________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ [ કમાંક ૧૦૦–૧-૨ છે. શ્રીમુનિરત્નસૂરિજીએ અમમ ચરિત્રમાં સિદ્ધસેન દિવાકરની સ્તુતિ કરી છે. શ્રી પ્રદ્યુમ્નસુરિજીએ સમરાદિત્ય સંક્ષેપમાં અને પ્રભાચંદ્રસૂરિએ પ્રભાવચરિત્રમાં સિદ્ધસેનની સ્તુતિ કરી છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યો સિદ્ધસેન દિવાકરની કૃતિઓ સામે પિતાની વિન્મનોરંજક કૃતિઓને પણ “અશિક્ષિત મનુષ્યના આલાપવાળી' જણાવી છે, અને સ્વરચિત સિદ્ધહેમશબ્દાનુશાસન વ્યાકરણમાં આવતા બીજા અધ્યાયના “ s s = (૨–૨–૩૧) ” એ સૂત્રના ઉદાહરણમાં “ મનુસિંદિરે સવ: ” એ પ્રયોગ વડે સિદ્ધસેનને સર્વોત્કૃષ્ટ કવિ તરીકે સ્વીકારેલ છે.
વાચકવર્ય શ્રીયશોવિજયજી મહારાજે સિદ્ધસેન દિવાકરના સમ્મતિતકને ઉલ્લાસપૂર્વક ઉલ્લેખ કર્યો છે, અને ઉપયોગ બાબતમાં ત્રણે આચાર્યોને નિર્દોષ ઠરાવ્યા છે. તદુપરાંત સ્વરચિત આઠ પ્રભાવકની સઝાયમાં આઠમાં કવિપ્રભાવક તરીકે તેમને ઉલ્લેખ કર્યો છે.
શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ પ્રત્યેનો આદરભાવ દિગમ્બર જૈન પંડિતોમાં પણ દેખાય છે. તેઓએ પણ તેમના પ્રત્યેનો ભક્તિભાવથી પિતાના ગ્રન્થમાં ઉલ્લેખ કર્યો છે
હરિવંશપુરાણ'ના પ્રણેતા શ્રી જિનસેનસૂરીશ્વર, તત્ત્વાર્થસૂત્ર પર “રાજવાર્તિક નામની ટીકા રચનાર અકલંકદેવે, “પાર્શ્વનાથચરિત્ર'ના કર્તા શ્રી વાદિરાજસૂરિજીએ, ભગવતી આરાધનાના રચનાર શ્રી શિવકેટિએ, રત્નમાલામાં “અનેકાંતમંડન” ના કર્તા શ્રોલમીભકે, સિદ્ધિવિનિશ્ચયના ટીકાકાર શ્રી અનંતવીયે –આ દિગમ્બર આચાર્યોએ શ્રી સિદ્ધસેન દિવાકર સમ્બન્ધી અને તેમના સમ્મતિતર્ક ગ્રન્થ સધી સ્વગ્રન્થમાં ભક્તિભાવથી ઉલેખ કરેલે જણાય છે. વળી સિદ્ધસેન દિવાકરજીના ગ્રન્થો પર દિગંબર પંડિતેએ ટીકાઓ પણ રચેલી છે. આથી સ્પષ્ટ સમજાય છે કે સિદ્ધસેન દિવાકરસૂરીશ્વર પ્રત્યે દિગમ્બરને પણ ઘણે સદ્દભાવ હતો.
સિદ્ધસેન સંબંધી પ્રાચીન એતિહાસિક સાધને–શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિના સમ્બન્ધમાં અનેક જૈન વિદ્વાનોએ વિવિધ ગ્રન્થ લખ્યા છે, તેમાંના જે જાણવામાં આવ્યાં તેની નોંધ નીચે પ્રમાણે છે
(૧) પ્રભાચન્દ્રસૂરિકૃત પ્રભાવચરિત્રમાં શ્રી વૃદ્ધવાદિપ્રબન્ધ. પૃ. ૯૧ થી ૧૩. (૨) શ્રી રાજશેખરકૃત ચતુર્વિશતિ પ્રબન્ધમાં શ્રી વૃદ્ધવાદિ-સિદ્ધસેનપ્રબન્ધ. પૃ. ૨૦ (૩) પંડિત શ્રી શુભલગણિકૃત વિક્રમાદિત્યચરિત્ર. (૪) પૌ. રામચંદ્રસૂરિકૃત વિક્રમચરિત્ર. १-उदितोहन्मतन्योम्नि सिद्धसेनदिवाकरः ॥ चित्रं गोमिः क्षितौ जहे कविराजबुधप्रभाः ।।
--મુનિરત્નસૂરિકૃત અમચરિત્ર. २-तमःस्तोमं स हन्तु श्रीसिद्धसेनदिवाकरः ॥ यस्योदये स्थितं मूकैः रुलूकैरिव वादिभिः ॥
--(પ્રદ્યુમ્નસૂરિકૃત સમરાદિત્યસંક્ષેપ.) (સં. ૧૩૨૪) 3-स्कूरन्ति वादिखद्योताः साम्प्रते दक्षिणापथे ॥ नूनमस्तंगतो वादी सिद्धसेनो दिवाकरः ॥
–પ્રભાચંદસૂરિકૃત પ્રભાવચરિત્ર
For Private And Personal Use Only