________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિકમ-વિશેષાંક ] મહાન તિર્ધર સિદ્ધસેન દિવાકર [ ર૯૭ જરૂર નથી. ભલે તે તેમની બડાશ માર્યા જ કરે, પણ મારી આગળ તેમનું લેશમાત્ર ટ નભવાનું નથી. એ કયે માર્ગે ગયા છે, તે મને બતાવ! ગૃહસ્થ માર્ગ બતાવતાં કહ્યું. આ માર્ગે ચાલ્યા જાઓ, માર્ગમાં જ તમને તે મળશે. સિદ્ધસેને તે તરફ પ્રયાણ કર્યું. અને થોડી વારે તે વૃદ્ધવાદોસૂરિની લગભગમાં આવી પહોંચ્યા. વૃદ્ધવાદીજીની પણ તે તરફ દષ્ટિ ખેંચાણ. મનમાં એમ થયું કે આ કોઈ વ્યક્તિ આટલો બધે ઉતાવળથી આવી રહ્યો છે માટે તેને ઉપદેશ શ્રવણ કરવાની અથવા મને મળવાની તીવ્ર અભિલાષા થઈ હોય એમ લાગે છે. એટલે વૃદ્ધવાદીજી એક વિશાલ વૃક્ષ નીચે બેબી ગયા, અને સિદ્ધસેન ત્યાં આવી પહોંચ્યો એટલે ઉપદેશ દેવે શરૂ કર્યો. એટલે સિદ્ધસેન બે કે હું કંઈ તમારે ઉપદેશ સાંભળવા નથી આવ્યો. મારે તો તમારી સાથે શાસ્ત્રાર્થ કરવો છે. તમે મારી બીક ભાગી આવ્યા છો, પણ હું તમને છોડવાનો નથી. હું કોણ છું એ તમે જાણો છો? હું વાદવિજેતા સિદ્ધસેન છું. મારા નામ માત્રથી વાદીઓના હાજા ગગડી જાય છે. માટે તમે મારી સાથે શાસ્ત્રાર્થ કરે ત્યાં તમારી હાર કબુલ કરી અપ્રતિમમલવાદીપણને આટોપ છોડી દઈ શરણે થઈ જાઓ. અને જે હું તમારી સાથે શાસ્ત્રાર્થ કરવામાં હારી જાઉં તે જિંદગીભર તમારો શિષ્ય થઈને રહું. માટે બતાવો તમારું પાંડિત્ય ! આજે તમારો અપ્રતિમમલ્યવાદીપણને યશ ચૂરચૂર કરી જગતમાં મારી કીર્તિ સ્થાયી કરીશ. સમયજ્ઞ વૃદ્ધવાદીજીને થયું કે આને વિદ્યાનું બહુ જ અજીર્ણ થયું છે. એ છે તે સમર્થ વિદ્વાન અને પ્રતિભાશાલી, પણ સારે સંગ નથી મળ્યો તેથી પિતાની વિદ્વત્તાને કુમાર્ગે ગેરઉપયોગ કરી રહ્યો છે. જે એને કુનેહથી સાચે માર્ગ બતાવવામાં આવે તે જરૂર તે શાસનને મહાન પ્રભાવક થાય, શાસનની લગામ સાચવી શકે, અને વિશ્વમાં જેનશાસનને ડકે બજાવે. આ વિચારથી વૃદ્ધવાદીનું હૃદય તેને સન્માર્ગે લાવવા આકર્ષાયું. પછી વૃદ્ધવાદીજીએ જણાવ્યું કે ભાઈ! શાસ્ત્રાર્થ કરવાની મારી ના નથી, પણ આપણે બન્નેમાંથી હાર કોની થઈ અને છત કેની થઈ, તેનો ન્યાય કરનાર ત્રાહીત કઈ જોઈશેને ? માટે પંચ નક્કી કરો જેથી આપણે બને શાસ્ત્રાર્થ કરી છે, અને જય કે પરાજયનો નિર્ણય કરીએ. સિદ્ધસેનથી તો ઘડીભર પણ ભાય તેમ ન હતું. તેને તો શાસ્ત્રાર્થ કરવાની ખૂબ જ તાલાવેલી લાગેલી હતી. તેને થયું કયાં અત્યારે મધ્યસ્થને ગોતવા જવું? આનાં કરતાં આ જંગલના ગોવાળીઓને જ પંચ તરીકે નીમી દઉં. એમ વિચાર કરી ન્યાય આપવા ગાવાળીઓને બેસાડયા. બાદ સિદ્ધસેને સમયજ્ઞતાના અભાવે વૃદ્ધવાદી સામે વ્યાકરણ, ન્યાય, વેદાન્ત આદિ અનેક ગ્રન્થોનાં પ્રમાણ સાથે, અખલિત ગિર્વાણ ગિરામાં, પિતાના પૂર્વ પક્ષનું સમર્થન કરવા માંડયું. પણ આ સમયે પેલા ગોવાળિયા તો કાનમાં આંગળી દઈને તેની સામે જોઈ જ રહ્યા, અને એક બીજાને કહેવા લાગ્યા કે આ શું બોલ્યા કરે છે એ કંઈ સમજાતું જ નથી. આને તો કંઈ આવડતું નથી લાગતું. એટલામાં સિદ્ધસેનનો પૂર્વપક્ષ પૂરા થયા બાદ સમયજ્ઞ વૃદ્ધવાદીજીએ વિચાર્યું કે આ ભરવાડે આગળ સંસ્કૃતમાં વદવું એ તે ભેંસ આગળ ભાગવત વાંચવા જેવું છે. વળી આ સિદ્ધસેનને પણ યુક્તિથી વશ કરે છે. માટે સમય અને સભાને ઉચિત એવું બોલવું જોઈએ. એમ વિચારી બુદ્ધિના ભંડાર સમયજ્ઞ વૃદ્ધવાદીજીએ કેડે એ બાંધ્યો અને હાથથી તાબેટ વગાડતા, ફેરફુદડી ફરતા, નાચ કરતા, ગેવાળીઆઓને સમજણ પડે એવા ઉપદેશ ભરેલાં પ્રાકૃત પદ્યો રાગ કાઢીને ગાવા માંડ્યાં. આ સાંભળતાં ગોવાળીઆઓ પણ હાથમાં કંડીકાઓ લઈને વૃદ્ધવાદીની સાથે નાચ કરવા લાગ્યા.
For Private And Personal Use Only