________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦-૧-૨ વર્ષ પછી એટલે હિન્દી વિક્રમ સંવત ૧૩૬ ચૈત્ર શુ. ૧ ના દિને શકસંવતને પ્રારંભ આવે છે. આ હરિણજીએ પણ બૃહત્કથાકાષમાં અને શ્રવણબેન્ગલાના એક લેખમાં (ઈન્ડીયન એન્ટીકરી પુ. ૨૫, પૃ. ૩૪૬) જે ૧૩૬ વર્ષનું આંતરું બતાવેલ છે તે વાજબી છે.
પાશ્ચાત્ય વિદ્વાનો હિન્દી વિક્રમ સંવત અને શકસંવત વચ્ચેનું અંતર ૧૩૫ વર્ષનું આકે છે તે ઉપરના હિસાબે બરાબર નથી. બરાબર તો એ જ વાત છે કે હિન્દી વિક્રમ સંવતને પ્રારંભ પાંચ મહિના પછી માન જોઈએ. અથવા શકસંવત સાથેનું અંતર ૧૩૬ વર્ષનું માનવું જોઈએ.
મિ. કલહનું કહે છે કે વિક્રમ સંવતનો પ્રારંભ કે. શુ. ૧ થી થયેલ છે.
સર કનિંગહામે “એશ્યન્ટ ઈરાઝ' પૃ. ૩૧ માં લખ્યું છે કે–પશ્ચિમ હિંદમાં વિક્રમસંવતનો પ્રારંભ કા. શુ. ૧-ઈ. સ. પૂર્વે ૫૭ ના સપ્ટેમ્બરની ૧૮ મી તારીખને ગુરુવારથી અને ઉત્તર હિંદમાં ચે. શુ, ૧ ઈ. સ. પૂર્વે પ૭ ના ફેબ્રુઆરીની ૨૩ મી તારીખને રવિવારથી અથવા કલિયુગ સં. ૩૦૪૪ વર્ષ પછી ગણવામાં આવે છે. ઈ. સ.નો પ્રારંભ વિક્રમના ૫૬. વર્ષ જતાં મનાય છે.૨૭
પંડિત ગૌરીશંકર હીરાચંદ ઝા માને છે કે વિ. સં.નો પ્રારંભ કવિસંવત્ ૩૦૪૫ ના કાર્તિકથી થયો છે. પરંતુ ઉત્તર હિન્દુસ્તાનમાં જે ચે. શુ. ૧ થી વિ. સં. પ્રારંભ મનાય છે તે શક સં ના આધારે શરૂ થયેલ હશે એમ લાગે છે. આજકાલ ઉત્તર હિંદમાં પૂર્ણિમાન્ત ચિત્ર શુ. ૧ થી, હાલાર કછ વગેરમાં અમાસાન્ત અષાડ શુ. ૧ (૨) થી, ઉદેપુર રાજ્યમાં પૂર્ણિમાન્ત શ્રાવણ વ. ૧ (ગુજરાતી અષાડ વ. ૧ ) થી અને ગુજરાત દક્ષિણમાં અમાસાન્ત કા. શુ. ૧ થી વિમવર્ષનો પ્રારંભ મનાય છે.
–(ઈન્ડીયન એન્ટીકરી પુ. ૨ પૃ. ૩૯૯; ભારતીય પ્રાચીન લિપિમાળા પૃ. ૧૬૯)
એ વાત નક્કી છે કે વિક્રમ રાજાએ વર્ષારંભ માટે પ્રાચીનકાળથી ચાલ્યા આવતા અષાડ વ. ૧ તથા ચૈત્ર શુ. ૧ ના બદલે કાર્તિક શુ. ૧ ને પસંદ કરેલ છે. આના કારણો નીચે પ્રમાણે હોઈ શકે એમ અમને લાગે છે.
તે સમયે અવન્તી અને લાટ-એ પ્રદેશ આ. કાલકરિ, આ. પાદલિપ્તસૂરિ, આ. આયંખપટ અને આ. વૃદ્ધવાદિસૂરિના વિહાર, ઉપદેશ અને ધર્મપ્રચારનાં પ્રધાન ક્ષેત્રો હતાં, એટલે માળવાના રાજા-પ્રજા જૈનધર્મના અનુયાયી કે અનુરાગી-પ્રેમી હતાં.
જૈન સાહિત્યમાં માલવપતિ વિક્રમાદિત્યનું સ્થાન ગુર્જરેશ્વર કુમારપાળના જેટલું જ ઊંચું છે, જ્યારે બાદ્ધસાહિત્ય અને પુરાણ માટે ભાગે મૌન સેવે છે. | માલવગણના સિક્કાઓમાં પણ જે ચિહ્યો છે તે બદ્ધ કે વૈદિક ધર્મનાં નથી.
આ પરિસ્થિતિ વિચારતાં સહેજે એવા નિર્ણય ઉપર આપવું પડે છે કે મહારાજા વિક્રમાદિત્ય એ જૈન રાજા હશે અને એ જ કારણે તેણે પોતાના નવા સંવતનો પ્રારંભ વીરનિર્વાણુસંવતના પ્રારંભ દિવસથી ગોઠવ્યો હશે. ડો. ભાઉદાજીના ઊંડા અભ્યાસના પરિ. મે નક્કી કરેલ સંશોધનમાં પણ આપણને આ જ વસ્તુ મળે છે. તેઓ જણાવે છે કે
“I believe that the era (Vikram) was introduced by the Buddhists or rather the Jains.”
૨૭ ખરી રીતે ઇશુ ખ્રીસ્તની સાલના દિવસો અવ્યવસ્થિત જ હતા. તેરમા પોપ ગ્રેગરીએ તા. ૨૨-૨-૧પ૮૨ ના દિને હુકમ બહાર પાડી તેની સાલવારીમાં ૧૦ દિવસનો ઉમેરો કર્યો ત્યારથી જ તેણે વ્યવસ્થિત રૂપ પકડયું છે. આ હિસાબે ઉપર દર્શાવેલ દિવસે તે તારીખ હતી એમ કહેવું તે ભૂલ ભરેલું જ છે.
For Private And Personal Use Only