________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિકમ-વિશેષાંક ] સમ્રાટ વિક્રમાદિત્ય
[ ૧૩૦ એ અર્થાત-“મારું એમ માનવું છે કે (વિક્રમ) સંવત બૌદ્ધોએ બલકે જેનોએ દાખલ કર્યો છે.”
–(જર્નલ ઓફ ધી બોમ્બે બ્રાન્ચ ઑફ ધી રે. એ. સ. પુ. ૮ પૃ. ૨૩૩; પ્રાચીન ભારતવર્ષ ભા. ૪ પૃ. ૪૩).
* વળી બીજા વિદ્વાન ઉપર્યુક્ત ગ્રંથના પુ. ૯, પૃ. ૧૪૫ તથા ૧૪૯ માં લખે છે કે વિક્રમસંવતનો ઉપયોગ કેવળ જેનીઓએ જ કર્યો છે અને ગુજરાતના અણહિલપાટણના રાજાઓએ જ પ્રથમ તેનો વપરાશ કર્યો હતો. વિક્રમના વખતમાં ૯૯ લાખની મુડીવાળા એક વ્યાપારીએ જાલેર પાસેના સુવર્ણગિરિ પહાડની ટેકરી ઉપર યક્ષવસતિ નામે શ્રી મહાવીરનું એક મોટું ચિત્ય બંધાવ્યું હતું. –(પ્રાચીન ભારતવર્ષ ભા. ૪ પૃ. ૪૪-૪૫)
પ્રભાવક ચરિત્રમાં એક એવો ઉલ્લેખ છે કે આ. સિદ્ધસેન દિવાકરે બલમિત્ર કે જે વિદ્વાનોના મતે વિક્રમાદિત્ય પણ મનાય છે તેના પુત્ર ધનંજયને સિન્યની અને ધનની મોટી મદદ કરાવી હતી. આ વસ્તુ પણ વિક્રમના દાન અને સંવતપ્રવર્તન માટે ઘણી જ અર્થસૂચક છે.
આ બધા પ્રમાણે એક જ વાત કહે છે કે વિક્રમ એ જૈન રાજા હતા અને તેથી જ તેણે કા. શુ. ૧ ને વર્ષારંભ માટે પસંદ કરેલ છે.
માલવગણના સિક્કાઓ તપાસીએ તો તેમાં જે સિંહ સાંઢ અને સૂર્યનાં ચિહ્નો છે તે વિક્રમાદિત્યના પ્રતીક રૂપ છે, જે વાત આપણે ઉપર બતાવી ગયા છીએ.
સાચે વિક્રમાદિત્ય કેણુ?. - એકંદરે એક યા બીજી રીતે વિક્રમ-વિક્રમાદિત્ય તરીકે ખ્યાતિ પામનારાઓ યા વિક્રમાદિત્યનું બિરુદ ધારણ કરનારાઓમાં–પાર્થિયન રાજા અઝીઝ, વસિષ્ઠ પુત્ર શાતકણુંશાલિવાહન, શુંગવંશીય રાજા અગ્નિમિત્ર, વસુમિત્ર, કુશનવંશીય રાજા કનિષ્ક, ગભિલ્લને રાજકુમાર, ભરુચને રાજા બલમિત્ર, ગૌતમીપુત્ર શાલિવાહન, શકરાજ (જુઓ ત્રિલેકસારની ટકા), સમ્રાટુ સમુદ્રગુપ્ત, ગુપ્તવંશીય બીજે ચંદ્રગુપ્ત, સ્કંદગુપ્ત, નરસિંહ બાલાદિત્યને સમકાલીન યશોધર્મ, વલભીના સેનાપતિ ભટ્ટાર્ક, કનોજ રાજ હર્ષવર્ધન, હર્ષવર્ધનને છતનાર દક્ષિણના ચાલુક્યરાજ પુલકેશિ વલ્લભને પુત્ર વિક્રમાદિત્ય (વિ. સં. ૭૩૭ ઈ. સ. ૬૮૦), માળવાનો વૃદ્ધભજ; ચાલુક્ય વિક્રમકાળ અપરનામ વીર વિક્રમકાળ, સંવને નાયક કલ્યાણપુર રાજા સોલંકી વિક્રમાદિત્ય (વિ. સં. ૧૧૩૨ ઈ. સ. ૧૦૭૫–૭૬) અને અકબર બાદશાહને સમકાલીન હેમુ ( જુઓ મિશ્રબંધકૃત ભારતવર્ષનો ઈતિહાસ) વગેરે ધણાં નામો મળે છે, જે પૈકીનાં ઘણુંખરાનો પરિચય આપણે ઉપર જોઈ ગયા છીએ. હવે માત્ર પ્રશ્ન એ રહે છે કે આ બધામાં સારો વિક્રમાદિત્ય કેણુ?
આને ઉત્તર એટલે જ બસ થશે કે જે વિ. સં. ૧ (ઈ. સ. પૂર્વે ૫૭)માં પ્રજાપ્રિય માલવગણનાયક અને કવિજેતા અવન્તીપતિ હતો તે જ સાચો વિક્રમાદિત્ય છે.
આ કસોટીએ કસોએ તો ઉપર જણાવેલ નામમાંના પહેલાં પાંચ -૧ પાર્થિયન રાજા અઝીઝ, ૨ વસિષ્ઠ પુત્ર શાગકણ, ૩ અગ્નિમિત્ર, ૪ વસુમિત્ર અને કનિષ્ક તો તે સમય પહેલાંના રાજાઓ છે એટલે તેઓને સંવતપ્રવર્તક વિક્રમાદિત્ય તરીકે ન જ માની શકાય. અને શાલિવાહન વગેરે તે સમયે પછીના રાજાઓ છે અને તેમાંના કેટલાક તો અવન્તી બહારના જ છે એટલે તેમને પણ સંવત પ્રવર્તક વિક્રમાદિત્ય માનવા એ માત્ર મનસ્વી કલ્પના જ છે. એટલે હવે સંવત પ્રવર્તક વિક્રમાદિત્ય તરીકે માત્ર ત્રણ રાજાએ જ રહે છેઃ ૧ તે સમયે વિદ્યમાન જે કોઈ આંધ્રપતિ હોય તે, ૨ ગદ્ધભિલને રાજકુમાર અને ૩ ભરૂચને રાજા બલમિત્ર. એટલે હવે આ ત્રણ સંબંધી જ વિચાર કરીએ -
For Private And Personal Use Only