________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૦ .
વિકમ-વિશેષાંક ]. સમ્રાટ વિક્રમાદિત્ય તેમ દર્પણ રાજાએ ગર્દભી વિદ્યા સાધી અને તેને અંગે ગધેડાનું ચામડું ઓઢવાનું રાખ્યું તેથી લેકે તેને ગર્દભ કે ગધેડો કહેતા હતા. આથી તેના વારસદારો પણ એ નામથી જ પ્રસિદ્ધ થયા. અને એ રીતે જગતમાં ગર્દભ વંશની સ્થાપના થઈ, જ્યારે દર્પણના વડવાઓ-દાદા પરદાદા-ને તે બીજે જ વંશ હતા. સંભવ છે કે દર્પણ અને ભરૂચને રાજા બલમિત્ર કદાચ એક વંશના અથવા નિકટના સંબંધી હશે. એક વિચિત્ર પુરાવો એવો પણ મળે છે કે જે ગર્દભવંશીય રાજા દર્પણ અને ભરુચના રાજા બલમિત્રનું સુંદર જોડાણ કરી દે છે. આ રહ્યો તે પુરાવો.
“A strange tale is prevalent in north-west India. A Gardabha marrying a daughter of a king of Dhar.”
હિંદના વાયવ્ય પ્રાંતમાં એક વિચિત્ર વાત બોલાય છે કે ધારના રાજાએ એક ગધેડાને પિતાની પુત્રી પરણાવી હતી. - એશિયાટિક રીસર્ચ, પુત્ર ૬ પૃ. ૩૮; પુત્ર ૯ પૃ.૧૪૯; પ્રાચીન ભારતવર્ષ ભા. ૪ પૃ. ૮)
શ્રીયુત એસ. કે. મજમૂદાર ઉપર કરે ટાંકી જાહેર કરે છે કે ગર્દભિલે રાજા દર્પણ ધારની રાજકન્યાને પર હતો. અને તેના પુત્ર) વિક્રમનો જન્મ ખંભાતમાં થયો હતો. વિક્રમાદિત્યના વડવાઓએ માળવા સર કર્યું તે પહેલાં તેઓ આણંદપુરમાં રહેતા હતા. વગેરે વગેરે. -(હિન્દુ હિસ્ટરી પૃ. ૬૩૮ થી ૬૫૦)
આ લખાણમાંથી નીચેના મુદ્દાઓ તારવી શકાય છે. - રાજા ગભિલ પશ્ચિમ હિન્દને હતો અને તે ભરૂચ અને આનંદપુરમાં રહેતા હતા. તે ભરુચન હશે એ વાત તે એટલા ઉપરથી અનુમાની શકાય છે કે તેની રાણીએ ભરુચમાં પુત્રને જન્મ આપ્યો હતો.
જે રાજા મળવાને સર કરી શકો તે બહાદુર તો હશે જ, એટલે તે ભરચના રાજવંશમાંથી ઉતરી આવેલ હોય અથવા માંડલિક-ખંડિયો કે ફટાયો રાજા હોય એ પણ બનવા જોગ છે.
તેને ધાર સાથે પણ સંબંધ હતો તેથી માળવા મેળવવામાં તેને ધારની જ મોટી મદદ મળી હતી.
માળવા જીત્યા પછી ભરુચ, આણંદપુર અને ઉજજૈનનું સળંગ જેડાણ ચાલુ રહ્યું હતું. ' આ તારવણી ઉપરથી એમ કપી શક્ય છે કે–ભરુચ રાજા અને માળવાને ગર્દભિલ દર્પણ એ બને ભરૂચના રાજવંશમાંથી ઉતરી આવેલા રાજાઓ હતા. પણ ત્યાં દર્પણ તો ગર્દભવંશી તરીકે જાહેર હિત જ્યારે તેને સ્થાને આવનાર બલમિત્ર તે વંશને ન હતા. છતાંય રાજવંશની પ્રાચીન એક્તાના કારણે લેખકે એ બલમિત્રને પણ ગર્દભવંશી તરીકે ઓળખાવ્યો હોય તે તે ઉપરના હિસાબે ઠીક જ છે.
જેન લેખકે તો વિક્રમને ગર્દભિલના યુવરાજ અને પુત્ર તરીકે જ માને છે. ૨૯ પરંતુ રાજવંશાવલીમાં ભત્રીજા વગેરેને પણ પુત્ર તરીકે ઓળખાવવામાં આવે છે. દાખલા - ૨૮ કલિકાચાર્ય કથામાં બલમિત્ર અને ભાનુમિત્રને સ્પષ્ટ રૂપે અવન્તીના યુવરાજ તરીકે વર્ણવ્યા છે. --(વીરનિર્વાણુસંવત ઔર જેન કાલગણના પૃ. ૫૫)
For Private And Personal Use Only