SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ-વિશેષાંક ] વિક્રમાદિત્ય અને જૈન સાહિત્ય [ ૧૩૫ (૬) પંન્યાસ કલ્યાણવિજ્યજીનું કહેવું એ છે કે શની સહાયતા મેળવી જે લક સૂરિએ ગભિલ્લ રાજાને હરાવ્યો એ સૂરિના ભાણેજ અને લાટ દેશના રાજા બલમિત્ર તે જ વિક્રમાદિત્ય છે. “બલ” અને “વિક્રમ” એકાઈંક છે. એવી રીતે મિત્ર” અને “આદિત્ય” પણ એક જ અર્થનાવાચક છે એટલે બલમિત્ર એ વિક્રમાદિત્યને પર્યાય ગણાય, આમ એમણે પૃ. ૧૪૧માં સૂચવ્યું છે. (૭) વીરનિર્વાણને ૬૮૩ વર્ષ વીત્યાં ત્યારે વિક્રમ રાજાને જન્મ થયો એમ કેટલાક દિગંબરો માને છે. (૮) મેરૂતુંગસૂરિ વગેરેનું કહેવું એ છે કે સિદ્ધસેન દિવાકરે જે રાજાને પ્રતિબંધ પમાડ્યો હતો અને જેણે પૃથ્વીને અનુણી બનાવી પોતાનો સંવત્સર પ્રવર્તાવ્યો હતો તે જ વિકમાદિત્ય છે અને એને જ સંવત આજે પ્રચલિત છે. (૯) શુભશીલણના મત મુજબ ગંધર્વસેનને મદનરેખાથી થયેલો પુત્ર તે વિક્ર માદિત્ય છે. જુઓ એમણે રચેલું વિક્રમાદિત્યચરિત્ર. (૧૦) વિકમસેનના પિતા તે વિક્રમાદિત્ય છે એમ રાજશેખરસૂરિએ કહ્યું છે. જુઓ. ચતુર્વિશતિપ્રબન્ધ, (૧૧) સેમદેવભ ઈ. સ. ૧૦૭ માં રચેલ કથાસરિત્સાગર પ્રમાણે શિવના ભક્ત મહેન્દ્રાદિત્યને પુત્ર વિક્રમાદિત્ય તે જ પ્રસ્તુત "વિક્રમાદિત્ય” છે. એનું બીજું નામ ત્યાં વિષમશીલ સૂચવાયું છે અને એણે વિક્રમ સંવત પ્રવર્તાવ્યો છે. (૧૨) જેના દરબારમાં ધવંતરિ, ક્ષણિક, વરાહમિહિર વગેરે નવ રત્ન હતાં તે વિક્રમાદિત્ય છે. આ નવ રત્નોને ઉલ્લેખ ૨૦ કલિસંવત્ ૨૧૩૦૬૮માં રચાયેલા મનાતા જાતિ ૧૭ એમને સમય વીરસંવત ૪૫૩ ની આસપાસ છે. એમની બેન સાથ્વી સરસ્વતીને ગદભિલ્લ’ વંશના રાજા દિપણે જબરજસ્તીથી અંતઃપુરમાં દાખલ કરી દીધી હતી એમ જેન ગ્રંથકારે કહે છે. આ દર્પણ રાજાને સમય વીરસંવત્ ૪૫૩-૪૬૬ સુધીને સૂચવાય છે. ૧૮ ભરૂચની આસપાસના પ્રદેશ. આ લાટની રાજધાની ભરકક્ષ (ભરૂચ)માં બલમિત્રને રાજ્યાભિષેક થયો ત્યારે પુષ્યમિત્રની આખર અવસ્થા હતી. જુઓ વીરનિવણસંવત ઔર જન કાલગણના (. પર). ૧૯ જેઓ વિક્રમાદિત્યને ચંદ્રગુપ્ત બીજા તરીકે માને છે તેમાંના કેટલાક આ વિષમશિલને પણ એનું અન્ય નામ ગણે છે અને એ નામની સાખ્યર્થતા માટે ચન્દ્રગુપ્ત બીજાએ પિતાના મોટા ભાઈની ગાદી લઈ લીધી હતી તેમજ તેની પત્ની ધ્રુવદેવી સાથે લગ્ન કર્યું હતું એ હકીકત રજૂ કરે છે. * ૨૦ A Peep into the Early History of India (પૃ. ૬૦ )માં વરાહમિહિર ઈ. સ. ૧૮૭માં પંચત્વ પામ્યાનું લખ્યું છે. વિશેષમાં ત્યાં શક ૪૨૭ (ઈ. સ. પ૦૫)માં વરાહમિહિરે પંચસિદ્ધાંતિકા રસ્યાને ઉલ્લેખ છે. આ ઉપરાંત ત્યાં એમ પણ સૂચવાયું છે કે નવ રત્નોમાંથી કેટલાંક અને કદાચ કાલિદાસ પણ ચન્દ્રગુપ્ત બીજાના રાજ્યમાં થયેલ હોય. ૨૧ જાતિવિંદના મત પ્રમાણે કલિસંવતને પ્રારંભ ઈ. સ. પૂર્વે ૩૧૦૨ થી છે. એ હિસાબે તિવિદાભરણુ ઈ. સ. પૂર્વે ૩પ માં પૂર્ણ થયેલ ગણાય. ' For Private And Personal Use Only
SR No.521597
Book TitleJain_Satyaprakash 1944 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size120 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy