________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેને સત્ય પ્રકાશ [ કમાંક ૧૦૦-૧-૨ કે આ મહેલમાં એક શાપથી ભ્રષ્ટ થયેલ દેવકન્યા છે. સાહસ કરી આ કડાઈમાં જે ઝંપલાવે તેને તે પરણે ને તેની સાથે સે વર્ષ સુધી રહે. તેને મેળવવા હું અહીં ઊભો છું, પણ હિંમત ચાલતી નથી. રાજાએ ચોરને ૫૦૦ મહાર આપી ને તે સ્થાન બતાવવા કહ્યુંચાર સાથે ત્યાં બળતી કડાઈમાં ઝંપલાવ્યું. દેવકન્યા અમૃતથી રાજાને સજીવન કર્યો ને વિવાહ કરવા જણાવ્યું. રાજાએ ત્યાં ઘણા સમયથી ઊભા રહેલા માણસ સાથે વિવાહ કરવાનું કહી વિદાય માંગી.
૩. એકદા કાશીથી બે બ્રાહ્મણ આવ્યા હતા. તેને દેશનું રાજાએ સ્વરૂપ પૂછ્યું. તેઓએ કહ્યું કે સર્વ રીતે અમારે દેશ સારે છે છતાં એક દુઃખની વાત છે. અમારા દેશમાં એક આંધળો રાક્ષસ આવ્યો છે. તેને સંતોષવા માટે અમારા રાજા રોજ તેલની બળતી કડાઈમાં પડે છે, ને રાક્ષસને પારણું કરાવે છે. રાક્ષસ પછીથી તેને સજીવન કરે છે. જ્યાં સુધી પોતાનું પારણું ન થાય ત્યાં સુધી રાજાના સોનાથી ભરેલા સાત ઓરડા ખાલી કરી દે છે, ને પારણું થયા પછી ભરી આપે છે. બ્રાહ્મણે સાથે વિક્રમ ત્યાં ગયો. રાજાને બદલે પોતે કડાઈમાં પડે. રાક્ષસે પારણું કર્યું. તે શ્રાપથી આંધળે થયો હતો તે શ્રાપ આજ પૂર્ણ થયો ને દેખતે થયો. તેણે વિક્રમને પૂછ્યું તું કોણ છે ? વિક્રમે પિતાની ઓળખ આપી. તેણે કહ્યુંઃ માંગ. વિક્રમે કહ્યું કે આ રાજાને હવે કડાઈમાં ન પડવું પડે અને તેના સેનાના એારડા ભર્યા રહે તેમ કર ! તે વધારે ખુશી થયે ને વિક્રમની પ્રશંસા કરવા લાગ્યો.
" (૪) પાત્ર પરીક્ષા : વ્યવહારનિપુણતા
વિક્રમાદિત્યમાં પાત્રની પરીક્ષા કરવાની સારી શક્તિ હતી. તે કોઈ પણ મનુષ્યને પગ પરથી પિછાણી શકતા, અને તેની કદર કરો.
૧ રાજાએ એક દાનશાળા કરાવી હતી. તેમાં પરદેશથી આવતા મુસાફરોને જમાડવામાં આવતા, અને રહેવાની સગવડ અપાતી. આશ્ચર્યની વાત તો એ હતી કે કેટલાક વખતથી ત્યાં જે જે મુસાફરો રાતે સૂતા તે સર્વ મરણને શરણ થતા. આ વાતની રાજાને ખબર પડી. તેની તપાસ માટે પોતે ત્યાં આવ્યો અને ખુલ્લી તરવારે છૂપાઈ રહ્યો. તેટલામાં ત્યાં એક ખૂણુમાં પ્રથમ ધૂમાડો, પછી અગ્નિની વાળા ને પછી જાજવલ્યમાન રત્નની પ્રભાથી શોભિત હજાર ફણાવાળો નાગ નીકળ્યો. સાશ્ચર્ય રાજા જઈ રહ્યો. નાગ સર્વને પૂછવા લાગ્યો કે પાત્ર કેશુ? કોઈ કહે ધમાં તે કઈ કહે ગુણી, કોઈ તપસ્વીને પાત્ર કહે છે કોઈ કીર્તિવાળાને પાત્ર કહે. કોઈના ઉત્તરથી તે નાગને સંતોષ ન થાય ને તે નાગ શાપ દઈ સર્વને મારી નાખે. તે જોઈ વિક્રમ અટક થયો ને કહેવા લાગ્યો.
भोगीन्द्र ! बहुधा पात्रं, गुणयोगाद्भवेद् भुवि ।
मनःपात्रं तु परमं, शुद्धश्रद्धापवित्रितम् ॥ નાગે વરદાન માગવા કહ્યું. રાજાએ સર્વને જીવાડવા વિનવ્યું.
૨ એક વિધવા બ્રાહ્મણીને જારથી કન્યા થઈ. બાઈ તેને ફેંકવા ચાલી, માર્ગમાં એક દુઃખી માણસ પડયો હતો તેની સાથે અથડાયું. તે બોલ્યોઃ દુઃખીને શા માટે દુઃખ દે છે? તે બેલી, શું દુઃખ છે ? તેણે કહ્યું કે વાંઝીયાપણાનું દુખ છે, તારી પુત્રી મને પરણાવ,
For Private And Personal Use Only