________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિક્રમ–વિશેષાંક] વિક્રમાદિત્ય અને જૈન સાહિત્ય [ ૧૪૫ રીતે મનથી નમન કર્યું એટલે સિદ્ધસેનસૂરિએ ધર્મલાભ કહ્યો. એ ઉપરથી રાજી થઈ વિક્રમાદિત્યે એમને એક કરોડ સોનાના ટંક આપ્યા.
૬૧માં પૃષ્ઠમાં એમ સૂચવાયું છે કે વિક્રમાક યાને વિક્રમાદિય પછી ૧૫૦ વર્ષ જાકટિન શ્રાવકે રૈવતગિરિના શિખરે રહેલા નેમિનાથના મંદિરને ઉદ્ધાર કર્યો ત્યારે વરસાદથી જીર્ણશીર્ણ બની ગયેલા મઠની પ્રશસ્તિમાંથી આ ચરિત્ર ઉદ્દત કરાયું છે. આ ઉપરથી એમ લાગે છે કે આ પ્રશસ્તિમાં વિ. સં. ૧૫૦ની સાલ હોવી જોઈએ, પણ એ પ્રશસ્તિ હજી સુધી તે જોવા જાણવામાં નથી.
અહીં એ વાત નોંધીશું કે સિદ્ધસેન દિવાકર સંબંધી બે અપ્રસિદ્ધ પ્રબળે છે. તેમાં એક ભશ્વરકૃત કહાવલિમાં ગદ્યમાં છે અને બીજે એના કરતાં અર્વાચીન, પરંતુ વિ. સં. ૧૨૯૧ કરતાં તો પ્રાચીન અને પદ્યાત્મક છે. કહાવલિમાં પ્રણામના બદલામાં રાજાને ધર્મલાભ કહ્યા અને એ બદલ રાજાએ કટિ યનું દાન કર્યાના ઉલ્લેખ છે, પણ એ રાજાનું નામ દર્શાવાયું નથી.
પદ્યાત્મક પ્રબન્ધમાં કોઈ આપત્તિમાં સપડાયેલા રાજાને ધન અને સૈન્ય વડે સિદ્ધસેને સહાયતા કરી એ નિર્દેશ છે, પણ એ રાજાનું નામ જણાવાયેલું નથી. પ્રભાવક ચરિતની વાત આથી જુદી છે. અહીં તે એક કરેડ સેનાના ટંક આપનાર તરીકે વિક્રમાદિત્યનો ઉલ્લેખ છે. વળી એના પ૬મા પૃષ્ઠમાં સૂચવાયું છે કે સિદ્ધસેનસૂરિ કર્માનગરમાં ગયા અને ત્યાંના રાજા દેવપાલે એમનું સ્વાગત કર્યું. એ રાજા સૂરિએ પ્રતિબંધ પમાડી મિત્ર બનાવ્યા. આગળ ઉપર કામરૂપના રાજા વિજયવર્માએ દેવપાલ ઉપર ચડાઈ કરી એ વેળા સુવર્ણસિદ્ધિગથી પુષ્કળ દ્રવ્ય અને સર્ષ પવિદ્યાથી સૈન્ય સજી સિદ્ધસેનસૂરિએ દેવપાલને મદદ કરી અને તેમ થતાં વિજયવર્મા હારી ગયો. આ દેવપાલ કે વિજયવર્મા વિષે પૂર્ણ વિચાર કર્યા વિના વિક્રમાદિત્યના જીવન ઉપર પ્રકાશ પાડી શકાય તેમ નથી. પણ તેમ કરવા માટે અવકાશ નથી એટલે અત્યારે તે The Indian Culture (Vol. V. pp. 367–378માં તેમજ Vol, Vi, pp. 340-346 and 468–481)માં The Chronology of Kamarupa Kings નામના લેખ પ્રસિદ્ધ થયા છે એટલી જ નોંધ લઉં છું.
- જિનપ્રભસૂરિએ લગભગ વિ. સં. ૧૩૬૪ થી આસરે વિ. સં. ૧૩૮૯ સુધીના ગાળામાં રચેલા વિવિધતીર્થંકપમાં વિક્રમાદિત્ય વિષે કેટલીક હકીક્ત જોવાય છે. | પૃ. ૨૧. શ્રીસુવ્રતસ્વામીના નિર્વાણ પછી ૧૧૮૪૪૭૦ વર્ષે વિક્રમ સંવત પ્રત્યે અને જીવંત સુવ્રતસ્વામીની અપેક્ષાએ ૧૧૯૪૯૭૨ વર્ષે વિક્રમ થશે.
. ૩૮-૩૯. મારા મોક્ષગમન પછી પાલક, નન્દ અને ચન્દ્રગુપ્ત વગેરે રાજાઓ ગયે છતે ૪૭૦ વર્ષે વિક્રમાદિત્ય રાજા થશે. તેમાં ૬૦ વર્ષ સુધી પાલકનું રાજ્ય, ૧૫૫ વર્ષો સુધી નંદનું, ૧૦૮ વર્ષ સુધી મૌર્ય વંશનું, ૩૦ વર્ષ સુધી પુષ્યમિત્રનું, ૬૦ વર્ષ સુધી બેલમિત્ર અને ભાનુમિત્રનું, ૪૦ વર્ષ સુધી નરવાહનનું, ૧૩ વર્ષ સુધી ગર્દભિલનું, ચાર વર્ષ શકનું અને ત્યાર બાદ વિક્રમાદિત્યનું રાજ્ય થશે કે તે સુવર્ણ પુરુષ
૬૦ આ તારીખ મેરૂતુંગકૃત વિચારશ્રેણિ સાથે મળતી આવે છે. પણ તિગાલીથી અંશતઃ જુદી પડે છે. વિશેષમાં જિનસેને હરિવંશપુરાણમાં માને બદલે મયુરનું ૪૦ વર્ષનું રાજ્ય, રાસલ રાજાઓનું સો વર્ષનું રાજ્ય અને નરવાહનનું ૪૨ વર્ષનું રાજ્ય હોવાનું સૂચવ્યું છે. આ હરિવંશપુરાણુ શકસંવત ૭૦૫ અર્થાત ઈ. સ. ૭૮૩-૮૪માં રચાયેલું છે.
For Private And Personal Use Only