SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૩૨૩ વિકમ-વિશેષાંક ] વ્યવહાર સંવને પ્રવર્તક રાજા વિક્રમ ન્યાય મેળવવા તેની મુલાકાત લઈ શકતાં હતાં. તે સંયમી હોવાથી કોઈપણ સ્ત્રી સુદ્ધાં તેની પાસે જવામાં સંકોચ ન પામતી. આનર્તમાં અને આંધ્રપ્રદેશમાં તે જૈનધર્મના ઉમદા સિદ્ધાંતોના સહવાસમાં આવ્યો હતો, પણ અવંતીના રાજ્યાસન પર આવી ગયા બાદ તેને ધર્મ અનિશ્ચિત બની ગયા હતા. તેના હૃદયમાં જૈનધર્મના સિદ્ધાંતની અસર વિશેષ હતી, પણ સાથે સાથે વૈદિક ધર્મની અસર પણ તેને થવા લાગી હોય એ સંભવિત છે. પ્રજાના પ્રાણરૂપ એવા તે રાજાની આ નીતિ રીતિ તેના ઉદાત્ત મહાનુભાવ માનસને આભારી હતી. આથી જ રાજા વિક્રમ “મહાકાલ” શિવ મંદિરનું દેખાતું અપમાન સહન કરી શક્યો નહિ. પણ એ ઉદાત્ત માનસે તેને આચાર્ય સિદ્ધસેન તરફ આકર્થો ત્યારે તેને સ્પષ્ટ સમજાયું કે એ મહાકાલનું મંદિર અવંતીસુકુમાલના “મહાકાલ –મૃત્યુના સ્થાનમાં તેના વડીલ તરફથી બંધાયું હતું, અને તેમાં શ્રી “અવંતી પાર્શ્વનાથની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી, કે જેના પર પાછળથી ધર્માધતાએ “લિગ’નું આચ્છાદાન કર્યું છે. આ પછી તો તે તરત જ સત્યને સમજવા આચાર્યશ્રીના ચરણમાં આવી પડે. આચાર્યું તેનામાં જૂના છુપા રહેલા જૈન સંસ્કાર જગાવ્યા અને તે સાચો તથા સંપૂર્ણ જૈન ઉપાસક બની ગયો. તેણે જેનધર્મના એક મુખ્ય અને મહાન ધામ સમા શ્રી શત્રુંજય તીર્થની એક મેટા સંધ સાથે તીર્થયાત્રા કરી અને ત્યાં જીર્ણોદ્ધારાદિ અનેક ધાર્મિક કાર્યો કર્યા. આ પછી ઉત્તરોત્તર તે જૈનધર્મમાં ચુસ્ત થતો ગયો, પણ તેણે સ્વપ્નમાં ય ધમધતા તો સેવી જ નહિ. વૈદિક જનતા તરફથી કરાતાં વૈદિક ધાર્મિક કાર્યોમાં પણ તેની સહાનુભૂતિ રહેતી. કોઈપણ જાતના ભિન્નભાવ વગર સર્વને સરખા જ રાજ્યાશ્રય આપવો એ તેની ઉદાર ભાવના કયારે ય અપવાદને ધારણ કરતી ન હતી. એને વિવેક કદી પણ નિન્દા કે પરાભવમાં પલટાય તેવો ન હતો. અને તેથી તેની પ્રજા પણ ધાર્મિક વિવાદકે ધર્માધતાથી બહુધા બચી ગઈ હતી, તથા સુખ શાંતિ અને આનંદ ઓચ્છવને ભોગવવા ભાગ્યશાળી બની હતી. તેની પ્રજાના પ્રેમ અને આશિર્વાદથી તે અમર થયો છે, એટલું જ નહિ બલકે તેની પછી થયેલા અન્યાન્ય સંખ્યાબંધ મહાન સમ્રાટોએ તેના નામને પોતાની સાથે જોડી લેવામાં ગૌરવ માન્યું છે. આમ છતાં વિક્રમ તે તે “વિક્રમ 'જ રહ્યો છે. ઈ-કાબધારીઓથી જુદો પાડવા ભલેને કેાઈ વિક્રમને “શકાર” કે “વીર” જેવાં વિશેષણોથી નવાજે, પણ સામાન્ય રીતે તો તે વિકમ જ છે. તે પોતે ચંદ્રવંશીય હોવાથી તેના નામની સાથે “આદિત્ય” સૂર્ય શબ્દનું જોડાણ પણ અવાસ્તવિક હેવાથી અયોગ્ય જ છે. તેમજ તેને સંવત્ ચિત્ર સુદિ ૧ થી જ શરૂ થાય છે, પણ કારતક સુદિ ૧ થી નહિ જ. તેને કારતક સુદિ ૧ થી શરૂ કરવાની પ્રથા કેટલેક સ્થળે દેખાય છે તેનું મૂળ, વીરનિર્વાણુસંવતની સાથે મેળ સાધવા આખા ભારતની વ્યવહારી પ્રજાએ અને સર્વ વર્ણમાં મુખ્યતયા વ્યાપ્ત એવી જેન જનતાએ જે તેને આદર આપે છે તેમાં જ રહેલું છે. આજ સુધી જેનાચાર્યોએ અને જેન પ્રજાએ તેના સૈતિક અને ધાર્મિક ઉચ્ચ જીવનને લઈ તેને પ્રબંધ, ચરિત્ર વગેરેમાં આદર પૂર્વક આલેખવા પ્રયત્ન કર્યો છે, અને આજે પણ તે તેને તેવી જ રીતે આદર આપી રહી છે. તેના સંવતના ૨૦૦૦ વર્ષની સમાપ્તિમાં જૈન અને અન્ય આર્ય પ્રજા તેનાં નૈતિક તથા ધામિક જીવનને યાદ કરી સર્વ રીતે પિતાને ઉત્કર્ષ–આત્મકલ્યાણ સાધે એટલું ઈચ્છી, આ લઘુ આલેખન હું સમાપ્ત કરું છું. For Private And Personal Use Only
SR No.521597
Book TitleJain_Satyaprakash 1944 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size120 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy