SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમાદિત્ય અને જૈન સાહિત્ય લેખક-પ્રેા. હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ. ઉપક્રમ—આ વર્ષે ગુજરાતમાં એસતું વ કચારથી ગણવું એ સંબંધમાં બે પક્ષ હતા. એક પક્ષનું કહેવું એ હતું કે એ નૂતન વર્ષાં તા. ૨૯-૧૦-૪૩ ને શુક્રવારે બેસે છે, જ્યારે બીજા પક્ષનું કહેવું એ હતું કે એ આ દિવસે નહિ, પણ એના પછીના દિવસે— શનિવારે બેસે છે. આમ મતભેદ હાવા છતાં આ નૂતન વર્ષાંતે પરદુઃખભંજન વિદ્ય માદિત્ય રાજાનું ૨૦૦૦મું વર્ષ છે અને આજથી વિક્રમસંવત્ની ત્રીજી સહસ્રાબ્દીને સૂત્રપાત થાય છે એ બાબતમાં તે સમસ્ત સામાન્ય જનતા એકમત હતી, પણ કેટલાક વિદ્યાના ભિન્ન મત ધરાવતા હતા. આનું કારણ એ છે કે વિક્રમસંવત્ કાણે કયારે કેમ પ્રવર્તાવ્યેા એ સંબંધમાં એકવાકયતા નથી, કેમકે એક તે વિક્રમાદિત્ય એ નામ તેમજ એ ઉપાધિ એક કરતાં વધારે વ્યક્તિ સાથે સંકલિત છે, અને બીજું, વિક્રમસંવત્ રમાલવગણે ચાલુ કર્યા છે એવા પણ અભિપ્રાય કેટલાકનેા છે. આમ વિક્રમસંવતના પ્રવક કાને ગણવા એ સંબંધમાં મતભેદને માટે અવકાશ રહેલા છે. એ દૂર કરી શકાય અને આસવના પ્રવ`ક વિક્રમાદિત્ય છે એમ સાબીત થઈ શકે તે તેનું સાચું જીવનચરિત્ર ઉપસ્થિત કરી શકાય એ માટે થોડા વખત થયાં આપણા દેશમાં ચારે બાજુથી પ્રયાસ શરૂ કરાયા છે. આમાં જેનેએ પણ પેાતાના સબળ ફાળે આપવા જોઇએ એમ માનનારા જૈન સત્ય પ્રકાશના તત્રીજી વિક્રમાંક ” પ્રસિદ્ધ કરવા કટિબદ્ધ થાય અને એના વ્યવસ્થાપક શ્રી. રતિલાલ એને અંગે વિદ્વાનેાને લેખ લખી મેાકલવા આમંત્રણ આપે એ સ્વાભાવિક, ઉચિત તેમજ પ્રશંસનીય છે. આવી પરિસ્થિતિમાં આમંત્રણ સ્વીકારી આ લેખ તૈયાર કરતાં મતે આનદ થયા છે, કેમકે એ દ્વારા ભારતીય સાહિત્યમાં અને ખાસ કરીને જૈન સાહિત્યમાં વિક્રમાદિત્ય સંબધી શાશા ઉલ્લેખ છે તે જાણવા-વિચારવાને મને સુયેાગ સાંપડયો છે. .. જૈન સાહિત્ય કેવળ સંસ્કૃત કે પાઇય(પ્રાકૃત)માં જ રચાયેલું નથી, પરંતુ એ કાનડી વગેરે દ્રાવિડ ભાષાઓમાં તેમજ ગુજરાતી, હિન્દી વગેરે ભાષાઓમાં પણુ ગુ'થાયેલું છે. આ આ રાજાનું નામ બૌદ્ધ પરંપરામાં નથી તેમજ પૌરણિક વંશાવલીમાં નથી એમ દુર્ગાશંકર. કે. શાસ્ત્રીએ પ્રશ્નચિતામણિના ગુજરાતી ભાષાન્તરમાં કહ્યું છે. જુએ પૃ. ૨૩ અને ૨૪. ૧. ૨ કે. કે. એમ્. શેભાવનેકરનું કહેવું એ છે કે મંદસેારના શિલાલેખમાં જે ગણુસ્થિતિ'ના પ્રયાગ છે તેને અ` ‘ગણનાની પદ્ધતિ' એમ કરાવે જોઇ એ, નહિ કે ગણુથી અમુક જાતના સંધ સમજવાના છે. આ હકીકત એમણે Journal of Indian History (Vol. X, pt. 2)માં “A Puzzle in Indian Epigraphy' નામના લેખમાં તેમજ The Journal of the University of Bombay ( Vol. I, pt. VI. )માં “The Date of Kalidasa” (પૃ. ૨૩૨-૨૩૩)માં રજૂ કરી છે. For Private And Personal Use Only
SR No.521597
Book TitleJain_Satyaprakash 1944 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size120 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy