________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧૨ સંઘતિલકસૂરિએ તત્ત્વકૌમુદી નામની વૃત્તિ વિ. સં. ૧૮૨૨ માં રચી છે. એમાં પાઈયમાં સિદ્ધસેન દિવાકરનું ચરિત્ર (પત્ર ૧૩૮–૧૪૭) આપેલું છે. એમાં વિક્રમાદિત્ય વિષે છુટાછવાયા ઉલ્લેખ છે. જેમકે એનું દાનવીરપણું–ધર્મલાભના બદલામાં કરોડ સેનિયા, મહાકાલ મંદિરના શિવલિંગને નમસ્કાર, ચાર પદ્યો ઇત્યાદિ.
જૈન લેખકોએ વિક્રમાદિત્ય વિષે સંસ્કૃતમાં પણ કૃતિઓ રચી છે. એ પૈકી જેમાં વિક્રમાદિત્યને જ અંગે વિસ્તારથી લખાણ રજૂ કરાયું હોય તેવો કૃતિઓ નીચે પ્રમાણેની છે: (૧) પંચદંડાત્મક વિક્રમચરિત્ર. (અ) વિક્રમ સંવત ૧૨૯૦ કે ૧૨૯૪ માં આ રચાયેલું
છે, (આ) એમાં વિક્રમના અવનવૃત્તાન્ત સાથે કેટલીક લેકકથાઓ-દંતકથાઓ ગુંથી લેવાયેલી છે, (ઈ) આ કૃતિ હીરાલાલ હંસરાજ દ્વારા પ્રસિદ્ધ થયેલી છે, અને (ઈ) શામળ ભટ્ટ વિ. સં. ૧૭૭-૧૭૮૫માં જે સિંહાસનબત્રીસી રચી છે તેમાં પંચ દંડની એક કથા છે તેનું મૂળ આ કૃતિ છે, એમ “જેન સાહિત્યનો સંક્ષિત ઇતિહાસ” (પૃ. ૬૧૧)માં સૂચવાયું છે, પણ આ કૃતિ મારી સામે નથી. મારી સામે તે હીરાલાલ હંસરાજ દ્વારા પ્રકાશિત, કર્તાના નામ તેમજ રચના સમયના ઉલ્લેખ
વિનાની અને પાંચ પ્રસ્તાવવાળો ૫ઘાત્મક કૃતિ છે. (૨) સિંહાસન દ્વાર્જિશિકા. દેવસુદરસૂરિના શિષ્ય ક્ષેમંકરસૂરિએ વિ. સં. ૧૪૫૦
ની આસપાસમાં ગદ્યપદ્યાત્મક સ્વરૂપે આ કૃતિ સંસ્કૃતમાં રચી છે. એ માટે એમણે ઉપર્યુક્ત પાઈયમાં રચાયેલી સિંહાસણબત્તીસીયાને ઉપયોગ કર્યો છે એમ કહેવાય છે. સિંહાસનબત્રીસીની ઘણી ખરી વાર્તાઓના મૂળ તરીકે આ સંસ્કૃત કૃતિને ઓળ ખાવાય છે. આ સિંહાસનદ્ધાત્રિશિકામાં પ્રબન્ધચિન્તામણિમાંના વિક્રમાર્ક પ્રબંધમાં વર્ણવેલ વેતાલની કથા અને સુવર્ણપુરુષની પ્રાપ્તિની વાત, વિકમના સત્વને પ્રબંધ
ઇત્યાદિ હકીકત છે.પ૦ (૩) વિક્રમચરિત્ર. આની રચના વિ. સં. ૧૪૭૧ની લગભગમાં થઈ છે. એના પ્રણેતા
કાહ” ગચ્છના દેવચંદ્રસૂરિના શિષ્ય ઉપાધ્યાય દેવમૂર્તિ છે. એમણે આ કૃતિને ચૌદ સર્ગમાં વિભક્ત કરી છે. એ દરેક સર્ગનું નામ સાન્વર્થક છે. ચૌદે સર્ગનાં નામ ગુજરાતીમાં નીચે મુજબ રજૂ કરી શકાય:
(૧) વિક્રમાદિત્યની ઉત્પત્તિ, (૨) રાજ્યપ્રાપ્તિ, (૩) સુવર્ણપુરુષને લાભ, (૪) પાંચ દંડવાળા છત્રની પ્રાપ્તિ, (૫) બાર આવર્તપૂર્વકના વંદનના ફળને સૂચવનાર કૌતુક નવીક્ષિ, (૬) દેવપૂજાના ફળરૂપ સ્ત્રીરાજ્યગમન, (૭) વિકમ પ્રતિબંધ, (૯) જૈન ધર્મનો પ્રભાવ સૂચવનાર હંસાવલીવિવાહ, (૯) વિનયને પ્રભાવ, (૧૦) નમસ્કારનું માહાભ્ય, (૧૧) સર્વાધિક કથાકેશ, (૧૨) દાનધર્મને મહિમા, (૧૩) સ્વર્ગારોહણ અને (૧૪) સિંહાસનાત્રિશતકથા યાને બત્રીસ પુતળીઓની વાર્તા.
૪૯ આ મંદિરની પ્રતિકૃતિ કુમારના ૨૩૮-૨૩૯મા અંકમાં પહેલા પાના ઉપર અપાયેલી છે. વિશેષ માટે જુઓ ટિપણ ૫૮.
૫૦ પ્રબંધચિન્તામણિના ગુજરાતી ભાષાનર (પૃ. ૨૨ )માં કહ્યું છે કે “કથાસરિત્સાગરમાં આવતી વૈતાલપચવિંશતિ કથાનો નાયક રાજ ત્રિવિક્રમસેન (વિકમસેનને પુત્ર) એ અને અહીં આપેલ કથાઓનો નાયક વિમાદિત્ય એક જ છે.” (જુઓ થાસરિત્સાગરના ટેનીએ કરેલા અંગ્રેજી ભાષાન્તરની Penzerની નવી આવૃત્તિ The Ocean of Story Vol. VI, p. 228 ).
For Private And Personal Use Only