________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ કમાંક ૧૦૦-૧-૨ છે. આ શબ્દ જ એમ સૂચન કરે છે કે આ સંવત માલવગણના સંગઠનના ફળરૂપે છે. વિદ્વાને પણ માને છે કે શકના વિજયમાં વિક્રમાદિત્યને માલવપ્રજાને માટે સહકાર મળે હશે. જો કે શરૂમાં આ સંવત ખાલી સંવત કે કૃતસંવત તરીકે શરૂ થયો હશે, પણ સમય જતાં ગુપ્તસંવત વગેરે બીજા સંવત શરૂ થયા ત્યારે તેનાથી જુદે પાડવાને માટે આ સંવતની પહેલાં કેના યુદ્ધમાં મેં વિજય મેળવનાર માલવગણ કે વિક્રમનું નામ જોડાયેલ હશે. માલવસંવત સ્વતંત્ર મળે છે તેમ કૃતસંવત સાથે જોડાયેલે પણ મળે છે. માલવસંવના ૪૬૧, ૪૮૧, ૪૦૩ અને ૫૮૯ ની સાલના શિલાલેખ મળે છે.
--(જુઓ ભારતીય પ્રાચીન લિપિમાલા પૃ. ૧૬૬) શ્રીયુત રખાલદાસ વંઘોપાધ્યાય માલવગણને પરિચય નીચે મુજબ આપે છે.
માલવજાતિ ઘણું સમયથી ભારતવર્ષને ઉત્તર અને પશ્ચિમ પ્રદેશમાં રહેતી હતી. સિકંદરે પંજાબના આક્રમણમાં માલવજાતિ સાથે યુદ્ધ ખેલ્યું હતું. વરાહમિહિરની બૃહત્સંહિતા ૧૪–૨૭ માં પણ આ જાતિનો ઉલ્લેખ મળે છે. આ જાતિ અવન્તી દેશમાં આવી વસી એ કારણે એ દેશનું નામ માલવદેશ પડયું છે. આજે પણ યુક્તપ્રદેશ અને પંજાબમાં મ નામનાં ઘણું નગરો-ગામો છે. જયપુર રાજ્યના નાગર ગામ પાસેના જૂના ખંડેરમાંથી માલવજાતિના ગોળ તથા ચોખંડા બ્રાહ્મી અને ખરોટ્ટી લિપિમાં ખોદાયેલ તાંબાના લગભગ ૬૦૦ સિક્કા મળ્યા છે. પુરાતત્ત્વવિદો માને છે કે આ સિક્કાઓ ઈ. સ. પૂર્વેની બીજી સદીથી ઈ. સ. ની ચોથી સદી સુધીના છે. આ સિક્કાઓમાં કેટલાક માલવગણના સિક્કાઓ છે અને કેટલાએક માલવજાતિના સિક્કાઓ છે. માલવગણના ગાળ કે ચોખંડા સિક્કાઓ જ આઠ પ્રકારના મળે છે, જેની બન્ને બાજુનાં ચિહ્નો નીચે પ્રમાણે છે. ૧ A સૂર્ય, B વૃક્ષ
| ૫ A વૃક્ષ, B સાંઢ ૦] ૨ A વૃક્ષ, B ઘડો
૬ A વૃક્ષ, B રાજાનું માથું ૩ A વૃક્ષ, B ઘડે ૦||
| ૭ A વૃક્ષ, B મેર ૪ A વૃક્ષ, B સિંહ []
૮ A વૃક્ષ, B સૂર્ય, નદિપાદ, સર્પ વગેરે. માલવગણના સિક્કાઓમાં પહેલી બાજુ “મારવાનાં કાર” અથવા વાર મારવાનાં કાઃ અક્ષરે કોતરેલા છે.
માલવજાતિના રાજાઓના સિક્કાઓમાં એક બાજુ રાજાઓનાં નામે અને બીજી બાજુ વૃક્ષ ઘટ વગેરે કોતરેલ છે.
–(પ્રાચીન મુદ્રા પૃ. ૧૪૩ થી ૧૪૭) આ ઉપરથી સમજી શકાય એમ છે કે અહીં વૃક્ષ (કલ્પવૃક્ષ) અને ઘટ (કામકુંભ) એ દાનના, વૃક્ષ અને નન્દિપાદ તે સંગઠન અને રાજ્યની શીતલ છાયાના, અને સિંહ સાંઢ અને સૂર્ય તે વિક્રમ–પરાક્રમ–ઓજસ તથા વિક્રમાદિત્યના અને માત્રઘાનાં નવ
૨૪ વિદિશામાંથી મળેલ તત્કાલીન ગેળ કે ચોખંડા સિક્કાઓનાં ચિહ્નો નીચે મુજબ છે ૧. A હાથી, સ્વસ્તિક. B વૃક્ષ, ઉજજૈન, નંદિપાદ, સૂર્ય, (પોટીનના) [] ૨. A હાથી
B ઉજજૈન, વૃક્ષ ૩. A સિંહ, નંદિપાદ B ઉજજૈન, વૃક્ષ
(તાંબાના) [] ૪. A સિંહ, સ્વસ્તિક સો સાત વાસ B ઉજજૈન, વૃક્ષ, નંદિપાદ (પિટીનનાં) [] ૧. A હાથી, શંખ, ઉજજૈન B વૃક્ષ (પિટીનનો) ૦ ૨. A હાથી, શંખ. ઉજજૈન B વૃક્ષ (તાંબાના) []
-(પ્રાચીન મુદ્રા પૃ. ૨૧૮, ૨૧૯)
(તાંબાના) |
For Private And Personal Use Only