અપાયેલી છે.
એસ્. કે. દીક્ષિતને “Candragupta l[, Sahasamka alias Vikramāditya and the Nine Jewels “નામને લેખ The Indian Culture (Vol. VI)માં પૃ. ૧૯૧-૨૧૦ અને પૃ. ૩૭૬-૩૯ર માં એમ બે કટકે છપાયેલું છે. એના ૧૯૧મા પૃષ્ઠમાં તેઓ કહે છે કે નવ રને એ ચંદ્રગુપ્ત બીજાના સમકાલીન છે, વરરુચિ એ પહેલાં વિક્રમાદિત્યને અને પછી કુમારગુપ્તના દરબારી સુબંધુના મામા થાય છે અને વેતાલભટ્ટનું નામ જ વિક્રમાદિત્યના વેતાલ સાથેના સંબંધનું મૂળ છે.
પૃ. ૧૯૨માં તેમજ પૃ. ૨૦૮માં એમણે કહ્યું છે કે ધન્વન્તરિ હરિ અને સમુદ્રગુપ્તના અલ્લાહાબાદના શિલાલેખના લેખક ખાદ્ય-પાકિક હરિણુ બંને એક હેવા સંભવ છે.
પૃ. ૩૭૯-૩૮માં એમણે કહ્યું છે કે વરરૂચિએ પત્રકૌમુદી રચી છે અને એમાં એણે વિક્રમાદિત્યની સૂચનાથી એ રચનું સૂચવ્યું છે એટલે વરરુચિ વિક્રમને સેમકાલીન છે. | પૃ. ૩૮૦-૩૮૧માં શ્રતસેન તે સિદ્ધસેન દિવાકર છે એમ તેઓ જણાવે છે. તિવિદાભરણ (અ. ૨૨, . ૯)માં શ્રતોનનો ઉલ્લેખ છે,
અમરસિંહ એ ઈ. સ. ૪૦ ની આસપાસ થઈ ગયેલ છે એમ જે કેટલાક વિદ્વાન નેએ કહ્યું છે તે બરાબર છે એમ તેઓ પૃ. ૩૮૧ માં કહે છે.
પૃ. ૩૮૩ માં તેઓ કહે છે કે ૭૧“ જામિત્ર” જેવા મૂળ ગ્રીક શબ્દ કાલિદાસે અને વરાહમિહિરે છુટથી વાપર્યા છે, પણ આર્યભટે તેમ કર્યું નથી,
છે. સંસ્કૃત સાહિત્યમાં શકસંવતના આવા ઉલેખવાળે આ પ્રથમ ગ્રંથ છે.
૭૧ આને માટે diannetron એવો ગ્રીક શબ્દ સૂચવાય છે. “ જામિત્ર ' એટલે લગ્નથી રાતમું સ્થાન. આ શબ્દ કુમારસંભવ (સ. ૭, . )માં વપરાયેલે છે.
For Private And Personal Use Only