________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિકમ-વિશેષાંક ] મહાન તિર્ધર સિદ્ધસેન દિવાકર [ ૩૦૩ મોટી શિક્ષાને પાત્ર થયા છો. સંઘનું આવું વક્તવ્ય સાંભળી સિદ્ધસેન આભા જ બની ગયા. પિતાના સરલ વિચારથી પણ સંઘને આટલી બધી અપ્રીતિ થઈ, તેથી તેમને બહુ દુઃખ થયું. તેમણે સંધ સમક્ષ ક્ષમાપ્રાર્થના કરી અને જે પ્રાયશ્ચિત્ત આપો તે કરવા હું તૈયાર છું” એમ જણાવ્યું. સંઘે સ્થવિરને પૂછયું કે આનું શું પ્રાયશ્ચિત્ત હોઈ શકે? સ્થવિરે જણાવ્યું કે–જે બાર વર્ષ સુધી ગચ્છને ત્યાગ કરી, ગુપ્ત જેનલિગે રહી, દુષ્કર તપ તપે, એ પારાચિંક પ્રાયશ્ચિત્તથી જ મહાદોષથી દૂષિત થયેલ એવા આ મુનિવર શુદ્ધ થાય તેમ છે, બીજી રીતે તે નહીં જ. એમાં એટલે અપવાદ છે કે તે દરમ્યાનમાં જે શાસનની કઈ મહાન પ્રભાવના કરે તો તેટલાં વર્ષની અંદર પણ પિતાનું પદ પામી શકે. સિદ્ધસેન દિવાકરે આ પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કર્યો, અને સંઘવીની અનુજ્ઞા લઈ સાત્ત્વિકશિરોમણિ સિદ્ધસેન ગચ્છને ત્યાગ કરી પ્રાયશ્ચિત્તની પૂર્ણાહુતિ કરવા ત્યાંથી ગુપ્તવેશમાં ચાલી નીકળ્યા.
શાસનની પ્રભાવના : પ્રગટ થયેલ અવતી પાર્શ્વનાથ-ગુપ્ત વેક્ષમાં સિદ્ધસેન જંગલમાં દિવસો વ્યતીત કરી રહ્યા છે. આજકાલ જતાં સાત યા બાર વર્ષનાં વહાણું વાઈ ગયાં. જગત તો સિદ્ધસેન દિવાકર છે કે નહીં એ જ જાણે ભૂલી ગયું છે. સિદ્ધસેન દિવાકર હવે વિક્રમાદિત્યને પ્રતિબંધિવા એક દિવસ અવધૂતના વેશમાં ઉજયિનીના મહાકાળેશ્વર મંદિરમાં આવી મહાદેવની સન્મુખ પગ કરી પોતાના અડ્ડો જમાવી બેઠા છે. પ્રભાતને સમય એટલે કે મહાકાળેશ્વરના દર્શનાર્થે આવી રહ્યાં છે. મંદિરમાં એક અવધૂતને આ રીતે જોઈને જાણે હાહાકાર મચી રહ્યો. મંદિરના પૂજારીઓ જાણે ન્હાવરા જ બની ગયા. આખી ઉજજયિનીમાં વાત પ્રસરી ગઈ કે કેાઈ અવધૂત મહાકાળેશ્વરના મંદિરમાં આવી મહાદેવના સન્મુખ પગ કરી બેઠે છે; નથી તેને મહાદેવને ભય કે નથી તેને વિક્રમ રાજાને ભય. પૂજારીએ આવીને કહ્યુંઃ અલ્યા જોગીડ! ઊઠ, આમ સામા પગ કરીને કેમ સૂતો છે? આ મહાદેવ કે પશે તે જેમ કામદેવને બાળીને ભસ્મીભૂત કરી નાખ્યો તેમ તને પણ બાળીને ભસ્મીભૂત કરી નાખશે. પણ સાંભળે છે જ કેણિ? એ તે ધ્યાનમાં મગ્ન હોય તેમ સ્થિર જ રહ્યા. એટલે નિરુપાય પૂજારીએ રાજદ્વારે જઈને ખબર આપી. રાજસેવકે ત્યાં આવી પહોંચ્યા. તેમણે બાવાને ઉઠાડવા માટે ઘણું ઘણું મહેનત કરી. પણ તેમાં તે ફાવ્યા નહીં. ત્યારે રાજસેવકે ચાબુકનો માર મારવા માંડ્યા. અહીં જ્યાં ચાબક મારે છે કે તે વિક્રમરાજાના અંતાપુરમાં રાણુઓને લાગે છે. રાણીવાસમાં કેળાહળ મચી રહે છે. અંત:પુરના રક્ષકે આવીને ચારે તરફ તપાસ કરે છે, પણ કોઈ દેખાતું નથી. છેવટે ખુદ વિક્રમ રાજા ત્યાં આવ્યા. તપાસ કરતાં માલુમ પડ્યું કે મહાકાળેશ્વરના મંદિરમાં કોઈ જટાધારી બાવાને સેવકે ચાબુકના માર મારે છે તે અહીં રાણીઓના બરડામાં વાગે છે. એટલે વિક્રમાદિત્ય મંત્રીમંડલ સહિત મહાકાળેશ્વરના મંદિરે આવી પહોંચ્યો, અને અવધૂતને કહેવા લાગ્યોઃ ગિરાજ ! આ સર્વસંકટહારી મહાદેવનાં દર્શન કરવાને બદલે આપ ઉલટા સામા પગ કરીને આવું અનુચિત કાર્ય કેમ કરે છે ? ઊઠે, આપ મહાદેવને નમસ્કાર કરે અને ક્ષમા પ્રાર્થો. ત્યારે સિદ્ધસેને કહ્યું: રાજન ! આ મહાદેવ મારે નમસ્કાર સહન નહીં કરી શકે. રાજાએ કહ્યું: ભલે ગમે તે થાય. એટલે રાજાની આગ્રહભરી વિનંતીથી સિદ્ધસેને સંસ્કૃત શ્લેકથી સ્તુતિ કરવા માંડી. સ્તુતિની શરૂઆત કરી કે તેમાંથી ધુમાડાના ગેટેગોટ નીકળવા લાગ્યા. સૌના મનને એમ થયું કે મહાદેવજી ખૂબકેપ્યા છે. હમણાં જ આ
For Private And Personal Use Only