________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિકમ-વિશેષાંક | વિક્રમાદિત્ય અને જૈન સાહિત્ય [ ૧૪૩ (૪) વિક્રમચરિત્ર. પૂર્ણિમ ગચ્છના અભયચન્દ્રસૂરિના શિષ્ય રામચન્દ્રસૂરિએ દલિંકા
ગ્રામમાં-ડભોઈમાં પદ્યમાં આ કૃતિ વિ. સં. ૧૪૯૦માં રચી છે. એમાં ૩૨ કથાઓ છે. ક્ષેમકરસૂરિની વિ. સં. ૧૪૫૦ ની લગભગમાં રચાયેલી કૃતિનો અહીં ઉપયોગ કરાયેલો છે એમ કહેવાય છે. આ વિકમચરિત્રમાં નવ મરિયે ઈત્યાદિ ૫દેશી
ગાથાઓ જોવાય છે. (૫) પંચદંડાતપત્ર. આ પણ ઉપર્યુકત રામચન્દ્રસૂરિની રચના છે અને એને નિર્માણ
સમય પણ વિ. સં. ૧૪૯૦ જ છે. એનું પ્રમાણ ૨૨૫૦ ક જેટલું છે. વિક્રમાદિત્યચરિત્ર. મુનિસુન્દરસૂરિના શિષ્ય શુભશીલગણિએ આ કૃતિ પ૨વિ. સં. ૧૪૯૯માં બાર સર્ગમાં રચી છે. એનો ગ્રન્યાગ્ર ૬૭૧૨ શ્લોક જેટલો છે. આ કૃતિ હેમચન્દ્રાચાર્ય જૈનગ્રંથમાળા તરફથી બે ભાગમાં પ્રસિદ્ધ થયેલી છે. એમાં પ્રારંભમાં ગંધર્વસેનના પુત્ર તરીકે વિક્રમાદિત્યને નિર્દેશ છે. સાથે સાથે મતાન્તર રૂપે ગભિલના પુત્ર તરીકે પણ ઉલ્લેખ છે. ભર્તૃહરિના રાજ્યાભિષેકની હકીકત
આ કૃતિમાં છે. વળી આમાં ખપેર ચોરની પણ કથા છે. (૭) વિકમકથા. આની પાટણના સંધવી પાડાના ભંડારમાં તાડપત્ર ઉપર લખાયેલી
એક પ્રતિ છે એમ પપત્તપ્રાયફ્રેનભાડાગારીયગ્રન્થસૂચી (પૃ. ૧૯૭ )માં સૂચવાયેલું છે.
૫૪જોન ગ્રન્થાવલીમાં ઇદ્રસૂરિકૃત વિક્રમચરિત્ર, કર્તાના નામ વિનાની બે વિક્રમનૃપકથા (એમાંની એક પદ્યમાં), પૂર્ણચન્દ્રકૃત વિકમપંચદંડપ્રબંધ, અજ્ઞાતકર્તાક વિકમપ્રબન્ધ, વિદ્યાપતિ ભટ્ટકૃત વિક્રમાદિત્યપ્રબન્ધ અને અનુક્રમણિકા (પૃ. ૫૯)માં સેંધેલ ત્રણ વિકમચરિત્ર જેને નિર્દેશ ૩૩૨મા પૃષ્ઠમાં હોવાનો ઉલ્લેખ કરાયો છે, પણ જે આ પ્રકમાં નથી તે ત્રણ વિકમચરિત્રે એ બધાં યે ઉપર નોંધાવેલી કૃતિઓથી ભિન્ન છે કે કેમ તેનો નિર્ણય કરવો બાકી રહે છે.
આ તો સ્વતંત્ર કૃતિઓની વાત થઈ આ ઉપરાંત કેટલીક સંસ્કૃત કૃતિઓમાં પ્રસંગવશાત વિક્રમાદિત્ય સંબંધી પ્રબન્ધ જોવાય છે. આ પૈકી નીચે મુજબની કૃતિઓ હું અહીં નોંધું છું.
(૧) મેરૂતુંગસૂરિએ વિ. સં. ૧૩૬૧માં રચેલ પ્રબંધચિન્તામણિ (પ્રથમ પ્રકાશ). (૨) પુરાતનપ્રબન્ધસંગ્રહગત વિક્રમાર્કપ્રબન્ધ (પૃ. ૧-૧૦).
(૩) રાજશેખરસૂરિએ વિ.સં.૧૪૦૫ માં રચેલ ચતુર્વિશતિપ્રબન્ધ યાને પ્રબન્ધકેશ (૧૭મો વિક્રમાદિત્યપ્રબંધ અને વિક્રમચરિત્ર).
આ પૈકી પ્રબચિતામણિમાં વિક્રમ રાજપુત્રની ગરીબાઈ, પપઅગ્નિતાલનો ૫૧ જુઓ જે. સા. સં. ઈ. (પૃ. ૧૧૮ ની પાદોંધ).
પર “નિધાનનિધિસિરિશ્ચન્દુવાદ્ વિબમોતઃ ” જેસા. સં. ઇ. માં ૧૪૯૦ છપાયેલ છે તે અશુદ્ધ છે એમ આ ઉપરથી જોઈ શકાશે.
૫૩ જૂઓ 7. O. s. No. (ગાયકવાડ પવિત્ય ગ્રન્થમાલા) No. LXXVI. ૫૪ આના ૩૩૩મા પૃષ્ઠમાં બિહુલણકૃત વિક્રમાંકાક્યુદય નોંધાયેલ છે. એ શી કૃતિ છે?
૫૫ આ જ પ્રકારની કથા ક્ષેમંકરકૃત સિંહાસન દ્વાઈવશિકાના પ્રારંભમાં છે. પણ આનાથી જુદી જાતની કથા કથાસરિત્સાગરમાં છે અને ત્યાં આ વેતાલનું નામ અનિશિખ અપાયેલું છે.
For Private And Personal Use Only