________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦ ૩]
શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ તરીકે ઇતિહાસના આધારે સૌ કોઈ જાણે છે કે ગુર્જરેશ્વર કુમારપાળ અને તેને ઉત્તરાધિકારી અજયપાળ એ કાકા ભત્રીજા છે, છતાં શ્રી. રાખાલદાસ વઘોપાધ્યાય તેને પરિચય આપતાં સાફ લખે છે કે
કુમારપાળ અને અજયપાલ ગુજરાતના ચાલુક્યવંશી રાજાઓ હતા અને અજયપાળ કુમારપાળનો પુત્ર હતા. (જુઓ હિન્દી પ્રાચીન મુદ્રા પૃ. ૨૪૯)
એપિઝાફિ ઈન્ડિકા પુ. ૮, પુરવણી ૧, પૃ. ૧૪માં પણ અજયપાળને કુમારપાળને પુત્ર લખ્યો છે.
આ જ પ્રમાણે લેખકે વિક્રમાદિત્યને ગભિલને પુત્ર માને તો કંઈ નવાઈની વાત નથી. અસ્તુ.
ઉપરના પુરાવાઓ સાચા હોય તે બલમિત્ર પણ અવન્તીને સાચે વિક્રમાદિત્ય છે.
તે સમયે અવન્તીને ખાસ કરીને પશ્ચિમ અને દક્ષિણ તરફથી હુમલાનો ભય હતો. એટલા ખાતર બલમિત્રે ભરુચમાં પિતાનું મોટું થાણું રાખ્યું હતું અને તેને સર્વેસર્વા પોતાના પુત્ર ધનંજયને બનાવ્યો હતો, જેના ધન અને સૈન્યમાં આ. સિદ્ધસેન દિવાકરના પ્રસાદથી ખૂબ વધારો થયો હતો. ધનંજય પછીને રાજા નરવાહન પણ લક્ષ્મીના જોરે આંધ્રપતિને હંફાવત હતો એ વાત આપણને આવશ્યકસત્રની નિયુક્તિ પૂરી પાડે છે. પરંતુ પઠણના રાજા શાલિવાહને ભરુચનું થાણું તોડ્યું ત્યારે વિક્રમ અને શાલિવાહન વચ્ચે તાપીની સરહદ બાંધીને સંધિના કરાર થયા એ વાત પણ વિવિધતીર્થકલ્પ અને પ્રબંધકેષિના પાને નોંધાયેલી મળે છે.
બલમિત્રનો અર્થ (બલ=વિક્રમ અને મિત્ર સૂર્ય–આદિત્ય)વિક્રમાદિત્ય થાય એ સાચું, પણ વારસદારે પણ પ્રત શિશુનાગ અને નની જેમ વિક્રમાદિત્ય તરીકે જ ઓળખાયા હશે. ચરિત્રોમાં વિક્રમાદિત્યનું લાંબુ આયુષ્ય બતાવ્યું છે. તે એકલા વિક્રમને હિસાબે નહીં પણ વિક્રમવંશના હિસાબે હશે એમ લાગે છે.
આ રીતે તે સમયના નિર્દેશવાળાં લખાણોની કડીઓ જોડીએ તો રાજા બલમિત્ર વિક્રમાદિત્ય તરીકેનું માન ખાટી જાય છે, અને વિરુદ્ધ પુરાવા ન મળે ત્યાં સુધી એ માન તેને જ મળશે. આમ એકંદરે સાચા વિક્રમાદિત્ય તરીક બે નામો જ બાકી રહે છે.
૧ ગર્દભિલ દર્પણનો પુત્ર વિક્રમ. ૨ ગભિલો ઉત્તરાધિકારી બલમિત્ર.
સંશોધન કહે છે કે–આ બન્નેય એક જ વ્યક્તિ છે. અને એ જ આપણે શકવિજેતા સંવતપ્રવર્તક અવન્તીપતિ વિક્રમાદિત્ય છે.
આ પ્રમાણને તપાસી પુરાત્ત્વવિદો. તે ઉપર વિશેષ પ્રકાશ પાડે એ શુભેચ્છાપૂર્વક હું વિરમું છું. વીરાનર્વાણુસંવત ૨૪૭૦; વિક્રમ સંવત ૨૦૦૦; શાકે ૧૮૫, ઈસ્વીસન ૧૯૪૪ ઉત્તરાફાલગુની મહાસુદી પંચમી. તા. ૩૦-૧-૧૯૪૪ રવિવાર, ક. ચા. સં. ૨૬ વસંત પંચમી ઠે. વડાવલા. અમદાવાદ.
For Private And Personal Use Only