SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ-વિશેષાંક ] સમ્રાટ વિક્રમાદિત્ય [ ૧૨૯ વગેરે શબ્દો માલવગણ જયવંત વર્તે એવા અર્થના સૂચક છે. ૨૫ આ રીતે વિ. સં. ૧ માં માલવપ્રજા ઘણી જ શૌર્વવાળી હતી. જે કાર્યની ખુશાલીમાં સંવત ચલાવવામાં આવ્યો હશે તેમાં માલવગણને પણ પૂરે હિસ્સો હશે. એટલે કે માલવગણે વિક્રમની સરદારી નીચે કે તેના સોગમાં વિશેષ ભાગ ભજવ્યો હશે એટલે જ આ સંવનું બીજું નામ “માલવસંવત ” પણ છે.* (૩) વિક્રમસંવત વિક્રમ સંવત –આને અર્થ વિક્રમ સંવત-વિક્રમાદિત્યને સંવત એવો થાય છે. આ શબ્દ એમ સૂચન કરે છે કે શકવિજેતાદળને જે નાયક હશે તેના નામથી આ સંવત પ્રવર્તે છે. વિદ્વાને પણ માને છે કે માલવગણે શકને હરાવ્યા. એ ખરું, પણ તેને પણ કોઈ નાયક તો હશે જ ના? જે તેનો નાયક તેનું જ નામ વિક્રમાદિત્ય. રાજાઓના નામથી સંવત ચાલુ થયા હશે ત્યારે માલવસંવને બદલે વિક્રમ સંવતને વિશેષ પ્રધાનતા મળી હોય તે તે સંભવિત છે. - વિક્રમસંવતના ઉલ્લેખવાળા જૂનામાં જૂના શિલાલેખો અને ગ્રંથે નીચે મુજબ છે. (1) વિ. સં. ૭૯૪ (ઈ. સ. ૭૩૮) કા, વ. ૦)) રવિ જયેષ્ઠા નક્ષત્ર સૂર્યગ્રહણ. ડે, ફલીટ વગેરે વિદ્વાને આ શિલાલેખને બનાવટી માને છે. –(કાઠિયાવાડના ધિનકિ ગામથી મળેલ દાનપત્ર, ઈનડીયન એન્ટીકરી. પુ. ૧૨ પૃ. ૧૫૫; પુ. ૧૯, પૃ. ૩૫) (૨૩) વિ. સં. ૮૧૧ (ઈ. સ. ૭૫૪). વિ. સં. ૮૨૬ (ઈ. સ. ૭૬૯). –(આકર્યોલેજિકલ સર્વે ઓફ ઈન્ડિયાનો રીપોર્ટ પુ. ૨ પૃ. ૬૮ તથા ૨૬૬) (૪) વિ. સં. ૮૯૮ વૈ. શુ. ૨ રવિવાર (ઈ. સં. ૮૪૧) –(ધાલપુરમાંથી મળેલ રાજા ચંડસેન ચૌહાણને શિલાલેખ-ઈન્ડિયન એન્ટીકવેરી પુ. ૧૯ પૃ. ૩૫; ભારતીય પ્રાચીન રાજવંશ પુ. ૨, પૃ. ૩૮૬). (૧) વિ. સં. ૯૮૯, શાકે ૮૫૩, ખરસંવત્સર ૨૪. 1 – દિગંબર આચાર્ય હરિણકૃત બ્રહકથાકેલ) (૨) વિ. સં. ૧૦૨૯ (ઈ. સ. ૯૭૨)-(મહાકવિ ધનપાલકૃત પાઈએલચ્છીનામમાલા) (૫) વિ. સં. ૧૦૫૧ (ઈ.સ. ૯૯૪)–દિગંબર આચાર્ય અમિતગતિકૃત રત્નસદેહ) વીરનિર્વાણસંવતને પ્રારંભ કાર્તિક શુદિ એકમથી થાય છે. તેનાં ૪૭૦ વર્ષ જતાં એટલે વી. નિ. સં, ૪૭૧ ના કા. સુ. ૧ થી વિક્રમ સંવતને અને ત્યાર પછી ૧૩૫ વર્ષ પાંચ મહિના જતાં એટલે વી. નિ. સં. ૬૦૬ ના ચૈ. શુ. ૧ થી શકસંવતને પ્રારંભ થયો છે. આ રીતે વી. નિ. સં. ૬૦૬ ચિત્ર શુ. ૧, વિ. સં. ૧૩૬ ચૈત્ર શુ. ૧ અને શક સં. ૧ ચિત્ર શુ. ૧ એક દિવસે પડે છે. જે હિન્દી વિક્રમ સંવતનો પ્રારંભ ૭ મહિના આગળ માની લઈએ તો ૧૩૬ વર્ષ પછી એટલે હિન્દી વિક્રમ સંવત ૧૩૭ ચિત્ર શુ. ૧ ના દિને, અને જે વિક્રમ સંવતને પ્રારંભ પાંચ મહિના પછી માનીએ તો ૧૩૫ ૨૫ બીજા ગણરાજ્ય તથા રાજાના સિક્કાઓમાં પણ જૂનાચનાનાં નયઃ (૧૫), ચોથાળી ગયઃ (૧૫૦), મહેન્દ્રગિત કરિ (૧૭૬), બચતુ કૃષ: (૨૩૫) વગેરે શબ્દો તે જયવંત વ એવા અર્થમાં વપરાયેલા છે. ૨૬ ડો. ત્રિભુવનદાસ લ. શાહ માલવસંવતનો પ્રારંભ ઈ. સ. ૫૩૧ માને છે. --(પ્રાચીન ભારતવર્ષ ભા. ૪, પૃ. ૯૨, ૧૮૬) - For Private And Personal Use Only
SR No.521597
Book TitleJain_Satyaprakash 1944 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size120 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy