________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિક્રમ–વિશેષાંક ] વિક્રમાદિત્ય અને જૈન સાહિત્ય [ ૧૪૧ અને એને મથુરાના બીજા ક્ષત્રપ રાજુબલ કે રબલને પુત્ર માન્યો છે. શોડાસ રાજાના ૪૨ મા વર્ષને અને શિયાળાને બીજા માસનો એક શિલાલેખ છે. એના સંવત વિષે મતભેદ છે. . કે એને વિક્રમસંવતની સાલ ગણે છે. એ હિસાબે એ શિલાલેખ ઈ. સ. પૂર્વે ૧૬-૧૫ ને ગણાય. જુઓ ઉત્તર હિંદુસ્તાનમાં જૈન ધર્મ (પૃ. ૧૭૮).
પ્રભાવચરિત્ર (પૃ. ૬૧) ઉપરથી એમ જણાય છે કે કોઈક મઠની વિ. સં. ૧૫૦ની સાલવાળી પ્રશસ્તિ એના કર્તા પ્રભાચન્દ્રસૂરિએ જોઈ હતી. આ પ્રશસ્તિને કશે પત્તો નથી.
તામ્રપત્ર– એ. એસ. અળતેકર (Altekar)ને એક તામ્રપત્ર મળ્યું છે અને એ વિક્રમ સંવત ૨૨૩ નું છે અને વળી તે કઈ માળવાના રાજાનું છે. પણ જ્યાં સુધી આ રાજા તે કણ અને વિક્રમ સંવતની શરૂઆત ક્યારથી થઈ એ બાબતને છેવટનો નિર્ણય ન થાય ત્યાં સુધી આ તામ્રપત્રગત સાલને વિશેષ ઉપયોગ થઈ શકે તેમ જણાતું નથી.
મુદ્રા–આપણે ઉપર જોઈ ગયા તેમ સમુદ્રગુપ્તનો એક સિકકે એવો છે જેમાં શ્રીવિક્રમ” લખેલું છે. એ સિકકાની બીજી બાજુએ કમળ ઉપર બેઠેલી દેવીની પ્રતિકૃતિ છે.
પ્રતિકૃતિ–આજથી બે હજાર વર્ષ ઉપર થઈ ગયેલી વિક્રમાદિત્ય એવા નામવાળી કે એ ઉપાધિવાળી વ્યક્તિની પ્રતિકૃતિ નથી. એની કાલ્પનિક પ્રતિકૃતિ કુમારના ૨૩૬૨૩૭માં અંકમાં અંતમાં અપાયેલી છે.
વિક્રમાદિત્યને જીવનવૃત્તાન્ત જેને આર્થરની ઉપમા આપી શકાય એવા વિક્રમાદિત્ય યાને વિકમાર્કના જીવન ઉપર પ્રકાશ પાડનાર સ્વતંત્ર ગ્રન્થ છે કે કેમ અને હોય તો તે કઈ કઈ ભાષામાં છે એ હકીક્ત આપણે હવે વિચારીશું. “સૂચીકટાહ' ન્યાય અનુસાર સૌથી પ્રથમ અજેન સાહિત્ય તરફ દષ્ટિપાત કરશું તો જણાશે કે એ કઈ અતિપ્રાચીન ગ્રન્થ સંસ્કૃતમાં જણાતો નથી. વિકમાદિત્યના જીવન સાથે સંકળાયેલી હકીકતો કેટલાક ગ્રન્થોમાં નજરે પડે છે. ઉદાહરણર્થે હું બે સંસ્કૃત ગ્રન્થ નોધું છું: (૧) સેમદેવભઈ.સ. ૧૦૭૦માં રચેલ કથાસરિત્સાગર (લંબક ૧૮,અને નામે વિષમશીલ). (૨) અનંતરાજ (ઇ. સ. ૧૦૨૮-૧૦૮૦)ના રાજ્યમાં થઈ ગયેલા કાશ્મીરના મહાકવિ
ક્ષેમેન્દ્ર રચેલી બહત્કથામંજરી. આના અંતમાં ૧૯મા પૃષ્ઠમાં વિક્રમાદિત્યને આ કુતિમાં જ્યાં જ્યાં નિર્દેશ છે તેની નોંધ છે. વિશેષમાં આ કૃતિમાં વિક્રમાદિત્યે ભૂતવેતાલ ઉપર વિજય મેળવ્યાની હકીકત છે.
ઉદ્યોતનસૂરિ ઉર્ફ દાક્ષિણ્યચિહનસૂરિએ શકસંવત ૭૦૦ માં એક દિન એ છે હતો ત્યારે કુવલયમાલા પૂર્ણ કરી. આ કૃતિમાં એમણે ઈ. સ.ની પહેલી સદીમાં થઈ ગયેલા ગુણાઢયની પ્રશંસા કરી છે. આ ગુણાઢ પસાઈ (પશાચી) ભાષામાં, સંસ્કૃતજ્ઞો દ્વારા બૃહત્કથા એ નામથી ઓળખાવા તે ગ્રન્થરો છે. બહકથામંજરી અને કથાસરિત્સાગર આ કૃતિના સંસ્કૃત અનુવાદ છે. વળી કાદંબરી, રત્નાવલી ઇત્યાદિ આ બહત્કથાના અંશે છે. એટલે આ લુપ્ત બનેલી બહત્કથામાં વિક્રમાદિત્ય વિષે હકીક્ત હેવા સંભવ છે. - જૈન સાહિત્ય પાઈય, સંસકૃત વગેરે ભાષામાં ઉપલબ્ધ છે. તેમાં પાઈય ભાષામાં સિંહાસણબત્તીસિયા રચાયેલી છે એવો એક ઉલ્લેખ છે, પણ આ કૃતિના પ્રણેતા વગેરેના સંબંધમાં માહિતી મેળવવી બાકી રહે છે. હરિભદ્રસૂરિકૃત દસણસત્તરિની
૪૮ જુઓ પાઈયસમહeણવને ઉદ્દઘાત (પૃ. ૧૫).
For Private And Personal Use Only