SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૬] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ સિદ્ધ કરી પૃથ્વીને અનુણી બનાવી પિતાનો સંવત્સર પ્રવર્તાવશે.૬૧ પૃ. ૮૯ સિદ્ધસેન દિવાકરની દેશનાથી “સંજીવિની ચારિચરક ” ન્યાય વડે સમ્યત્વમૂલક દેશવિરતિને વિક્રમાદિત્ય પામ્યો. પૃ. ૬૦. શેષ નાગરાજનો પુત્ર પ્રતિષ્ઠાનપુરમાં હતું. તેને જીતવાને વિકમાદિત્ય ત્યાં ગયે, પણ એને પરાજય થવાથી એ અવંતી આવત રહ્યો. પૃ. ૨. વિક્રમાદિત્યે શત્રુંજયતીર્થને ઉદ્ધાર કરાવ્યો. વિ. સં. ૧૫૧૭ માં ભાજપ્રબંધ યાને પ્રબન્ધરાજ રચનારા રનમંડનગણિએ ઉપદેશતરંગિણે રચી છે. એમાં વિક્રમાદિત્ય સંબંધી છૂટીછવાઈ હકીકતો છે. જુઓ પુત્ર ૪૪, ૪૯, ૫૦, ૫૪, ૫૫, ૫૮ અને ૨૨૩. તેમાં ૪૪માં પત્રમાં અનદેવતાએ વિકમને વરદાન આપ્યાની વાત છે. દુઃષમાંડિકાના અને યુગપ્રધાનમંડિકાના સારરૂપ એક પુસ્તકમાં એવી મતલબને ઉલ્લેખ છે કે કેટલાક સમય પછી શકેાના એ વંશને ઉખેડીને માલવનો રાજા નામે વિકમાદિત્ય થશે. એ વિક્રમ ૯૭ વર્ષ રાજ્ય કરશે અને એ પિતાને સંવત્સર પ્રવર્તાવશે. | વિજયલક્ષ્મી મૂરિએ ઉપદેશપ્રાસાદ તેમજ તેના ઉપર પણ વૃત્તિ વિ. સં. ૧૮૪૩ માં રચેલ છે. એના ચોથા સ્તંભમાં ૫૪ મા ભાખ્યાનમાં વિક્રમની કથા છે, પણ એને કંઈ પ્રસ્તુત વિક્રમાદિત્ય સાથે સંબંધ નથી. એ તે સમ્યક્ત્વ પરત્વેની કથા છે. - શત્રુંજય તીર્થના માહાતમ્ય અને ઉદ્ધારને લગતા ગ્રંથોમાં તેમજ મનુષ્યભવની દુલભતા સૂચવતાં દશ દૃષ્ટાંતે વિસ્તારથી રજૂ કરનારા ગ્રંથોમાં વિક્રમાદિત્ય વિષે અથવા વિક્રમરાજ (મૂળરાજ) વિષે હકીક્ત હેવા સંભવ છે, પણ એ જોઈ જવાનું અત્યારે બને તેમ નથી. જૈન ગુજરાતી કૃતિઓમાં વિક્રમાદિત્યના જીવન સાથે સંબંધ ધરાવનારી હકીકતો જોવાય છે. એ માંની કેટલીક નીચે મુજબ છે:નામ કર્તા રચના-સમય વિક્રમચરિત્રકુમારરાસ વિ. સં. ૧૪૯૯ વિક્રમાદિત્યખાપરારાસ ઉપાધ્યાય રાજશીલ વિ. સં. ૧૫૬૩ વિક્રમસેનવાસ ઉદયભાનું વિ. સં. ૧૫૬૫ વિક્રમરાસ ધર્મસિહ વિ. સં. ૧૫૯૬ વિક્રમપંચદંડરાસ જિનહર વિ. સં. ૧૫૯૦ની આસપાસ વિક્રમાદિત્યચરિત્ર માનવિજય વિ. સં. ૧૭૨૨-૨૩ વિક્રમચરિત્રખાપરા ચોપાઈ અભયસોમ વિ. સં ૧૭૨૩ (?) વિક્રમ પાઈ૬૩ લાભવર્ધન ઉર્ફે લાલચંદ વિ. સં. ૧૭૨૩ વિક્રમાદિત્યરાસ પરમસાગર વિ. સં. ૧૭૨૪ વિક્રમચરિત્ર-લીલાવતીચોપાઈ અભયમ વિ. સં. ૧૭૨૪ વિક્રમસેન રાસ માનસાગર વિ. સં. ૧૭૨૪ - ૬૧ આ હકીકત વિ. સં. ૧૩૮૭માં રચાયેલા દીવાલિયવ્ય યાને પાવાપુ.કપમાં છે. આને “અપાપાબહ૯૯૫” પણ કહેવામાં આવે છે. ૬૨ જુઓ વીરનિવણસંવત ઔર જૈન કાલગણના ( પૃ. ૩૧ની પાદનોંધ ) ૬૩ ૯૦૦ કન્યા, ખાપરા ચાર અને પાંચ દંડ વિષે આમાં ઉલ્લેખ છે. ૬૪ આ રાસમાં વિક્રમસેનને વિક્રમાદિત્યને પુત્ર ગયો છે. ? For Private And Personal Use Only
SR No.521597
Book TitleJain_Satyaprakash 1944 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size120 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy