________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ ક્રમાંક ૧૦૦–૧–૨
આજે અવંતી નગરીમાં જાણે કાઈ અનેરી જાતિ આવી છે. દરબારગઢ અનેક ધજાપતાકા અને તેારણેાથી શણગારાયેલે છે અને ચારેકાર આનંદનું વાતાવરણુ જામ્યું છે. પેલા અવધૂતની સવારી નગરમાં ફરતી ફરતી રાજમહેલે આવી પહોંચી. એટલે શુભ મુક્તે તેને રાજસિંહાસને બેસાડી અવંતીતિ તરીકે જાહેર કર્યાં. અને પ્રજાએ આખા દિવસ આનંદ ઉત્સાહ પૂર્વક પસાર કર્યાં. હવે પછી રાત્રિના સમય થતાં અવધૂત રાજવીના કહેવા પ્રમાણે મન્ત્રીઓએ રાજ મહેલમાં ઠેકાણે ઠેકાણે મેવા-મિઠાઈઓ વગેરેના થાળા ગોઠવીને અને સર્વાંત્ર ખુશોદાર ફૂલો પાથરીને સ` રાજમહેલને દીપકાની શ્રેણીથી શુશાભિત કરી દીધા. અને એ અવધૂતને પોતાના ભાગ્ય ઉપર મૂકી મંત્રીએ પેાતાતાને સ્થાને
ચાલ્યા ગયા.
રાજવી પણ આજુબાજુના સૈનિકાને સાવધાન રહેવાની આજ્ઞા ફરમાવી પેાતાના પલૉંગ ઉપર જાગૃત અવસ્થામાં સૂઇ રહ્યો. બરાબર મધ્ય રાત્રિના સમયે ભયકર ગર્જના કરતા અગ્નિવેતાલ રાજમહેલમાં નવા રાજવીને મારવા રાજમહેલમાં આવી પહોંચ્યા અને ચારે તરફ સ્વાદિષ્ટ મેવા મીઠાઇઓના થાળા વગેરે જોઇ તેને એરાગી શાન્ત થઇ ગયા. જાણે ખાધેલ અન્ન કામ કરતું હોય તેમ તેને થયુંઃ ખરેખર, આ કાઇ મહાપરાક્રમી સત્ત્વશાલી પુરુષ લાગે છે. પછી તે ખાલ્યા હે વીર! તુષ્ટોતૢ (હું તારા ઉપર પ્રસન્ન યે। છું. ) તું આ અવંતીનું સાાજ્ય સુખેથી ભગવ અને નીતિપૂર્વક પ્રજાનું પાલન કર! આ પ્રકારે હંમેશાં મારા માટે બલિની ગાઠવણ કરી રાખજે એમ કહી રાક્ષસ અદૃશ્ય થયા.
પ્રભાતકાળે મન્ત્રીએ તથા પ્રજાજને રાત્રીસંબંધી વૃત્તાન્ત જાણુવા રાજસભામાં આવી બેઠા હતા. તેટલામાં રાજવી રાજસમામાં આવી રાસિંહાસન ઉપર બિરાજમાન થયા અને સર્વ ઘટના કહી બતાવી. મન્ત્રીવર્ગ અને સમગ્ર પ્રજાજનાએ ભૂપતિના પૂનર્જન્મ માની આજને આખા દિવસ મહોત્સવ પૂર્વક પસાર કર્યાં. આ પછી રાજાએ બેત્રણ દિવસ અગ્નિવેતાલ માટે અલિની વ્યવસ્થા રાખી અને છેવટે યુક્તિ અને બળથી તેને વશ કરી પ્રસન્ન કરી લીધા. એટલે અગ્નિવેતાળ કહે રાજા! હું તારા ઉપર પ્રસન્ન થયા છું એટલે ઇચ્છિત વરદાન માગી લે. ભૂપતિ ખેલ્યા, હું વેતાળ ! જો તું સાચે જ પ્રસન્ન થયેા હૈ। તે જ્યારે હું સંભારું ત્યારે તારે પ્રત્યક્ષ થવું એવું વચન આપ. વેતાલ રાજાએ માંગ્યું એ પ્રમાણે વચન આપી અદૃશ્ય થઈ સ્વસ્થાને ગયે.
એક વખતે અવંતીપતિ રાજસભામાં બેઠા હતા. તેટલામાં દ્વારપાલની રજા મેળવી ભટ્ટમાત્ર અંદર આવી નમસ્કાર કરી મેક્લ્યાઃ હૈ મહારાજ વિક્રમાદિત્ય ! તમારા ગુણાને સંભારતા હું આજે તમને મલવા આવ્યા છું. ભટ્ટમાત્રના મુખેથી એકાએક વિક્રમાદિત્યનું નામ સાંભળી મન્ત્રી વગેરે અજાયબ થયા. પછી ભટ્ટમાત્રે વિક્રમાદિત્ય અવતીથી અવધૂતનેા વેશ ધારણુ કરી ગયેલ ત્યારથી પાછા અવતી આવ્યા ત્યાં સુધી ઇતિયાસ સભા સમક્ષ કહી બતાવ્યા. રાજમાતા શ્રીમતી પેાતાને પુત્ર આવ્યાની વાત સાંભળી હવેલી થઇ ગઈ. પછી વિક્રમે પોતાના ચિરપરિચત બુદ્ધિનિધાન મિત્ર ભટ્ટમાત્રને પૂવચનાનુસાર અમાત્ય પદ ઉપર સ્થાપ્યા. મહારાજા વિક્રમાદિત્યના પુણ્યથી અનેક નાના નાના રાજાએ તથા સામતા તેની આજ્ઞા કબુલ કરવા લાગ્યા અને જે જે રાજાએ કે સામતે આનાના અસ્વીકાર કરતા તેઓને શામ, દામ, દંડ અને ભેદ એ ચાર નીતિથી વશ કર્યાં.
For Private And Personal Use Only