________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ ઓષધિઓથી બંધ કરેલું છે. તેને ઉઘાડવા માટે ઘણું ઘણું મથ્થા પણ બધા નિષ્ફળ નિવડયા. હવે આપ કંઈ કેશિશ કરે અને સદ્દભાગ્યે કદાચ ઉઘડી જાય તે ના નહીં. તુરત જ સૂરીશ્વરજીએ બારીકાઈથી તેની તપાસ કરી તો તેમને પણ ઔષધિલેપમ્ય સ્થંભ લાગ્યો. તેમણે સુધી સુઘીને ઔષધિઓની પરીક્ષા કરવા માંડી. પછી પોતે પણ કેટલીક વિરોધી ઔષધીઓ મેળવી તેનો લેપ તૈયાર કરાવ્યો. એ લેપને સ્તંભના મુખભાગ પર વારંવાર લગાવતાં તે ખૂલ્યું. અંદર જોયું તે સ્તંભ ઠેઠ સુધી પુસ્તકથી જ ભરેલો હેય તેમ લાગ્યું, ઉપરથી એક પુસ્તક બાર કાઢયું. શરૂઆતનું જ પાનું વાચતાં બે વિદ્યા જોવામાં આવીઃ એક સુવર્ણસિદ્ધિની અને બીજી સરસવીની. પહેલી વિદ્યાના પ્રભાવથી લે પણ સુવર્ણ બની જાય અને બીજી વિદ્યાના પ્રભાવથી મંત્રેલા સરસવ જળાશયમાં નાખતાં હથિયારબંધ સુભટો ઉત્પન્ન થાય. સૂરીશ્વરજીએ તે બે બરોબર ધારી લીધી. બાદ આગળ વાંચવા જતાં શાસનદેવીએ અદશ્યપણે તે પુસ્તક ખુંચવી લીધું, અને જ્યાં હતું ત્યાં ગોઠવી દઈ સ્થંભનું મુખ બંધ કરી દીધું. સૂરીશ્વરજીના બુદ્ધિખજાનામાં બે વિદ્યારત્નની વૃદ્ધિ થઈ
વિઘાને ઉપયોગઃ દિવાકરપદની પ્રાપ્તિ—અને વિદ્યાથી અલંકૃત એવા સિદ્ધસેનસૂરિજી વિહાર કરતા એકદા પૂર્વદેશના કુર્મારપુર નગરમાં પધાર્યા. ત્યાંની જનતાએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. ક્રમશઃ સૂરિજીની પ્રશંસા રાજદ્વારે પહોંચતાં, રાજ દેવપાલ પિતે પરિવાર સહિત વંદનાથે આવ્યા. આક્ષેપણ વગેરે ચાર પ્રકારની ધર્મવ્યાખ્યાથી સૂરિજીએ તેને પ્રતિબોધ પમા. હજુ આચાર્ય મહારાજ ત્યાં સ્થિર હતા એટલામાં ત્યાંના રાજા પર મોટી આફત આવી પડી. વિજયવર્મા નામના રાજાએ ચઢી આવી વિશાલ સૈન્ય સહિત એકદમ મોટું આક્રમણ કર્યું, અને આખી નગરીને ચારે બાજુથી ઘેરી લીધી. આનો સામને કરવા જેટલું સૈન્ય કે સામા દેવપાલ પાસે ન હતું. તે તે ખૂબ જ ગભરાયો. હવે શું કરવું? તે કંઈ સૂઝયું નહીં. સદ્દભાગે સિદ્ધસેનસૂરિજી સ્મરણમાં આવ્યા. તે તેમની પાસે આવ્યો અને સર્વ હકીક્તથી તેમને વાકેફ કરી કહ્યું હે ગુરુવર્ય ! હવે તે આપનું જ શરણ છે. સૂરિજીએ કહ્યું: રાજન ! લેશમાત્ર ગભરાવાની જરૂર નથી. સૌ સારાં વાનાં થશે. બાદ સૂરીશ્વરજીએ બે વિદ્યાના પ્રભાવથી અગણિત દ્રવ્ય અને અસંખ્ય સુભટો ઉત્પન્ન કરી દીધા. રાજા તો એ જોઈને જ ચકીત જ બની ગયો. તેનું ક્ષત્રિય તેજ ઝળકી ઊઠયું. તેણે શત્રુને પડકાર કર્યો. વિજયવર્મા પણ આટલું બધું સૈન્ય દેખીને, હવે આપણે નહીં જીતી શકીએ, એમ વિચારી રવાના થઈ ગયો. દેવપાલે વિજયનાં વાજિંત્રો વગડાવ્યાં, અને આખી નગરીને નિર્ભય કરી દીધી. કામ પતી ગયું એટલે ગુરુવ બધું સંહરી લીધું. પછી દેવપાલ બે હાથ જેડી કહેવા લાગ્યાઃ હે ગુરુદેવ હું શત્રુના ભયરૂપ અંધકારમાં પડયો હતો, તેમાંથી સૂર્ય સમાન આપે મારે ઉદ્ધાર કર્યો. માટે હે પ્રભે! આપનું “દિવાકર” એવું નામ સુપ્રસિદ્ધ થાઓ. એમ કહી સૂરીશ્વરજીને હજારે માનવોની મેદની વચ્ચે “દિવાકર ની પદવી સમપી.
દેવપાલની ભક્તિને દુરુપયેગ–સિદ્ધસેન દિવાકર યશ સર્વત્ર વ્યાપી ગયે. રાજા દેવપાલ અને આખી પ્રજા જાણે તેમની પાછળ ગાંડા બની ગયાં. સૂરીશ્વરજી અને રાજા–પ્રજા વચ્ચે મેહ રાજાના પુત્ર પ્રેમે એટલું બધું જોર અજમાવ્યું કે સૂરીશ્વરજીને ત્યાંથી નીકળવું મુશ્કેલ થઈ પડયું, સ્થિરતા રૂપી સાંકળે જાણે સૂરિજીને જકડી લીધા. આ બાજુ દેવપાલે વિચાર કર્યો કે આવા મહાપ્રભાવશાળી આચાર્ય આપણને વારંવાર મળવાના નથી, માટે હવે તે સદાને માટે તેમને અહીં જ સ્થિરતા કરાવી દેવી. એટલે રાજાએ
For Private And Personal Use Only