SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૮ ] શ્રી જેન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ છંદમાં રચેલ છે. આના કુલ ૪૪ શ્લોક છે. આના પહેલા બે શ્લોકમાં મંગલ અને અભિધેય સૂચન છે. અને છેવટના બે લેકમાં ગ્રંથકર્તાએ દીક્ષા સમયે ગુરુએ આપેલું કુમુદચન્દ્ર નામ સૂચવેલ છે આ સ્ત્રોત્ર સિદ્ધસેન દિવાકરે શાથી રચ્યું તેનું વર્ણન પૂર્વે આવી ગયું હોવાથી અહીં આલેખ્યું નથી. આ સ્તોત્રની નવમરણમાં આઠમા સ્મરણ તરીકે ગણત્રી કરેલી છે. આ સ્તોત્રના મન્નાસ્નાયો પણ છે, જે “મહાપ્રાભાવિક નવસ્મરણ” નામના શ્રી સારાભાઈ નવાબે બહાર પાડેલ ગ્રંથમાં જણાવ્યા છે. આ સ્તોત્રને ગુર્જર ભાષામાં છોબદ્ધ અનુવાદ બહાર પડેલ છે. (૫) રાજતિરિવાજા--આના કર્તા પણ સિદ્ધસેન દિવાકર હોવાનું સંભળાય છે. બાર અંગ પૈકી પ્રથમ અંગ શ્રી આચારાંગસૂત્ર છે. તેનું પ્રથમ અધ્યયન “શસ્ત્રપરિણા” છે. તેના પર આ ગન્ધહસ્તિવિવરણ બનાવ્યું હતું, તે હાલમાં ઉપલબ્ધ નથી. સિદ્ધસેન દિવાકરનું દ્વિતીય નામ ગબ્ધહસ્તિ હશે તેથી આનું નામ ગધવસ્તિવિવરણ રાખ્યું હોવું જોઈએ. (આ સંબધમાં પ્રાચીન પુરા જોવામાં આવ્યો નથી. સત્ય શું છે તે તે જ્ઞાનીએ જ જાણે). સિદ્ધસેન દિવાકરેની ઉપયોગ સંબંધી માન્યતા પૂજ્ય શ્રી સિદ્ધસેન દિવાકરકૃત સમ્મતિતક ગ્રંથમાં કેવલીને એક સમયમાં બે ઉપયોગ (કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉપયોગ) એક રૂપ જ હોવાની, તથા જ્ઞાન દર્શનની અભિન્નતાની અનેકશઃ યુક્તિઓ દ્વારા પુષ્ટિ કરી છે. પૂજ્યશ્રી જિનભદ્રગણી ક્ષમાશમણે શ્રી વિશેષાવશ્યક મહાભાષ્યમાં સમયાન્તર ઉપયોગનું સ્વરૂપ અનેક યુક્તિઓથી સિદ્ધ કર્યું છે. અને પૂજ્યશ્રી મલ્યવાદીજીએ એક સમયમાં કેવલજ્ઞાન અને કેવલદર્શનોપયોગ બન્નેનું પણ પદ્ય પ્રદર્શિત કર્યું છે. મહાસમર્થ એવા આ ત્રણે ગીતાર્થ મુનિવરોએ પિતા પોતાના વિચારોનું સમર્થન ઘણું જ યુક્તિઓ પૂર્વક કરેલું છે, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવરે પૃથક પૃથક્ નયવિચારની અપેક્ષાએ ત્રણે વિચારેનું અવિસંવાદ સ્વરૂપ શ્રી જ્ઞાનબિન્દુ પ્રકરણની પ્રશસ્તિમાં વર્ણવેલું છે. જૈનધર્મ પ્રત્યેના હાર્દિક ઉદ્દગારો—જન્મથી જેન નહિ છતાં વૃદ્ધવાદી ગુરુના સમાગમથી મિથ્યાત્વને વમી સમ્યકત્વ પામી સંયમમાં રહી શાસનની અનુપમ પ્રભાવના કરનાર સિદ્ધસેન દિવાકર પિતાના હૃદયના હાર્દિક ઉદ્દગારો જણાવે છે કે (૧) હે જિનેશ્વર દેવ ! અમને નિશ્ચય થયો છે કે વિશ્વને પ્રમાણભૂત જે કાંઈ શ્રેષ્ઠ વચનો અન્ય મતના શાસ્ત્રોમાં જોવામાં આવે છે તે સર્વે તમારા ચૌદ પૂર્વ નામના જ્ઞાનરૂપ સમુદ્રમાંથી ઊડી ઊડીને બહાર પડેલાં વચનબિંદુઓ જ છે. (૨) હે નાથ ! ચારે તરફથી વિચાર કરીને દૃષ્ટિપાત કરીએ છીએ તો સર્વે નદીઓ જેમ સમુદ્રમાં પ્રવેશ કરી જાય છે તેમ આપના જ્ઞાનરૂપ સમુદ્રમાં સર્વ દષ્ટિવાળાએને સમાસ થઈ જાય છે, કિન્તુ ભિન્નખિન્ન નદીઓમાં જેમ સમુદ્ર જોવામાં આવે નથી તેમ તમારું જ્ઞાન તે મતવદીઓને ગ્રંથમાં અમે દેખી શકતા નથી. (૩) જે શબ્દ નથી, રૂપ નથી, રસ નથી, તેમ ગબ્ધ પણ નથી, વળી જે સ્પર્શ ૧–નનન નવમુદ્ર ! મારા લંડ્યો મુવë ते विगलितमलनिचया, अचिरान् मोक्षं प्रपद्यन्ते ॥ ४४ ॥ For Private And Personal Use Only
SR No.521597
Book TitleJain_Satyaprakash 1944 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size120 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy