________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ [ કમાંક ૧૦૦-૧-૨ કરે ! ત્યારે શ્રી સિદ્ધસેન દિવાકર બોલ્યાઃ હે વિક્રમાદિત્ય, માતા, પિતા અને લક્ષ્મી આદિનો ત્યાગ કરીને ચાલી નીકળેલ અમારા મને સોનું અને માટી સમાન છે. અમે ભિક્ષા કરીને લાવેલા અન્નથી નિર્વાહ કરી સંતોષ માનીએ છીએ, અને જીર્ણ વસ્ત્રથી દેહને ઢાંકીએ છીએ. તેથી હે રાજન ! તારા રાજ્યને લઈ શું કરીએ ? સૂરીશ્વરજીની આ ત્યાગભાવના જોઈ વિક્રમાદિત્યે સર્વાના ધર્મની વારંવાર પ્રશંસા કરી કહ્યું: હે પૂજ્ય ગુરુદેવ ! મારા યોગ્ય કાર્ય હોય તે ફરમાવો. ત્યારે સૂરીશ્વરજીની આજ્ઞાથી કારપુરમાં એક ભવ્ય મનહર મોટું મન્દિર શ્રાવકોના કહેવા પ્રમાણે ભૂપતિએ બંધાવી આપ્યું.
એક વખતે શ્રી સિદ્ધસેન દિવાકર સવારમાં ઋષભદેવ ભગવાનના મંદિરે ગયા ત્યારે ત્યાં ઘણું ગૃહ, દર્શનાર્થે આવેલા સૂરીશ્વરજીને આનંદપૂર્વક ચૈત્યવંદન કરી નમુત્થણું આદિ પ્રાકૃત સૂત્રોથી વંદન કરતા જોઈ હસવા લાગ્યા અને બોલ્યા કે આટલાં વર્ષો સુધી આ સૂરિજી ઘણું શાસ્ત્રને ભણ્યાં છતાં કેમ આ પ્રકારે પ્રાકૃત ભાષાનાં સૂત્રથી અરિહંત ભગવંતની રસ્તુતિ કરે છે. ગૃહનાં આ વચન સાંભળીને સૂરીશ્વરજી લજજા પામ્યા. અને તેમના મનમાં વિચાર આવ્યો કે શ્રી તીર્થંકરદેએ કહેલાં અને ગણધરદેવેએ રચેલાં સર્વ શાસ્ત્રો અર્ધમાગધી=પ્રાકૃત ભાષામાં છે તે સુત્રોને પ્રાકૃત ભાષામાંથી સંસ્કૃત ભાષામાં ઉતાર્યો હોય તો તેનું કેટલું ગૌરવ વધે? આમ વિચારી તેમણે નવકાર મન્ત્રનું “નમોડરિદ્વાજાપાશ્ચરર્વત્તાપુખ્ય ” એ પ્રમાણે સંસ્કૃત રૂપાંતર કર્યું. આમ શરૂઆત તો કરી, પરંતુ તેમને વિચાર આવ્યો કે પૂજ્ય ગુરુદેવને પૂછીને આ કામ કરવું વધારે ઈષ્ટ છે. તેની પોતાના ગુરુ શ્રી વૃદ્ધવાદિસૂરીશ્વરજી પ્રતિષ્ઠાનપુરે બિરાજતા હતા ત્યાં આવીને પિતાને વિચાર નિવેદિત કર્યો. સિદ્ધસેન દિવાકરના આ વિચારો જાણી વૃદ્ધવાદિસૂરીશ્વરજી ખેદયુક્ત બોલ્યા કે હે આર્ય ! ચૌદ પૂર્વ આદિ અનેક શાસ્ત્રોના પારગામી ગૌતમસ્વામી આદિ ગણધરભગવોએ બાળ, સ્ત્રી, અલ્પબુદ્ધિવાલાઓના ઉપકારાર્થે પ્રાકૃત– અર્ધમાગધી ભાષામાં જ સર્વ સિદ્ધાત-શાસ્ત્રો રચેલાં છે. જે સંસ્કૃત ભાષામાં સૂત્રો રચ્યાં હોય તો સામાન્ય જનતાને સમજવાં કઠિન થઈ પડે અને તેથી સમાજ અજ્ઞાન રહી જાય. શ્રી તીર્થકરે તથા ગણધરભગવોએ જે કર્યું છે તે લાભાલાભની દષ્ટીએ ઉચિત જ કર્યું છે. આ પ્રકારે વિચાર કરવાથી તમે શ્રી તીર્થકરોની અને આગમોની આશાતના કરી અત્યંત પાપ ઉપાર્જન કર્યું છે તેથી તમારે સંસાર સમુદ્રમાં ભ્રમણ કરવું પડશે. પૂ. ગુરુમહારાજનાં આ વચન સાંભળીને ભવભીરુ શ્રી સિદ્ધસેન દિવાકરજી બેલ્યા: હે ગુરુમહારાજ! મેં અજ્ઞાનપણે આ પ્રમાણે આચરણ કર્યું છે. તે આ પાપથી છૂટવા મને એગ્ય પ્રાયશ્ચિત્ત આપે. શિષ્યની આવી નમ્રતાપૂર્વકની પ્રાર્થના સાંભળીને શ્રી વૃદ્ધવાદિજી બોલ્યાઃ હે આર્ય ! તારા જેવાને પારાંચિત પ્રાયશ્ચિત્ત આપવું જોઈએ. તેથી જે તે બાર વર્ષ સુધી ગુપ્ત-અવધૂત
૧. ૧ આલોચન, ૨ પ્રતિક્રમણ, ૩ ઉભય, ૪, વિવેક, ૫ કાર્યોત્સર્ગ, ૬ તપ, ૭ છે. ૮ મૂલ, ૯ અનવસ્થાપ, અને ૧૦ પારાંચિત-આ પ્રકારનાં પ્રાયશ્ચિત્તમાંથી દશમું છેટલું પારાશ્રિત નામનું પ્રાયશ્ચિત્ત કરવા ગુરુમહારાજે આજ્ઞા ફરમાવી. આ પ્રાયશ્ચિત્તની એવી આમન્યા છે કે બાર વર્ષ સુધી ગ૭ સમુદાય બહાર ગુપ્ત રહી દુષ્કર તપશ્ચર્યા કરી અરણ્યમાં વિચરવું અને અતમાં એક પૌઢ પ્રતાપી ભૂપતિને પ્રતિબોધ.
For Private And Personal Use Only