________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિકમ-વિશેષાંક] શકારિ સમ્રાટ વિક્રમના સદગુણે
{ ૩૧૭ અને ચોરી કરી મેળવેલું ને અહીં દાટેલું સેનું લે. બાઈ બોલી: તું મરવા પડે છે, છોકરીને પરણું શું કરીશ? તેણે કહ્યું આ સેનું લઈજા. કન્યા મેટી થાય ત્યારે કોઈને આપી, આ કન્યાથી બાળક થાય તેને મારા પુત્ર તરીકે ઓળખાવજે. એ પ્રમાણે કર્યું. અપકીર્તિની ભીતિથી તેણે બાળક રાજ્યારે ફેંકી દીધું. રાજાએ કોઈની પાસે બાળકને મોટો કરાવ્યો. અપુત્રીયા રાજાનું તેને રાજ્ય મળ્યું. એક વખત શ્રાદ્ધ કરતાં નદીમાં પિંડદાન દેવા તે ગયો ત્યારે નદીમાંથી ત્રણ હાથ બહાર આવ્યા ૧-ચારને, ૨ જારને, ને ૩ રાજાને વિક્રમને પૂછવામાં આવ્યું કે તે બાળક ને પિંડદાન કરે? વિક્રમે કહ્યું ચેરને પિંડ આપે.
૩ એક કુલપુત્ર કોઈ એક ગામમાં પરણ્યો હતો. તેની સ્ત્રી પિતાને ત્યાં આવતી નહીં એટલે બધા તેને નિગુણુ કહી હસતા. એક વખત તે પિતાના મિત્ર સાથે સાસરે ગયો. માર્ગમાં યક્ષનું મન્દિર આવ્યું. યક્ષના પ્રભાવથી સ્ત્રી વશ થઈ. સ્ત્રીને લઈ પિતાને ઘેર આવતો હતો. સ્ત્રીને મૂકી એકલે યક્ષને નમવા ગયે. યક્ષે સ્ત્રીની લાલસાથી તેનું માથું કાપી નાખ્યું. બહુ વખત થયો એટલે તેને મિત્ર તેની તપાસ માટે ત્યાં ગયો. તેનું પણ માથું કપાઈ ગયું. સ્ત્રી આવી. તેણીએ વિચાર્યું મારા ઉપર અપવાદ આવશે, એટલે છરે લઈ આપઘાત કરવા લાગી. યક્ષ પ્રસન્ન થયા અને કહ્યું સાહસ ન કર. સ્ત્રીએ કહ્યુંઃ આ બન્નેને છવાડ. યક્ષે કહ્યું જેની જેની પાઘડી હોય તેના તેના માથા ઉપર મૂક. તેમાં થયો ફેરફાર બને જીવતા થયાં પણ ધડ અને માથા જુદાં જુદાં. બન્ને વિવાદ કરવા લાગ્યા કે આ મારી
સ્ત્રી આ મારી સ્ત્રી. વિક્રમને પૂછવામાં આવ્યું, સ્ત્રી કોની ? વિક્રમે કહ્યું, જે ધડ ઉપર તેના પતિનું માથું છે તેની. સર્વ અંગમાં પ્રધાન મસ્તક છે,
(૫) મનઃ શુદ્ધિ માટે પ્રયત્નશીલતા અને નિરભિમાનતા રાજા પિતાના મનમાં ખોટા વિચારો ન આવે, કોઇના પ્રત્યે અન્યાય ન થાય તે માટે હંમેશ સચેત રહેતે ને ગર્વથી દૂર રહેતો.
૧શેરડીના રસની પ્રસિદ્ધ વાત વિક્રમ માટે પણ સંભળાય છે. કોઈ વખત પિતાની સમૃદ્ધિ, શક્તિને, ઉદારતાને તેને ગર્વ થઈ આવત તો વિદ્વાનોના વચનથી તે તરત અભિમાન તજી દેતે.
(૬) ધાર્મિકતા વિક્રમને કયો ધર્મ શ્રદ્ધાનો વિષય હતું તે ચર્ચાસ્પદ રહેશે. છતાં ઐતિહાસિક દષ્ટિએ તે વાત વિચારતાં એટલું નક્કી જણાઈ આવશે કે જેનધર્મ પ્રત્યે તેને આદર વિશેષ હતો. તેનાં અનેક કારણે છે; વિક્રમના વખત સુધી આર્યાવર્ત માં જૈન ધર્મને અવિચ્છિન્ન પ્રભાવ ચાલુ રહ્યો હતો. અન્ય ધર્મનું જેર જાણ્યું ન હતું. વિક્રમ જે પરમ્પરામાં થયે તેમાં જેનધર્મ પ્રચલિત હતો. વિક્રમના પૂર્વજો ચુસ્ત જૈન હતા. વિક્રમને જૈન મુનિઓને વિશેષ પરિચય હતો. આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજીએ તેના હદય ઉપર પ્રભુત્વ મેળવ્યું હતું, ને તેમના ઉપદેશથી જૈનધર્મનાં અનેક કાર્યો કર્યાં હતાં. તે સર્વ હકીકતો ઘણેભાગે પ્રસિદ્ધ છે. તે ટૂંકમાં આ પ્રમાણે છે
શ્રી સિદ્ધસેનસૂરિજીને વિક્રમે પૂછ્યું હતું કે મારા જેવો કઈ જેન રાજા થશે કે નહીં? મહારાજે ઉત્તર આપ્યો હત
For Private And Personal Use Only