________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬]
શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ વિંદાભરણ(૧૦–૨૨) માં છે. :વિશેષમાં એમાં ૧૮-૪૩ માં એવો નિર્દેશ
છે કે શકને નાશ કરી વિક્રમાદિત્યે દેશભરમાં ખૂબ મંદિર બનાવ્યાં. (૧૩) કલ્હણે શકસંવત ૧૦૭૦-૭૧માં એટલે કે ઇ. સ. ૧૧૪૮ માં રચેલી રાજ
તરંગિણુમાં સૂચવાયું છે કે રણદિત્યને જે વિક્રમાદિત્ય નામે પુત્ર હતે એણે કાશ્મીરમાં ૪૨ વર્ષ સુધી–લગભગ ઈ. સ. ૫૧૭ થી ઈ. સ. ૫૫૮ સુધી રાજ્ય કર્યું છે. (જુઓ ગઉડવહુની પ્રસ્તાવનામાં પૃ. ૭૪ અને ૭૬). આને કેટલાક પ્રસ્તુત
વિક્રમાદિત્ય ગણે છે. (૧) બિહણે વિ. સં. ૧૦૮૦ ની આસપાસમાં વિક્રમાંકદેવચરિત રચ્યું છે. એમાં
એણે વિમાદિત્યનું વર્ણન કર્યું છે, પણ એ તો કલ્યાણને ત્રિભુવનમલ્લ છે કે
જેનું બીજું નામ વિક્રમાદિત્ય હતું. (૧૫) સેમપ્રભસૂરિએ વિ. સં. ૧૨૪૧ માં કુમારવાલપડિહ રચેલ છે. એના પહેલા
પ્રસ્તાવમાં મૂલરાજની કથા છે. એ મૂલરાજનું વિમરાજ એવું નામ ત્યાં નોંધાયેલ છે. જુઓ પૃ. ૧૪.
ઉપાધિ–વિક્રમાદિત્ય એ ઉપાધિ છે. એ અનેક રાજાઓએ ધારણ કરી છે. એ પૈકી કેટલાકને લગતી વિગત નીચે મુજબ છે – (૧) “ગુપ્ત” વંશની સ્થાપના ઈ. સ. ૩૨ માં ચન્દ્રગુપતે કરી. એણે “મહારાજાધિરાજનું
બિરુદ ધારણ કર્યું હતું. એનું ઇ. સ. ૩૪૦ માં મરણ થયું. એના પછી એને સૌથી લાયક પુત્ર સમુદ્રગુપ્ત ગાદીએ આવ્યો. એણે સેનાના સિક્કાઓ પડાવ્યા. એણે સમ્રાનું બિરુદ ધારણ કર્યું અને પ્રયાગ પાસે મોટે વિજયસ્તંભ તૈયાર કરાવ્યું, કે જે હજુ મોજુદ છે. આ સમુદ્રગુપ્તની મુદ્રા (ઈ. સ. ૩૩૦-૩૩૫)માં વિક્રમની ઉપાધિ છે. આની સાબિતી એ છે કે હાલકર રાજ્યમાં ખરગોનથી સત્તર માઈલ દૂર આવેલા “બમનાલા ગામમાંથી જે એકવીસ સેનાના સિક્કાઓ મળ્યા છે અને જે હાલમાં ઈન્દરના ખજાનામાં છે તે પૈકી આઠ સમુદ્રગુપ્તની મુદ્રાઓ છે-મહેરે છે. એ આઠમાં એક એવો સિક્કો છે કે જેમાં સમુદ્રગુપ્તના નામ સાથે “શ્રી
વિક્રમ” લખાયેલું છે. ઈ. સ. ૪૦૧ માં આ સમુદ્રગુપ્તનું મરણ થયું.૨૪ (૨) સમુદ્રગુપ્તના પુત્ર ચન્દ્રગુપ્ત બીજાએ (ઈ. સ. ૩૮૦-૪૧૩) મથુરાના શકને હરાવી
‘વિક્રમાદિત્ય” એવી ઉપાધિ ધારણ કરી હતી. અને એણે પિતાની રાજધાની બદલીને ઉજ્જૈનને રાજધાની બનાવી હતી. એ વિક્રમાર્ક, સિહવિક્રમ, અને અજિતવિક્રમ એ નામથી ઓળખાય છે. એનું ઈ. સ. ૪૫૫માં મરણ થયું. આ ચન્દ્રગુપ્ત ૨૨ જુઓ હિંદુસ્તાનને ઈતિહાસ (પૃ. ૭૧ ). ૨૩ જુઓ ચિત્રમય જગતમાં પ્રસિદ્ધ થયેલે પૂર્વોક્ત લેખ (પૃ. ૨૦૩). ૨૪ જુઓ હિંદુસ્તાનને ઇતિહાસ (પૃ. ૭૨ )
૨૫ જુઓ A Peep into the Early History of India (પૃ. ૫૯). ચંદ્રગુપ્ત બીજાના પુત્ર કુમારગુપ્ત મહેન્દ્રાદિત્યની ઉપાધિ ધારણ કરી હતી.
૨૬ જુઓ હિંદુસ્તાનને ઈતિહાસ (પૃ. ૭૪).
For Private And Personal Use Only