SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિકમ-વિશેષાંક ] મહાન જ્યોતિર્ધર સિદ્ધસેન દિવાકર [ ૩૦૧ રિજીને વિનંતી કરી, પ્રભો ! આપ કૃપા કરી હવે અહીં જ સ્થિરતા કરે. આ સર્વસ્વ આપનું જ છે. સિદ્ધસેન દિવાકર પણ રાજાની વિનંતીનો સ્વીકાર કરી ત્યાં જ સ્થિરતા કરીને રહ્યા. ભૂપતિ દેવપાલ તેમની ખૂબ ખૂબ ભક્તિ કરવા લાગ્યું. રાજ્યના સમસ્ત અધિકારીઓ પણ સૂરીશ્વરની આજ્ઞાને શિરસાવંદ્ય ગણવા લાગ્યા અને પ્રજા તે તેમના ચરણકમલમાં શિર ઝુકાવીને તૈયાર જ રહેતી. એકદા રાજાએ સૂરીશ્વરજીને રાજસભામાં આવવા માટે એક સુંદર પાલખી તૈયાર કરાવી. રાજાના આગ્રહથી સૂરીશ્વરજી પણ તેને ઉપભોગ કરવા લાગ્યા, અને જ્યારે જ્યારે રાજસભામાં પધારે ત્યારે ત્યારે પાલખીમાં આરૂઢ થઈને જવા લાગ્યા. પાલખીઓ રાજાના અનુચરો ઉપાડતા અને બન્ને બાજુ રાજસેવકો સફેદ ચામરે વીંઝતા, દિવાકરજીનો જયનાદ પોકારતા. આમ ધીમે ધીમે સૂરિજી સંયમ માર્ગમાં શિથિલ થવા લાગ્યા અને સાધુપણાના સાચા માર્ગને ભૂલી ગયા. ગુરુજીની યુક્તિ: ભૂલનું ભાન-વાયુ વેગે ફેલાતી આ વાત તેમના ગુરુ વૃદ્ધવાદિ સૂરિના કાને આવી પહોંચી કે સિદ્ધસેન રાજશાહી વૈભવમાં લુબ્ધ બની આચારમાં શિથિલ બનેલા છે. તેમને લાગ્યું કે આવું વધુ વખત ચાલશે તો જરૂર તેમનું અધ:પતન થશે. અને બીજા પણ તેમનું અનુકરણ કરવા લાગશે અને જગતમાં ત્યાગધર્મને મહિમા ઊડી જશે. માટે સત્વર તેમને મૂળ માર્ગે લાવવા જોઈએ. એમ વિચારી સમયજ્ઞ બુદ્ધિના સાગર વૃદ્ધવાદીજી જ્યાં હતા ત્યાંથી વિહાર કરી કમરપુર પહોંચ્યા. આ બાજુ સિદ્ધસેન દિવાકર પાલખીમાં બેસી રાજદરબારે જઈ રહ્યા છે. રાજસેવકોએ પાલખી ઉપાડેલી છે. આજુબાજુ ચામરો વીંઝાઈ રહ્યા છે. ભાટચારણે તેમનાં યશોગાન ગાઈ રહ્યા છે. અને લેકનું ટોળું આસપાસ ભેગું થયું છે. આ દશ્ય વૃદ્ધવાદીજીએ પિતાની સગી આંખે નિહાળ્યું, તેમને હૃદયમાં બહુ દુઃખ થયું. અહો ! આવો સમર્થ પણ આવી ભૂલ કરે છે! પછી વૃદ્ધવાદીજીએ સંયમના ચિહ્નભૂત રજોહરણ વગેરેને છૂપાવી દઈ પાલખીની નજીકમાં આવી ઉપાડનારને કહ્યું: ભાઈ! મને પણ લાભ લેવા દ્યો. એમ કહી તેને દૂર કરી તેના સ્થાનમાં પોતે ગેઠવાઈ ગયા, અને પાલખી ઉપાડી ચાલવા લાગ્યા. શિષ્યને ઠેકાણે લાવવા ગુરુને કેટલું સહવું પડે છે! વૃદ્ધત્વની અશક્તિને લીધે ભાર સહન નહીં થવાથી વૃદ્ધવાદીજીને ખભે ઊગે નીચે થવા લાગ્યો. આથી પાલખીમાં બેઠેલા એવો સિદ્ધસેન દિવાકરને પણ ઊંચું નીચું થવું પડયું. એટલે સિદ્ધસેને તે વ્યક્તિને (વૃદ્ધવાદીજીને) ઉદ્દેશીને કહ્યું કે મૂરિમામદાત્રતા ધઃ કૃ તવ વધતિ? (હે વૃદ્ધ, ઘણે ભાર ઉંચકવાથી શું તારે ખભે દુખે છે?) આ રીતે સિદ્ધસેન ઉતાવળથી સંસ્કૃત વાકય બોલી તે ગયા, પણ તેમાં વાધ ને બદલે વાઘતિ એવો અશુદ્ધ પ્રાગ વાપરી દીધો. ગુરુ વૃદ્ધવાદીજી આ ભૂલને સમજી ગયા. પ્રત્યુત્તરમાં વૃદ્ધવાદીજીએ કહ્યું કે-“1 તથા વારે ઘઃ અથા રાષત્તિ’ વાયરે' (તમારા જેવા સમર્થ વિદ્વાન વાપરે ને બદલે રાતિ પ્રયોગ ઉચ્ચારી દે છે, તેથી મને જેટલું દુખ થાય છે, તેટલું દુઃખ ખભા ઉપરના ભારથી થતું નથી.) આ સચોટ જવાબ સાંભળી સિદ્ધસેન દિવાકર તો વિચારમાં જ પડી ગયા. અરે! આ દુનિયામાં એક મારા ગુરુ સિવાય મારી ભૂલ કાઢનાર બીજે કેાઈ પા જ નથી. રખેને મારા ગુરુ મહારાજ તો નથી ? એકદમ પાલખી ઊભી રખાવી, અને જોયું તો પિતાના ગુરુમહારાજ જ લાગ્યા. ગુરુને પાલખી ઉચકતા જોઈ સિદ્ધસેન શરમાયા, અને એકદમ પાલખીમાંથી નીચે ઉતર્યા, અને ગુરુમહારાજના ચરણકમલમાં પડી પુનઃ પુનઃ મારી For Private And Personal Use Only
SR No.521597
Book TitleJain_Satyaprakash 1944 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size120 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy