________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૨]. શ્રી જૈન સત્ય પ્રકાશ
[ ક્રમાંક ૧૦૦-૧૨ માગતાં પૂછયું. ગુરુદેવ! આપ અહીં ક્યાંથી ? અને આમ કરવાનું શું પ્રયોજન ? ત્યારે ગુરુવર્ય વૃદ્ધવાદીજીએ કહ્યું ભાઈ ! આ તારે બાદશાહી વૈભવ જેવા અને તારી પાલખી ઉપાડી પાવન થવા આવ્યો છું. ગુરુમહારાજનું ટકોર કરતું વચન સિદ્ધસેન તરત સમજી ગયા, અને બોલ્યાઃ ગુરુદેવ! માફ કરે ! હવે હું સમજ્યો. મેં મોટી ભૂલ કરી. આ મેજશોખમાં હું મારું સર્વસ્વ હારી ગયે. આપ ન મળ્યા હોત તો મારું કેટલું અધઃપતન થાત ! હે પ્રભો ! હવે મને પ્રાયશ્ચિત્ત આપી શુદ્ધ કરે. વૃદ્ધવાદીજીએ કહ્યું- હે સિદ્ધસેન ! તને આટલો બધે પશ્ચાત્તાપ થાય છે, તે જોઈ મને ઘણો જ આનંદ થાય છે. એ જ ખરું પ્રાયશ્ચિત્ત છે. હવે તું આ રાજવૈભવને છોડી દે અને આત્મધ્યાનમાં તહલીન થા, અને હજારે જીવને સન્માર્ગે જોડનાર થા. એમ આશિવાદ આપી વૃદ્ધવાદીજી અન્યત્ર વિહાર કરી ગયા.
આ પ્રસંગ પ્રભાવક ચરિત્રમાં બીજી રીતે વર્ણવ્યો છે, તેમાં વૃદ્ધવાદીજી સિદ્ધસેનને એક ગાથાનો અર્થ પૂછે છે. સિદ્ધસેન તેનો અર્થ કરી શક્તા નથી. પછી વૃદ્ધવાદીજી તેને ખરો અર્થ સમજાવે છે અને એ રીતે સિદ્ધસેનજીને ગુરજીનો સાક્ષાત્કાર થાય છે અને પિતે પિતાની ભૂલને સમજે છે.
સૂત્રો સંસ્કૃતમાં રચવાની ભાવના : પાચિક પ્રાયશ્ચિત્ત-ગુરુવર્યની કૃપાથી પુનઃ પ્રતિબોધ પામેલા સિદ્ધસેન દિવાકરછ સંયમમાર્ગમાં સ્થિર થઈ ગ્રામાનુગ્રામ વિચરતાં ભૃગુકરછ પધાર્યા. એકદા તેમને વિચાર ઉદ્દભવ્યો કે તીર્થંકર ભગવતેએ અર્થરૂપે પ્રરૂપેલાં અને પૂજ્ય ગણધર ભગવંતોએ સુત્રરૂપે અર્ધમાગધી ભાષામાં ગુંથેલા આગમોને સંસ્કૃત ભાષામાં બનાવી દઉં તે, તે આગમનું કેટલું બધું મહત્ત્વ વધે? આ કાર્ય સંઘની અનુમતિ લઈને કરાય તે સારું, એમ વિચારી સંઘ સમક્ષ સિદ્ધસેન દિવાકરે પોતાના વિચારે જણાવ્યા કે આપણું પરમ પવિત્ર આગમો પાકૃતભાષામાં છે તેને પૂર્વાન્તરગત “તમોતલિદાવાધ્યાયણનાપુરની માફક સંસ્કૃતમાં કરી નાખવાની મારી ભાવના છે. હું આ માટે શ્રીસંઘની અનુમતિ ચાહું છું. સિદ્ધસેનજીનું આ કથન સાંભળી શ્રમણસંઘ એકદમ ચેકી ઊઠયો. લોકલાગણી ઉશ્કેરાઈ ગઈ. અને દિવાકરજી પ્રત્યે સૌને અણગમો ઉત્પન્ન થયો અને તેમને સ્પષ્ટ સંભળાવી દીધું કેઃ દિવાકરજી! આપના આ વિચારો સાથે અમે લેશમાત્ર સમ્મત થતા નથી. આ અકર્તવ્ય વિચારને આપના અંતઃકરણમાં સ્થાન આપી આપે તીર્થકર ભગવંતની, ગણધરોની અને જિનપ્રવચનની ઘોર આશાતના કરી છે. તીર્થકર ભગવંતેએ અને ગણધરાદિએ જે કાંઈ કર્યું છે તે ઉચિત જ કર્યું છે. તેમાં એક અક્ષર પણ આપણુથી ફેરફાર થઈ શકે નહીં. આપના આ વિચારોથી અમને બહુ જ ખેદ થાય છે. આપના જેવા આવું કરશે તો ભવિષ્યમાં બીજાઓ પણ આનું અનુકરણ કરશે, માટે આનું આપને મોટામાં મોટું પ્રાયશ્ચિત્ત કરવું પડશે. અને તે માટે શાસ્ત્રાનુસાર આપ “સંઘબાહ્યની
૧. આ વિચાર પિતાના ગુરુમહારાજને સિદ્ધસેન દિવાકરે જણાવ્યું અને પ્રાયશ્ચિત પણુ ગુરુમહારાજે જ આપ્યું એમ પણ કેટલાએક પુસ્તકમાં વાંચવામાં આવે છે.
૨. કેટલાએક એમ માને છે કે આ કૃતિ સિદ્ધસેન દિવાકરની સ્વતંત્ર કૃતિ છે અને કેટલેક સ્થળે વાંચવામાં પણ તેમજ આવે છે, પરંતુ તે પ્રમાણે નથી. પૂર્વાન્તર્ગત આ વાક્ય છે. તેને જાહેરમાં મૂકનાર સિદ્ધસેન દિવાકર છે. આ તેમની પોતાની કૃતિ નથી. એટલા જ માટે “નમોડસ્તુ “વિરાટોરન’ની માફક “નમોહેં' પણ અત્યારે સાધ્વીગણ તેમજ શ્રાવિકાવર્ગ બલી શકતા નથી.
For Private And Personal Use Only