SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ (૯) યશોવર્મન ઉર્ફે હર્ષવર્ધન નામના રાજાએ લગભગ ઈ. સ. ૫૩૨-૩૩માં હુણેના રાજા ૪ મિહિરકુલને હરાવ્યો. એ વિજયની યાદગીરી તરીકે એણે “વિક્રમાદિત્યની ઉપાધિ ધારણ કરી એટલું જ નહિ પણ માનવસંવતનું વિક્રમસંવત્ એવું નામ પાડ્યું અને પિતાને આ સંવત્સર પ્રવર્તા, આમ ડે. કલહાન માને છે. (૧૦) સર કનિંગહામે Book of Indian Eras (પૃ. ૮)માં એમ સૂચવ્યું છે કે વિક્રમસંવત્સરની શરૂઆત . સ. પૂર્વે ૫૭ કે પ૬ થી થઈ નથી, પણ ૫૬ થી થઈ છે. આમ ચિત્રમયજગતમાંના લેખ (પૃ. ૨૦ ૨)માં ઉલ્લેખ છે. પ્રાચીન ભારતવર્ષ (ભા. ૪, પૃ. ૯૬) માં આ પુસ્તકનું નામ ઉપર પ્રમાણે નથી, પણ એમાં Indian ને બદલે Ancient છે. (૧૧) પેશાવરની ઉત્તર-પૂર્વે આવેલ ૪૪ “તખ્ત-ઈ–બહી”માંથી એક ઉત્કીર્ણ લેખ મળ્યો છે અને તે પલ્લવ (પાર્થિયન) રાજા પગ ફર્નેસ (londopharnes)ના રાજ્યના ર૬ મા વર્ષનો છે. એમાં વૈશાખ સુદ પાંચમ ને સાલ ૧૦૩નો ઉલ્લેખ છે. એ સાલ વિક્રમ સંવતની છે એમ રેસન કહે છે. ડો. ફલીટ અને વિન્સન્ટ સ્મિથ પણ એમ જ માને છે. . ભાંડારકરે આ સાલ જે શકની હોય અને જે એ ઈ. સ. ૧૮૧ની બરાબર હોય તે ગેડેફસે ઇ. સ. ૧૫૫માં રાજ્ય કરવા માંડયું એવા એમણે “A Peep into the Early History of India” (પૃ. ૩૭)માં ઉલ્લેખ કર્યો છે. શિલાલેખ–જે શિલાલેખમાં વિક્રમ સંવતનો સ્પષ્ટ ઉલ્લેખ હોય અને સાથે સાથે જે આજથી ઓછામાં ઓછો સાડી બારસે (૧૨૫૦) વર્ષ પૂર્વેને હોય એવો એકે શિલાલેખ જણાતો નથી. વિ. સં. ૮૧૧, ૮૨૬ અને ૪૯૭ ની સાલવાળા શિલાલેખ૪૭ છે. એ અત્યારે તે સૌથી પ્રાચીન ગણી શકાય; સિવાય કે કાઠિયાવાડના કોઈ લેખમાં વિ. સં. ૭૯૪ ની સાલ છે એ સાલ સાચી મનાય. પ્રાચીન ભારતવર્ષ ( ભા. ૪ પૃ. ૯૬)માં વિક્રમશકે એવા ઉલ્લેખવાળો એક શિલાલેખ હોવાનું જણાવ્યું છે, પણ તે કયારને છે તે ત્યાં દર્શાવાયું નથી. અહીં “શેકીને અર્થ “સંવત્સર’ છે. મહાક્ષત્રપ રોડાસને સમય કનિંગહામે ઈ. સ. પૂર્વે ૮૦ થી ૫૭ ને ધાર્યો છે ૪૩ આને મિહિરગુલ પણ કહે છે. એ ઈ. સ. ૫૪૨ માં મરી ગયો. જુઓ હિન્દુસ્તાનને ઇતિહાસ (પૃ. ૭૮). અહીં આપેલી સાલ ડૉ. ફલોટના સૂચવ્યા મુજબની છે. Kalidasa a Studyમાં એ ઈ. સ. ૫૪૪ની નોંધાયેલી છે. ૪૪ આને કેટલાક તખ્તવાહી “(તક્ષશિલા 1 ) ” કહે છે. ૪૫ આને બદલે ગુફસ એવું નામ પણ સૂચવાય છે. આ રાજાએ ઈ. સ. ૧૯ માં રાજ્ય કરવા માંડયું અને ઈ. સ. ૪૫ માં પણ એનું રાજ ચાલુ હતું. ૪૬ જુઓ C H I (પ્રકરણ ૩૩). ૪૭ જુઓ ચિત્રમયજગતગત લેખ (પૃ. ૨૦૩). ભારતીય પ્રાચીન લિપિ. માલા (પૃ. ૧૬૫–૧૬૬)માં તે આ ત્રણને બદલે વિક્રમ સંવત ૮૯૮ ના શિલાલેખને ઉલ્લેખ છે. વિશેષમાં એના ૧૬૬માં પૃષ્ઠમાં વિક્રમ સંવત ૭૯૪ ના દાનપત્રની નેંધ છે, પરંતુ એની સાથે નોંધેલ તિથિ, વાર, નક્ષત્ર અને ગ્રહણનો મેળ ખાતો ન હોવાથી તેમજ એની લિપિ એટલી પ્રાચીન નહિ જણવાથી એને ડૉ. ફલીટ અને કીલëર્ન ગલત માને છે એમ એમાં સૂચવાયું છે. For Private And Personal Use Only
SR No.521597
Book TitleJain_Satyaprakash 1944 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size120 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy