________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માલવપતિ વિક્રમાદિત્ય
લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી નિરંજનવિજયજી
[[ પ્રસ્તુત જીવનરેખા, અધ્યાત્મકલ્પદ્રુમ અને સંતિક તેત્ર આદિના પ્રણેતા “કૃષ્ણસરસ્વતી’ બિરુદ ધારક પૂ. આ. મુનિસુંદરસૂરીશ્વરના શિષ્ય પંડિત શ્રી શુભાશીલ ગણિએ ખંભાતતીર્થમાં વીર નિ. સંવત ૧૯૬૦ (વિક્રમ સં. ૧૪૯૦)ના માહ સુદી ૧૪ને રવિવારે રચેલા વિક્રમચરિત્ર”ના આધારે બે-ચાર પ્રસંગોને અનુલક્ષીને દરેલ છે. ]
કેવી રમણીય આ નગરી છે ! એક બાજુ ક્ષિપ્રા નદી મંદ ગતિએ વહી રહી છે. નગરીમાં પ્રવેશ કરવાના રસ્તાઓની બન્ને બાજુનાં એઝ અશોક વગેરે વૃક્ષે જાણે અતિથિઓનું સ્વાગત કરી શીતલ વાયુ વડે પથિકનો શ્રમ દૂર કરે છે. આ નગરી અવંતીસુકુમારના નામથી પ્રસિદ્ધિ પામી છે. શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માના સમયે ત્યાં ચંડપ્રદ્યોત રાજાનું શાસન ચાલતું હતું. ચંડપ્રદ્યોત પછી અનુક્રમે નવનદે, ચન્દ્રગુપ્ત, અશોક તથા જૈનધર્મને આરાધકે સંપ્રતિ મહારાજા વગેરે શાસનપતિઓ થયા. ક્રમે કરીને ગન્ધર્વસેન રાજા ત્યાં થયો. તેને એક ભતૃહરિ અને બીજે વિક્રમાદિત્ય એમ બે પુત્રો હતા. એકદા ફૂલરોગથી રાજાનું મરણ થવાથી મન્ત્રીઓએ પાટવી કુમાર ભર્તુહરીને રાજ્યાભિષેક કર્યો અને વિક્રમાદિત્યને યુવરાજપદે સ્થાપ્યો. ભર્તુહરી રાજ્યગાદીએ આવ્યા પછી ન્યાયનીતિ પૂર્વક પ્રજાનું પાલન કરવા લાગે. એકદા પટરાણી અનંગસેનાએ વિક્રમની અવજ્ઞા કરવાથી તે એકાકી તરવાર લઈ અવંતીમાંથી ચાલી નીકળ્યો. આ તરફ ભર્તુહરિને સ્ત્રીઓના માયા પ્રપંચને અનુભવ થવાથી સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉદ્દભવ્યો એટલે અમાત્યો તથા મુખ્ય પૌરજનોએ ઘણું વિનવ્યા છતાં એ રાજવૈભવનો ત્યાગ કરી અરણ્યમાં એકાકી ચાલ્યા ગયા.
ત્યાર પછી મંત્રીઓએ રાજાના સંબંધીઓમાંથી કોઈને ગાદીએ બેસાડવાનો નિશ્ચય કર્યો. પરંતુ રાજગાદી થોડો વખત રાજા વગરની રહેવાથી અમિવૈતાળ નામને અસુર તેના ઉપર અધિષ્ઠિત થઈ ગયો. મન્ની વગે શ્રીપતિ નામના પુરુષને ગાદીનશીન . પણ રાત્રીના સમયે અગ્નિવૈતાળે તેને મારી નાખ્યો.આ રીતે જે કઈને ગાદીએ બેસાડવામાં આવે તેને તે રાત્રીએ મારી નાખત. પ્રધાનવર્ગે એની શાતિ માટે વિવિધ અનુષ્ઠાને કર્યા પણ તે બધાં નિષ્ફળ નિવડ્યાં.
આ બાજુ રાજવૈભવ છોડીને ચાલી નીકળેલે વિક્રમ એકદા એક ગામમાં ગયો. ત્યાં એક ઓટલા ઉપર કેટલાક માણસો સાથે એક ભમહારાજ બેઠા હતા અને લેકેના પ્રશ્નોના પ્રત્યુત્તર આપી મનોરંજન કરાવતા હતા. તેને જોઈને વિક્રમને થયું, આ કેાઈ જ્ઞાની પુરુષ લાગે છે. એટલામાં ભટ્ટમહારાજની દૃષ્ટિ પણ અવધૂત વિક્રમ ઉપર પડી અને તે વિચારવા લાગ્યો કે આ કોઈ અવધૂત નથી પણ કોઈ રાજકુમાર લાગે છે. ભાવિમાં આનાથી મને જરૂર લાભ થશે. આમ વિચારી ભટ્ટમાત્ર તેને પોતાને ત્યાં લઈ ગયો અને પ્રાતઃકાળે દ્રવ્યને અથ ભટ્ટમાત્ર પણ અવધૂતની સાથે મુસાફરીમાં નીકળે. અનુક્રમે ફરતા ફરતા બને
For Private And Personal Use Only