________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિકમ-વિશેષાંક ] વિક્રમાદિત્ય અને જૈન સાહિત્ય
[ ૧૩૩ સુધી વધ્યા હોવાનો સંભવ છે અને એ હકીક્તનું સ્મરણ કાલકરિની કથામાં સચવાઈ રહ્યું હોય એમ જણાય છે. | વિક્રમ સંવતના પ્રવક તરીકે ઓળખાવાતા વિક્રમાદિત્યના સંબંધમાં જે અનેક પ્રશ્નો ઉપસ્થિત કરાયા છે તેમાંનો એક એ છે કે વિક્રમાદિત્ય” એ શું કઈ રાજાનું નામ છે અને જો એમ હોય તે કાનું? આના ઉત્તર ભિન્ન ભિન્ન રીતે અપાયા છેઃ (૧) શાસ્ત્રી રેવાશંકર મે. પુરોહિત કહે છે કે ઈ. સ. પૂર્વેની પહેલી શતાબ્દીમાં શકોને
પરાજય કરનાર અને એથી કરીને “શકારિ” એ નામથી પ્રસિદ્ધિ પામનાર રાજા તે જ પ્રસ્તુત વિક્રમાદિત્ય છે અને એ રાજાએ પ્રવર્તાવેલો સંવત આજે ચાલે છે. એને આરંભ ઈ. સ. પૂર્વે પ૭ માં તા. ૧૮ મી સપ્ટેમ્બર ને ગુરુવારે થયો છે. વિશેષમાં એમણે એમ કહ્યું છે કે “ અરૂની(૧૯૨૫)એ પિતાના “ તહકી કે હિન્દ નામના ગ્રંથમાં સાફ લખ્યું છે કે “શકારિ વિક્રમે મુલતાન પાસેના કારૂર ગામમાં શકાને સંપૂર્ણ પરાજય કર્યો હતો.” જો ચન્દ્રગુપ્ત જ સાચે વિક્રમાદિત્ય હેત
તે તેનું નામ તેણે લખ્યું હત.૧૦ (૨) વિન્સન્ટ સ્મિથના મત પ્રમાણે ઈ. સ. ૬૮ માં વિદ્યમાન હાલે ગાહાસરસઈ
રચી છે? એના પાંચમા શતકની ૬૪ મી ગાથામાં નિર્દેશલ “વિક્કામાઈત્ત ” તે પ્રસ્તુત મતે વિકમની પાંચમી સદીમાં રચાયેલી તિસ્થાગાલી નામની પાઈય કૃતિની ૬૨૩ મી ગાથામાં એવો ઉલ્લેખ છે કે વીરનિર્વાણને ૬૦૫ વર્ષ અને પાંચ માસ વીત્યા ત્યારે શક રાજા થયો. ૨૪ મી ગાથામાં એમ સૂચવાયું છે કે શક વંશને ૧૩૨૪ વર્ષ થશે ત્યારે કુસુમપુરમાં દુષ્ટ બુદ્ધિ (કકી) થશે. નેમિચન્દ્રસૂરિકૃત મહાવીરચરિયામાં તેમજ દિગં. બરીય નેમિચન્દ્રકૃત તિલસારમાં પણ શક રાજાને ઉત્પત્તિ–સમય ઉપર મુજબ જ અપાયેલું છે, પરંતુ તિલોયસારના ટીકાકાર માધવચન્દ્ર શકને વિક્રમ સમજ્યા એટલે એમના પછી થયેલા કેટલાક દિગંબરેએ વિક્રમસંવત ૬૦૫ “(શક સંવત ૪૭૦)” વર્ષ પૂર્વે વિરનિર્વાણ માન્યું છે. તિલેયપત્તિમાં અન્ય પ્રકારે ગણના કરાયેલી છે. જુઓ ભારતીય પ્રાચીન લિપિમાલા (પૃ. ૧૬૩)
૭ આ હકીક્ત માટે જુઓ પ્રબન્ધચિન્તામણિનું ગુજરાતી ભાષાન્તર (૫. ૨૫).
૮ જુઓ ચિત્રમયજગત (વ. ૨૯, અં. ૯)માં પ્રસિદ્ધ થયેલે એમને લેખ નામે “વિક્રમસંવત ૨૦૦૦ના પ્રવત’ક શકારિ રાજા વિક્રમાદિત્ય જ હતા”.
૯ અબેરૂનીએ કહ્યું છે કે જેઓ વિક્રમાદિત્યના સંવતને ઉપયોગ કરે છે તેઓ હિન્દના દક્ષિણ અને પશ્ચિમ ભાગોમાં વસે છે.....મહાદેવકૃત સૂધવ નામના ગ્રંથમાં હું એનું નામ ચન્દ્રબીજ આપેલું જોઉં છું. (E. C. Sachau's edition pp. 6-8). આ સંબંધમાં એસ. કે. દીક્ષિત પૃ. ૧૯૩ માં એમ કહે છે કે આ ચ દ્વબીજ તે ચંદ્રગુપ્તનું અપભ્રષ્ટ રૂપ હશે અને “બીજ' એ દ્વિતીયનું હશે.
૧૦ જુઓ ચિત્રમયજગત (પ ર૦૧) ૧૧ જુઓ The Early. History of India (p. 196; બીજી આવૃત્તિ).
For Private And Personal Use Only