________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિક્રમ-વિશેષાંક ] માલવપતિ વિક્રમાદિત્ય
[ ૩૨૭ પ્રબલ પુણ્યોદયે જેમને સુવર્ણપુરુષ પ્રાપ્ત થયો છે એવા મહારાજા વિક્રમાદિત્ય વિદ્યાના બહુ શોખીન હોવાથી હમેશાં નવાં નવાં કાવ્યો સાંભળીને, જેવી વિદ્વતા હોય તે પ્રમાણે દાન આપી અને કેની દરિદ્રતા દૂર કરતા. એક દિવસ શ્રી વૃદ્ધવાદિસૂરીશ્વરના વિદ્વાન શિષ્ય સર્વજ્ઞપુત્ર બિરુદ ધારક શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી ગ્રામાનુગ્રામ વિચરતા અવંતીના ઉદ્યાનમાં આવ્યા. એવામાં અવંતીપતિ વિક્રમાદિત્ય ક્રીડા કરવા અર્થે ફરવા બહાર જતા હતા. તેટલામાં સિદ્ધસેનસૂરિશ્વરજીને જોઈ તેમની પરીક્ષા માટે વિક્રમાદિત્યે તેમને મનમાં જ નમસ્કાર કર્યા. સૂરીશ્વરે પણ મનના ભાવે જાણી તરત જ હાથ ઊંચો કરી નૃપતિને ધર્મલાભ આપે. આથી મહારાજાએ સૂરીશ્વરજીને પૂછ્યું કે આપે મને ધર્મલાભ શા માટે આપો? સૂરીશ્વરજી બોલ્યા “હે ભૂપાલ, તમે મને મનથી વંદના કરી તેથીજ ધર્મલાભ આપ્યો છે.' સૂરીશ્વરજીનું આવું અલૌકિક જ્ઞાન જોઈ મહારાજા વિક્રમાદિત્યે ગજ ઉપરથી નીચે ઉતરીને બહુમાન પૂર્વક વંદન કરી તેમને એક કોડ સોનામહોર આપવા હુકમ કર્યો. પણ કંચન અને કામિનીના ત્યાગી ગુરુદેવે તે સોનામહોર ગ્રહણ કરી નહીં વિક્રમાદિત્યે પણ તે સોનામહોરો પાછી ગ્રહણ ન કરી એટલે ગુરુદેવની આજ્ઞાથી તે સર્વે સોનામહોર જીર્ણોદ્વારના કાર્યમાં વપરાઈ. - શ્રી સિદ્ધસેન દિવાકર ત્યાંથી વિહાર કરી અનુક્રમે વિચરતા ઉશ્કારપુર નગરમાં પધાર્યા. અને જનતાને ધર્મોપદેશ આપવા લાગ્યા. એકદા કારપુરના શ્રાવકોએ વિનંતી કરી કે
ગુરુદેવ! અહીં મહાદેવ આદિના મદિરેથી મોટું જિનમન્દિર બંધાવવા દેતા નથી, તે જે આપ મહારાજા વિક્રમાદિત્યને પ્રસન્ન કરી આ કાર્ય કરાવી આપો તે જૈનશાસનની પ્રભાવના થાય. ગુરુ મહારાજે કહ્યું : તમારી શોભા વધવા પામે એવું તમારા ગામને યોગ્ય જિનચૈત્ય હું મહારાજા પાસે જરૂર કરાવી આપીશ. પછી સૂરીશ્વજીએ અવંતી તરફ વિહાર કર્યો, અને અવંતીમાં આવીને વિક્રમાદિત્યને પ્રસન્ન કરવા માટે અપૂર્વ ચાર શ્લોકોની રચના કરી રાજમહેલના દ્વાર પાસે આવીને દ્વારપાળને કહ્યું કે હું મહારાજાને મળવા આવ્યો છું. એમ કહીને પત્ર ઉપર એક શ્લેક લખીને મહારાજા પાસે દ્વારપાળને મોકલ્યો.
"भिक्षदिंदक्षुरायाततिष्ठस्ति द्वारि वारितः।
हस्तन्यस्तचतुःश्लोकः किं वाऽऽगच्छतु गच्छतु ॥" આ શ્લોક વાંચીને વિક્રમાદિત્યે દશ લાખ સોનામહોરો વગેરે મોકલાનીને દ્વારપાળ પાસે કહેવરાવ્યું કે ચાર શ્લેક લઈને ઊભા રહેલા સાધુને રાજસભામાં આવવાની ઈચ્છા હોય તો ભલે આવે અથવા જવું હોય તે ભલે જાય. દ્વારપાળના કહેલા સમાચાર સાંભળીને સેનામહોર લીધા સિવાય સિદ્ધસેનજી રાજસભામાં ગયા અને તેમની સામે ઊભા રહી ગંભીર અર્થ વાળા ચાર શ્લેક બેલ્યા.
આ ચાર શ્લેકે સાંભળી બહુ જ પ્રસન્ન થયેલ રાજા વિક્રમાદિત્યે એકક શ્લેકે એક એક દિશાનું રાજ્ય આપી સૂરીશ્વરજીને પિતાનું સર્વસ્વ રાજ્ય આપવાનો નિશ્ચય કર્યો. ત્યાં વળી સૂરીશ્વરજી પાંચમે શ્લોક બોલ્યા. પણ હવે વિક્રમાદિત્ય પાસે અન્ય કંઈ જ આપવાનું ન રહ્યું એટલે સિંહાસનથી તરત ઊતરીને સૂરીશ્વરને નમીને બોલ્યાઃ આ ચારે દિશાનું મારું રાજય હું આપને અર્પણ કરું છું, તે મારા ઉપર અનુગ્રહ કરી ગ્રહણ
For Private And Personal Use Only