________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિકમ–વિશેષાંક] સમ્રાટ વિક્રમાદિત્ય
[૧૨૩ વંશને ઉલ્લેખ પુરાણોમાં પણ છે. કદાચ ગઈ મિલે આંધની શાખા હેય. આંધ્ર અને કાનું યુદ્ધ પણ આ કાળથી શરૂ થયું હશે. –(કેમ્બ્રીજ હિસ્ટરી ઓફ ઈન્ડિયા પુ. ૧).
પં, કલ્યાણવિજયજી મહારાજ ગંભીર વિચારણું પછી સાફ સાફ જાહેર કરે છે કે –
આ. કાલકનો ભાણેજ અને ભરૂચને રાજા બલમિત્ર એ જ આપણો સંવતનાયક શકારિ વિક્રમાદિત્ય છે. સંસ્કૃત ભાષામાં બલમિત્રને પર્યાય વિક્રમાદિત્ય જ છે. બલમિત્રે શકેને હટાવીને માળવાને આઝાદી આપી હતી. અને પાંચ વર્ષ પછી ફરી શકાનો હલ્લે થયો, જેમાં પ્રજાએ વિજય મેળવ્યું. ત્યારથી માલવસંવત શરૂ થયો છે. ભૂલવું ન જોઈએ કે શાલિવાહને જે ભરૂચના રાજા નરવાહન પર આક્રમણ કર્યું હતું તે બલમિત્રને માંડલિક રાજા હત–વીરનિવણસંવત ઔર જેન કાલગણના, પૃ. ૫૩ થી ૬૦.).
પરંતુ પંન્યાસ શ્રી કલ્યાણવિજ્યજી મ. ના આ નિર્ણયની સામે પણ ઘણી દલીલો થઈ શકે તેમ છે, જેમકે –
જૈન ચરિત્રગ્રંથોમાં વિક્રમને ગર્દભવંશીય તથા ગભિલ્લનો પુત્ર માન્યો છે. પુરાણોમાં પણું તે સમયે ગર્દભવંશ બતાવ્યો છે. બલમિત્ર નથી તો ગર્દભવંશને કે નથી ગર્દભિલને પુત્ર.
બલમિત્ર, નહપાન, ગભિલ અને શકેને વષમેળ પણ બંધબેસતું નથી.
બલમિત્ર શકની સાથે ઉજજેન આવ્યો માટે શકમિત્ર છે. પછી તે શકારિ કે માલવને ગણનાયક બન્યો હોય તેના પુરાવા મળતા નથી. *
વિક્રમ્ પછી પાંચ વર્ષે વિક્રમસંવત્ નહીં કિન્તુ માલવસંવત્ ચાલ્યો તે પછી બલમિત્ર વિક્રમ સંવતને નાયક કઈ રીતે થઈ શકે ?
એટલે કે બલમિત્રને સંવત પ્રવર્તક વિક્રમાદિત્ય માનો એ પણ વિશેષ સંશોધનની અપેક્ષા રાખે છે.
વિક્રમાદિત્ય થયે છે ખરે? ઉપર જણાવેલા બધા મતભેદો જોયા પછી વાસ્તવિક રીતે વિક્રમાદિત્ય નામને કઈ રાજા થયો છે કે નહીં એ જ ભ્રમણું ઉત્પન્ન થાય તેમ છે. માટે અહીં તે તપાસી જોઈએ.
વિક્રમ રાજા થયા છે એ બતાવનારાં પ્રાચીન–અર્વાચીન પ્રમાણે નીચે મુજબ છે –
(૧) વિવિધતીર્થકલ્પના પ્રતિષ્ઠાનપુરકલ્પ અને પ્રબંધકેલના સાતવાહનપ્રબંધના આધારે એમ નક્કી થાય છે કે–વિક્રમ વૃદ્ધ થયો ત્યારે પઠણમાં હાલ નામે શાલિવાહન રાજા થયો હતો. આ બન્ને રાજાઓ વચ્ચે લડાઈ થઈ હતી અને તેમાં વિક્રમ તાપી નદીની ઉત્તરે અને શાલિવાહન તાપી નદીની દક્ષિણે રાજ્ય કરે એવી સંધિ થઈ હતી. આ બને જૈનધર્મી રાજાઓ હતા અને બન્નેએ પોતપોતાના સંવત ચલાવ્યા હતા.
હાલ રાજાએ આ. કાલક કે તેમના શિષ્ય સાગરક્ષમણ પાસેથી દેવસૂચિત પિતાના પૂર્વભવનું સ્વરૂપ અને મુનિદાનનું ફળ જાણું દાનધર્મમાં વધારે ધ્યાન આપ્યું. તેણે ચાર કોડ સ્વર્ણ દ્રવ્યથી તે ચાર ગાથાઓ જ ખરીદી હતી. પ્રબંધચિંતામણિમાં લખ્યું છે કે આ હાલ રાજાએ ગાથાસપ્તશતી સંગ્રહગ્રંથ બનાવ્યો, જે ગ્રંથમાં વિક્રમાદિત્ય માટે આ પ્રમાણે ગાથા છે
संवाहणसुहरसतोसिएण देतेण तुह करे लक्खं । चललेण बिकमादित्तवरिअं अणुसिक्खियं तिस्सा ॥ ६४ ॥
For Private And Personal Use Only