________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૨ ].
શ્રી જેને સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ [૧૫] “સિદ્ધસેન દિવાકરાચાર્ય ગચ્છ સંબંધી એક ઉલ્લેખ” (લે. સારાભાઈ મણિલાલ નવાબ) શ્રી જૈન સત્ય પ્રકાશના ક્રમાંક ૮૦ માં છે.
આ સિવાય બીજા પણ અનેક લેખો લખાયેલા હોવા જોઈએ, અને હજુ પણ નવા નવા લખાતા જાય છે. આ ઉપરથી જૈન-જૈનેતર આલમમાં શ્રી સિદ્ધસેન દિવાકર પ્રત્યે કેટલું બધું બહુમાન હતું, તે દેખાઈ આવે છે.
ઉપસંહાર–આચાર્ય સિદ્ધસેન દિવાકરજી એટલા બધા પ્રખર વિદ્વાન અને મહાન તિર્ધર રિપુંગવ હતા કે તેમણે જૈન સાહિત્યમાં એક નવો યુગ ફેલાવ્યો એમ કહેવામાં લેશમાત્ર અતિશયોક્તિ ન કહેવાય. એ મહાપુરુષ-જૈનશાસનની ભાગવતી પ્રવજ્યા
અંગીકાર કરી, આદર્શ જીવન જીવી, શાસનની અનુપમ પ્રભાવના કરી, સાહિત્ય ક્ષેત્રમાં પિતાનો ફાળે સમર્પણ કરી, વિક્રમાદિત્ય અને દેવપાલ જેવા રાજવીઓને પ્રતિબંધ કરી, દિવાકર પદવીને યથાર્થ દીપાવી, કરેલ પ્રતિજ્ઞાનું દઢ રીતે પરિપાલન કરી, તર્કશાસ્ત્રને જાગતું જીવતું કરી, ભાવી પ્રજાને પિતાનો વારસો અર્પણ કરી, “
રોત્' એ પૂર્વોતર ગત પદને જાહેરમાં મૂકી, સંસ્કૃતને ખૂબ પ્રચાર કરી, પ્રાકૃત-સંસ્કૃતમાં અનેક ગ્રંથો રચી, હજારો જીવોને ધર્મમાર્ગમાં જોડી, જૈન શાસનને વિજયવાવટો દશે દિશામાં ફરકાવી, પરમ પાવન તીર્થાધિરાજ શ્રી શત્રુંજય-ગિરનાર આદિ મહાતીર્થોના સંઘો કઢાવી, પ્રૌઢ ગ્રન્થને ગુથી–પિતાનું કલ્યાણ કરી ગયા.. સર્વ પ્રાણુઓ તેમના આ આદર્શ જીવનને સન્મુખ રાખી પિતાના આત્માનું કલ્યાણ સાધે એ જ અંતિમ અભ્યર્થના !
=
==
==
=
0
=
=
===
=
=
=
–
તૈયાર છે
શ્રી જૈન સત્ય પ્રકાશની ત્રીજા, ચોથા, પાંચમા, સાતમા અને આઠમા વર્ષની છૂટી તથા બાંધેલી ફાઈલ તૈયાર છે. મૂલ્યછૂટી દરેકના બે રૂપિયા; બાંધેલી દરેકના અઢી રૂપિયા. વર્ષ પહેલાંના છૂટક આઠ અંક મૂલ્ય ૧–-૦ ) વર્ષ બીજાનાં છૂટક દસ અંક મૂલ્ય ૧–૧૦–૦ $ મળી શકશે. વર્ષ છઠ્ઠાનાં છૂટક દસ અંકે મૂલ્ય ૧-૧૦-૦ )
શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેશિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ.
B
રા =
=
=
=
For Private And Personal Use Only