SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ રાતના રાજા વિક્રમે પેાતાના બલ-પરાક્રમનેા ઉપયાગ રાજ્યનેા વિસ્તાર કરવામાં કે અન્ય પ્રજાના દમનમાં ન વાપરતાં પ્રજાનાં સુખ અને જગતની શાંતિ વધારવામાં જ કર્યાં હતા. તેને રાજઅમલ પ્રતાપી હતા, પણ તે પ્રજાનું રક્ષણ કરવાં જ, નહિ કે ખાલી ધાક બેસાડી પ્રજાના માનસને ધ્રુજાવવામાં. તે પોતે પરિશ્રમી જીવન જીવતા. તેનું ગૃહસ્થ જીવન ઘણું જ સુ ંદર હતું, તે વિલાસી કે એશઆરામી ન હતેા. પ્રજાના કલ્યાણમાં તે આખી સતત ઉજાગરા વેઠતા. અંધેર પહેડી એાઢી તે નગરચર્ચાએ નિહાળતા, શૂન્ય સ્થાનમાં રખડતા અને જુગારખાનાં વગેરે અનીતિનાં પાષક સ્થાનામાં ટેલ મારી આવતા. વખતે વેશપલટા કરી જ્યાં ત્યાં ભળ જઇ સત્ય હીકત મેળવવા પણ તે પુષ્કળ મથતા. પરિણામે તેના રાજ્યમાંથી ચેરી, વ્યભિચાર, જુગાર વગેરે અનીતિ પ્રાયઃ ઉખડી જવા પામી હતી. તેનામાં રહેલા અપૂર્વ સત્ત્વના બળે અગ્નિવૈતાલ વગેરેની દિવ્ય શક્તિએ પણ તેને સતત મદદ કરી રહી હતી. રાન્ત વિક્રમે ક્ષહરાટ, શક વગેરેને પરાસ્ત, શાંત કે અનુકૂલ કરી દીધા હતા. આ ક્ષત્રિય શ્રૃતિઓ, કે જે પશ્ચિમ ભારતમાં વસતી હતી, તે સ્વેચ્છા પૂર્વક તેના રાજ્યને અને રાજવને વધાવી રહો હતી, વખાણી રહી હતી. આમ તે પશ્ચિમ ભારતનેા રાજકર્તા બન્યાં હતા. ખીજી તરફ તે આંધ્રનૃપતિને જામાતા (જમાઇ) હાવાથી તેની સાથેને સહકાર આજે ઘણા જ વધી પડયેા હતેા. તેને પુત્ર વિક્રમચરિત્ર પણ સૌરાષ્ટ્રના રાજાની કુંવરીતે પરણ્યા હતા અને તેથી ત્યાં પણ સત્ર સમાધાન હતું. તેના રાજત્વકાલમાં યુદ્ધ કે ઉપદ્રવ જેવું નહિવત્ જ હતું. તે પ્રજાને ચાહતા હતા; તેની વત્સલતા અપાર હતી. પ્રજા પણ તેને ચાહતી હતી; તેની છત્ર છાયા નીચે પ્રજા પેાતાને નિર્ભય માનતી. તેના રાજ્યનાં તેર વર્ષ વીત્યાં એટલામાં તે તે દેવાંશી અને પ્રજાના પ્રાણ રૂપ ગણાવા લાગ્યા. અને તેથી જ તેની પ્રજાએ તેના નામથી ‘સંવત્ ' પ્રવર્તમાન કરી દીધા હતા. આ સમયથી એટલે વી. નિ. સં. ૪૭૦ થી તેના નામે ભારતની કાલગણનામાંની એક સુપ્રસિદ્ધ ચિરસ્થાયી કાલગણુના શરૂ થઈ. શ્રી મહાવીરનિર્વાણુથી ચાલતો કાલગણના કરતાં આ વિક્રમના નામે શરૂ થયેલી કાલગણનાનું ક્ષેત્ર વધારે વિશાલ હતું. જીવનના બધા ય વ્યવહારમાં તેને સ્થાન હતું, જ્યારે મહાવીરની નિર્વાણુ ગણનાને પ્રાયઃ ધામિક ક્ષેત્રમાં જ ગણવામાં આવતી હતી. આ નવા સંવત્ માલવગણના નામે ચઢાવવા તેણે પ્રયત્ન કર્યાં, પણ તેના રાજ્યની પ્રજા તેના વ્યક્તિત્વ પર એટલી બધી મુગ્ધ હતી કે તેણે એ સવા ‘વિક્રમ'ના નામથી જ વ્યવહાર કર્યાં. ચૠણ વગેરે અન્યવંશી રાજાઓએ ભલેને એ સંવત્ પર આચ્છાદન નાખવા કે તેને સાવ ભૂČસવા પ્રયત્ન કર્યો . હાય, પણ છેવટે તા આ સંવત્ આજ સુધી અમર જ રહ્યો અને તેણે વિક્રમના ઉપરોક્ત વ્યક્તિત્વને અનુપમતાની મ્હાર છાપ મારી. એ વ્યક્તિત્વ વિષે કાંઇક આલેખન આ સ્થળે પ્રાસંગિક જ નહિ પણ મહત્ત્વનું છે; કયા કારણે આ સંવત્ આટલે અધેા ચિરસ્થાયી અને વ્યાસ છે તે તેથી સમજાશે. રાજા વિક્રમ એ પરદુઃખભજક વીર પુરુષ હતા. પરોપકાર કરવામાં તે પેાતાની જાતને નિર્ભયપણે સમર્પવામાં સદા તત્પર રહેતા. પેાતાની પ્રજાને ન્યાય આપવામાં તેની ચીવટ અપૂર્વ હતી. ગમે તેવા પ્રસંગેામાં તે સમતાલપણું સાચવી રાખતા. સૌ કાઇ સુખેથી For Private And Personal Use Only
SR No.521597
Book TitleJain_Satyaprakash 1944 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size120 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy