________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિકમ-વિશેષાંક 1. વિક્રમાદિત્ય અને જૈન સાહિત્ય
[ ૧૪છે વિક્રમાદિત્ય પંચદંડરાસ
લક્ષ્મીવલભ
વિ. સં. ૧૭૨૭ શનિશ્ચરવિક્રમચોપાઈ
ધર્મવર્ધન
. ૧૭૩૬ ની આસપાસ વિક્રમકનકાવતી રાસ
કાતિવિમળ
વિ. સં. ૧૭૬ ૭ ) વિક્રમપંચદં રાસ
ભાણુવિજય
વિ. સં. ૧૮૩૦ રૂપ મુનિએ વિ. સં. ૧૮૮૦ માં વિક્રમ રાજાના સમયમાં મૂકેલા અંબડ પર રાસ રઓ છે. એમાં વિક્રમના પરાક્રમની તેમજ પંચદંડની વાત છે.
આ તમામ સાહિત્ય મેં જેવું વિચાર્યું નથી, પણ એને સમગ્ર રૂપે વિચાર કરતાં એમ ભાસે છે કે વિક્રમાદિત્યના જીવનવૃત્તાન્ત ઉપર સંપૂર્ણ પ્રકાશ પાડનાર અને સંસ્કૃતમાં લખાયેલો એવો એકે ગ્રન્થ વિક્રમની બારમી સદી પૂર્વેને હોય એમ જણાતું નથી. પાઈયમાં રચાયેલા ગ્રન્થ વિષે પણ લગભગ એવી જ સ્થિતિ છે; સિવાય કે ગુણત્યની બૃહત્કથામાં વિક્રમાદિત્ય સંબંધી ઉલ્લેખ હોય. જ વિશેષમાં એવો પણ એક જૈન ગ્રન્થ જોયાનું યાદ નથી કે જેના રચના-સમયને ઉલ્લેખ પપ્પષ્ટ રૂપમાં વિકમની અગ્યારમી સદીની પૂર્વેને હેય. “ચન્દ્રગચ્છના જંબૂ નામના મુનિએ વિ. સં. ૧૦૦૫ માં “મણિપતિચરિત્ર રચ્યું છે અને એમણે જિનશતક પણ
- ૬પ સિદ્ધષિએ જે ઉપમિતિભવપ્રપંચાક્યા રચી છે તેમાં તેમણે આ કૃતિ સંવત્સર ૮૬ના જેઠ સુદ પાંચમ ને ગુરુવાર પુનર્વસુ નક્ષત્રમાં પૂર્ણ કર્યાનો ઉલ્લેખ છે. આ ૯૬૨ ની સાલને જે વિક્રમ સંવતની સાલ ગણીએ તે વાર, નક્ષત્ર વગેરે મળે છે. આમ વિક્રમ કે એવા કેઈ નામ વિના સાલને ઉલેખ એક પ્રકારની પદ્ધતિને આભારી છે. વીરનિર્વાણુસંવત ઔર જેન કાલગણના (પૃ. ૧૫૩)માં સૂચવાયું છે કે જેમ શકસંવત માટે પ્રાચીન સમયમાં કેવળ “સંવત’ એમ લખાતું તેમ વિક્રમ સંવત માટે પણ બન્યું હશે અને કાલાન્તરે સંવત્ સાથે વિશેષનામ લખવાની રીતિ પ્રચારમાં આવી હશે ત્યારથી માલવસંવત પણ વિક્રમાદિત્યના નામથી ઓળખાવા લાગ્યો હશે.
શ્રીચન્દ્રકેવલિચરિત્ર જે પહેલાં પાઈયમાં હતું તે ઉપરથી સિદ્ધષિએ પ૯૮માં સંસ્કૃત ચરિત્ર રહ્યું એમ એ સંસ્કૃત ચરિત્રના અંતિમ પરી ઉપરથી જણાય છે. ડી. મિરને (Mironow) આ સાલને ગુપ્તસંવતની સાલ માને છે જેથી ઉપમિતિભવપ્રપંચાકથાની વિ. સં. ૯૬૨ની સાલ ગણાતાં આ સાલ એની સાથે બંધબેસતી થાય, કેમકે એમના હિસાબે ગુતસંવત ૫૯૮ તે વિક્રમ સંવત ૯૭૪ યાને ઈ. સ. ૯૧૭ છે.
આમ કેવળ સાલ લખવી, પણ કોના સંવત્સરની એ સાલ છે તે ન લખવી એવી પદ્ધતિ આજે પણ જોવાય છે. આપણું રોજના પત્રવ્યવહારમાં અંગ્રેજી તારીખો લખતી વેળા ઈ. સ. એમ આપણે લખતા નથી. વળી કેટલાક મકાન ઉપર એ બંધાયાનું વર્ષ લખાય છે, પણ એ ઈ. સ. નું છે કે વિક્રમનું તેની નોંધ લેવાતી નથી. એટલે પ્રાચીન સમયમાં પણ કૃતિઓની કેવળ સાલ અપાયેલી મળે એ સ્વાભાવિક છે. ( ૬૬ હેમચન્દ્રગ્રન્થમાલામાં આ પ્રસિદ્ધ થયેલું છે, પણ એ મને અત્યારે મળી શકયું નથી એટલે આ સાલને આ કૃતિમાં ઉલ્લેખ છે કે નહિ તેને હું નિર્ણય કરી શક્યો નથી. જિનશતકની પંજિકા માટે તેમજ જૈન ગ્રન્થાવલી (પૃ. ૧૦૩)માં નોંધાયેલ વિ. સં. ૯૧૩ની ઉપદેશમાલાવૃત્તિ માટે, વિ. સં. ૯૧૫ની ધર્મોપદેશલgવૃત્તિ માટે તેમજ કિમીલકસૂરિએ વિ. સં. ૯૨પમાં રચેલ મહાપુરિસચરિય માટે પણ આમ સમજવું.
- મહ પુરિસચરિયની બે હસ્તલિખિત પ્રતિઓ જે થોડા વખત ઉપર મારા જોવામાં આવી હતી તેમાં રચના–સાલ નથી.
For Private And Personal Use Only