SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૪:]. શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ વિક્રમાદિત્ય છે. એમાં એ રાજાએ નોકરને લાખ આપ્યાનો ઉલ્લેખ છે. આ રહી એ ગાથાઃ " संवाहणसुहरसतोसिएण देन्तेण तुह करे लक्खं । चलणेण विकमाइत्तचरिअ अणुसिक्खि तिस्सा ॥ ६४॥" સુબધુએ રચેલ વાસવદત્તાના નિમ્નલિખિત પદ્યમાં વિક્રમાદિત્યના મૃત્યુને ઉલ્લેખ છે “सारसवत्ता विहता नवका विलसन्ति चरति नो कङ्कः । सरसीव कीर्तिशेष गतवति भुवि विक्रमादित्ये ॥" આ પદ્યમાંના નવ દ્વારા શું વિક્રમાદિત્યનાં નવ રત્નોનું ગર્ભિત સૂચન છે? (૩) દિગબર અમિતગતિએ વિ. સં. ૧૫૦ માં સુભાષિત રત્નસાહ રચેલ છે. એમાં “વિક્રમ” શબ્દ વપરાયેલ છે. એ વિક્રમાદિત્ય રાજાને વાચક છે એ વાત ચોક્કસ છે. ૧૨અમિતગતિની પહેલાં થઈ ગયેલા-વિક્રમની દસમી સદીમાં થઈ ગયેલા દેવસેને (દિગંબરે) પિતાની કૃતિ સણસારમાં સંવતની સાથે વિકમનો ઉલ્લેખ કર્યો છે. એ પ્રસ્તુત “વિક્રમાદિત્ય” છે. (૪) એચ. સી. સેઠ (Seth)નું કહેવું એ છે કે ખારવેલ એ જ ગભિલ્લ છે. વળી વકસિચિ.ઉ શ્રી વકદેવ જેનો ઉલ્લેખ મંચપુરીના શિલાલેખમાં છે અને જેને સામાન્ય રીતે ખારેવેલને પુત્ર માનવામાં આવે છે તે “શકારિ” વિક્રમાદિત્ય છે અને એણે ઈ. સ. પૂર્વે ૫૭-૫૮ માં ૧૩માલવસંવત સ્થાપ્યો હતો. ૧૪ (૫) 3. ત્રિભૂવનદાસ લ. શાહ એમ કહે છે કે ૧૫ગભિલ રાજા એ જ પ્રસ્તુત વિક્રમાદિત્ય છે. ૧૬ ૧૨ “સમાજે પૂર્વત્રિાવર્તિ વિરમ સ વર્ષનાં રમવતિ હિપચાર . समाते पञ्चम्यामवति धरणी मुञ्जनुपतौं सिते पक्षे पौंषे बुधहितमिदं शास्त्रमनघम् ।।९२२॥" ૧૩ ઉકીર્ણ લેખો ઉપરથી એ વાત નિર્વિવાદપણે કહી શકાય તેમ છે કે ઈ. સ. ની પાંચમી સદીથી માળવા તેમજ એના આસપાસના પ્રદેશમાં આ માલવસંવત પ્રચલિત હતા. આ માલવસંવતને કુતસંવત તેમજ માલવગણસંવત પણ કહેલ છે. જુઓ વીરનિર્વાણસંવત આર જેન કાલગણુના (પૃ. ૫૯). 9x gori The Indian Historical Quarterly (Vol. XIX, No. 3).માં પૃ. ૨૫-૨૬. એમાં સેઠને “Kharavela and Gardabhilla” નામને લેખ જે Nagpur University Journal No. 8 (December 1942)માં પ્રસિદ્ધ થયે છે તેની સંક્ષિપ્ત નોંધ છે અને એ ઉપરથી મેં અહીં આ નિર્દેશ કર્યો છે. મૂળ લેખ મારા જેવામાં આવ્યો નથી, ૧૫ અભિધાનરાજેન્દ્ર (ભા. ૫, ૫ ૧૨૮૯)માં ગર્દભિલને સમય વીરસંવત ૪૫-૪૬૬નો દર્શાવાય છે. વિ. સં. ૮૫૦ માં વિદ્યમાન દિગંબરાચાર્ય જિનસેને રસભાને સમય વીરસંવત્ ૩૪૫-૪૪૫ ને સૂચવ્યો છે. ૧૬ જુઓ પ્રાચીન ભારતવર્ષ (ભા. ૪, ૫. ૮૨). For Private And Personal Use Only
SR No.521597
Book TitleJain_Satyaprakash 1944 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size120 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy