________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ સાહિત્યની જેમ ભાષાદષ્ટિએ વિવિધતા છે તેમ વિષયની દૃષ્ટિએ પણ છે. વિશેષમાં આ સાહિત્ય વિશાળ પ્રમાણમાં રચાયેલું છે. આ ઉપરાંત ભારતીય સાહિત્યના અને સંસ્કૃતિના સાચા અને સંપૂર્ણ મૂલ્યાંકન માટે આ સાહિત્ય ઉપયોગી છે એમ સાબિત થયું છે. તેમ છતાં હજી
એને માટે ભાગ અપ્રસિદ્ધ દશામાં છે અને જે પ્રકાશિત થયેલો છે તેમાં પણ બહુ - થોડે અંશ સમીક્ષાત્મક પદ્ધતિએ સંપાદિત થયેલ છે. પ્રસ્તુત લેખમાં મુખ્યતયા સંસ્કૃત, પાઇય અને ગુજરાતી ભાષામાં રચાયેલા કેટલાક જ પ્રથાદિને હું વિચાર કરી શકું તેમ છું, કેમકે એને અંગેની સંપૂર્ણ સામગ્રી તે અત્યારે મારી સામે નથી અને એ એકત્રિત કર્યા બાદ લેખ લખવા જેટલે સમય નથી.
હમણાં જે વિક્રમનું ૨૦૦૦ મું વર્ષ બેઠેલું ગણાય છે એ ઉપરથી અત્યારે જેમ એ પ્રશ્ન ઉદ્ભવે છે કે શું આ સંવત સાથે સંકલિત વિકમ નામનો એ કે ઉપાધિવાળો કઈ રાજા બે હજાર વર્ષ ઉપર થઈ ગયો છે તેમ એવો પ્રશ્ન કેટલાંક વર્ષો ઉપર વિદ્વાનને
સ્કર્યો હતો અને એને લઈને “લગભગ બે હજાર વર્ષ ઉપર હિન્દમાં એવો કઈ પરાક્રમી વીર પુરુષ થઈ ગયો છે કે કેમ” તેની તેમણે ગષણું શરૂ કરી હતી. આનું ફળ શું આવ્યું એ આપણે નોંધીએ તે પૂર્વે ભારતવર્ષની એ સમયની-ઈ. સ. પૂર્વની પહેલી સદીની ઐતિહાસિક પરિસ્થિતિ આપણે વિચારીશું. - The Cambridge History of India (vol. I) માં પ્રો. રૅસને કહ્યું છે કે જે સિક્કાઓને પૂરાવો સાચો સમજાય તો આ પરિસ્થિતિ એવી જણાય છે કે આન્ધોએ વચલો મુલક કબજે કરી ઘણું કરીને “શું” વંશના મુખ્ય પુરુષ પુષ્યમિત્ર પાસેથી ઉજજેનનું રાજ્ય જીતી લીધું, એટલે ઈ. સ. પૂર્વે ૯૦ ની આસપાસમાં ઉજજેનની ઉત્તરે થવાનું, પૂર્વમાં શુંગાનું, અને દક્ષિણમાં પોનું જોર હતું અને કઈ વિરુદ્ધ પૂરાવો જણ નહિ હેવાથી ઉજજેન આન્ધોના હાથમાં હશે એમ લાગે છે. પછી લગભગ ઈ. સ. પૂર્વે ૭૫ માં પશ્ચિમમાં શકનું જોર વધ્યું. શકપના આ શકે છેક ઉર્જન
( ૩ તિલ્યગાલી (ગા. ૬૨૧)માં આ પુષ્યમિત્રનું રાજ્ય ૩૫ વર્ષનું ગણાવાયેલું છે, પુરાણમાં ૩૬ વર્ષનું ગણુંવાયું છે અને જિનપ્રભસૂરિએ વિવિધતીર્થકલ્પમાં ત્રીસ વર્ષનું ગણાવ્યું છે. પ્રો. કેશવલાલ હિં. કામદારે હિન્દુસ્તાનને ઈતિહાસ જે રચ્યો છે તેના પમા પૃષ્ઠમાં (ઈ. સ. ૧૯૪૧, દસમી આવૃત્તિ ) પુષ્યમિત્ર માટે ઈ. સ. પૂર્વ ૧૮૫–૧૪૯ એવો ઉલ્લેખ કર્યો છે. વિશેષ માટે જુઓ વીરનિર્વાણુસંવત્ ઔર જેન કાલગણના (પૃ. ૩૦, ૪૯ અને પર).
* આ નામની ઉત્પત્તિ માટે જુઓ ઉપર્યુક્ત હિંદુસ્તાનને ઈતિહાસ (પૃ. ૪૯).
૫ આ% એટલે તેલુગુ પ્રદેશ, તૈલંગણુ. આ%. રાજા શાલિવાહને ઈ. સ. ૭૮– માં શક લેકેને હરાવ્યા. એથી દખણમાં શાલિવાહન શક ચાલે છે. એ શકનું નવું વર્ષ ચિત્ર શુક્લ પ્રતિપદાથી શરૂ થાય છે.
૬ આ લે કે ભારતના વાયવ્ય (ઉત્તર-પશ્ચિમ) ખૂણામાંથી આ દેશમાં લગભગ ઈ. સ. પૂર્વે ૧૫૦ વર્ષ ઉપર દાખલ થયા હતા. એમના સંબંધી કેટલીક માહિતી શ્રી. વિજયેન્દ્રસૂરિએ મહાક્ષત્રપ રાજા રુદ્રદામા (. ૪૬)માં આપી છે. પંન્યાસ શ્રી. કલ્યાણવિજયના
For Private And Personal Use Only