________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ એને હાથે પરાજય, વિક્રમની પુત્રી પ્રિયંગુમંજરીને વરચિ પાસે વિદ્યાભ્યાસ અને એ ગુરુની એ બાળાએ કરેલી મશ્કરી.પ૬ કાલિદાસ ૫૭ સાથે એનું લગ્ન, વિક્રમને સુવર્ણપુરુષની પ્રાપ્તિ, એના સર્વનો પ્રબન્ધ અને એની પરીક્ષા, શ્રીપર્વત ઉપરના
રવાનંદ યોગીની સેવાધારા પરકાયપ્રવેશની વિદ્યાની પ્રાપ્તિ, સિદ્ધસેન દિવાકરને સમાગમ અને દાન, સાત સુભાષિતે અને નગરચર્ચા, એ વિષય ચર્ચાયેલા છે.
ઉપર્યુક્ત વિક્રમર્કમબન્ધ કેટલે પ્રાચીન છે તે નકકી કહી શકાય તેમ નથી, પરંતુ એને લગતી હસ્તલિખિત પ્રતિ ચાર વર્ષ જેટલી તો પ્રાચીન જણાય છે. એમાં નીચે મુજબના વિષયે ચર્ચાયેલા છે:
(૧) વિક્રમાકને સર્વ પ્રબન્ધ, (૨) દરિદ્રયપ્રબન્ધ, (૩) વીકમઘતકારપ્રબન્ધ, (૪) સ્ત્રી સાહસપ્રબંધ, (૫) સ્ત્રીચરિત્રપ્રબન્ધ, (૬) દેહલક્ષણપ્રબન્ધ, (૭) મનિ-મનસંબંધ-પ્રબધ અને (૮) વિક્રમને પુત્ર વિકમસેનને પ્રબન્ધ (ચાર પૂતળીની વાર્તા).
ચતુર્વિશતિપ્રબન્ધમાંના છઠ્ઠા પ્રબન્ધમાં નીચેની બે બાબતો છે જે પ્રભાવચરિત્ર વગેરેમાં નથી –
(૧) સિદ્ધસેન દિવાકરે પ૮મહાકાલની ઉત્પત્તિની વિક્રમાદિત્યને આપેલી સમજણ.
(૨) કારનગરમાં સિદ્ધસેન દિવાકરની સૂચનાથી વિક્રમાદિત્યે જેના પ્રાસાદની કરાવેલી રચના. | દુર્ગાશંકર શાસ્ત્રીએ પ્રબન્ધચિતામણિના ભાષાન્તર (પૃ. ૨૨)માં કહ્યું છે કે વિકમ સંબંધી દંતકથાઓ પરિશિષ્ટપર્વમાં મળે છે, પણ એ ગ્રન્થ હું ઉપર ઉપરથી જોઈ ગયે તે મને એ જણાઈ નથી.
પ્રભાચન્દ્રસૂરિએ વિ. સં. ૧૩૩૪ માં રચેલા પ્રભાવક ચરિતમાં વિક્રમાદિત્યનું ખાસ સ્વતંત્ર ચરિત્ર નથી. પરંતુ એને વિષે છુટાછવાયા ઉલ્લેખ છે. જેમકે તેમણે કલકસૂરિના ચરિત્ર (પૃ. ૨૫)માં કહ્યું છે કે કેટલાક વખત પછી શકાના વંશને ઉચ્છેદ કરીને વિક્રમાદિત્ય નામનો ચક્રવતી સમાન રાજા થયો. એને સુવર્ણપુરુષની પ્રાપ્તિ થઈ અને એ વડે પૃથ્વીને ઋણ રહિત બનાવી એણે પિતાને પ૯સંવત્સર પ્રવંર્તાવ્યો. ત્યાર બાદ ૧૩૫ વર્ષે એ રાજના વંશનો નાશ કરી શકેએ સંવતસર ચલાવ્યું. - સિંઘી જૈન ગ્રન્થમાલામાં પ્રસિદ્ધ થયેલ આ પ્રભાવક ચરિતને ૪૩માં પૃ૪માં એવો નિદેશ છે કે સિદ્ધર્સનસૂરિ દ્વારા પ્રતિબોધ પામેલા વિક્રમાદિત્ય રાજાએ આ તીર્થનેશકનિકાવિહારને ઉદ્ધાર કર્યો અને કાલિકસૂરિએ જે પહેલાં સુદનાની પ્રતિમા રચાવી હતી તેને આકાશમાં જતી સિદ્ધસેને નિષેધી.
૫૭માં પૃષ્ઠ ઉપરથી એ વાત જણાય છે કે વિક્રમાદિત્યનું એકખંડ કપાલ હતું. ૫૬મા પૃષ્ઠમાં એવો નિર્દેશ છે કે વિક્રમાદિત્યસિદ્ધસેનસૂરિને જાણી ન શકાય એવી ૫૬ મકરીની હકીકત કથાસરિત્સાગરમાં છે.
પણ ઐહોલના ઈ. સ. ૬૩૪ ના રવિકીતિકૃત શિલાલેખમાં તેમજ ઈ. સ. ના સાતમા સૈકાના પૂર્વાર્ધ માં થઈ ગયેલા બાણે રચેલા હર્ષચરિતમાં કાલિદાસનો ઉલ્લેખ છે.
૫૮ આવસ્મયચુણિમાં તેમજ પરિશિષ્ટપર્વ ( સ. ૧૧, “ો. ૧૫૧૧૭૭ )માં આ તીર્થની ઉપત્તિ બતાવાઈ છે. સ્કન્દપુરાણુ, મત્સ્યપુરાણ અને નારસિંહપુરાણમાં આ તીર્થનું વર્ણન છે. રધુવંશ (સ. ૬, લે. ૩૪)માં તેમજ મેઘદૂત (પૂર્વ ભાગ, . ૩૪)માં આ તીર્થને નિર્દેશ છે.
૫૯ સંવત્સર પ્રવર્તાવ્યાની હકીકત ૪૯મા પૃષ્ઠમાં પણ છે.
For Private And Personal Use Only