________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૮ ]
શ્રી જેન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ વૃદ્ધવાદીજીએ તાલ સાથે હુંબડક–હંબેડા લઈને નીચેનું પદ્ય ગાઈ સંભળાવ્યું
“નવિ મારિઆઈ નવિ ચોરીઅઈ, પરદારહ સંગુ નિવારિઆઈ; થવા દેવું દાઈઅઈ, તલ સર્ગોિ ટુ ટુનું જાઈઈ.”
આ સાંભળી ગોવાળીઆઓ તે બહુ જ ખુશ થઈ ગયા. વાહ ! આ મહારાજ ખરા છે. શું એમનું બેસવું ! શું એમનું નૃત્ય ! અમને ખસવાનું જ મન થતું નથી. પછી ગોવાબીઓને પૂછવામાં આવ્યું કે ભાઈઓ! કેણ જીત્યા અને કેણુ હાર્યા? ત્યારે ગોવાળીઓએ તો ચોખે ચકખું કહી દીધું કે વૃદ્ધવાદ્રીજી જીત્યા અને આ ભાઈ હાર્યા. આથી સિદ્ધસેને કહ્યુંઃ મહારાજ હું હાર્યો અને આપ જીત્યા. હવે મારી પ્રતિજ્ઞાનું પાલન કરાવવા આપને શિષ્ય બનાવો. આ સાંભળી વૃદ્ધવાદીજી બોલ્યા: હે સિદ્ધસેન, આ કાંઈ આપણે વાદવિવાદ ન કહેવાય. ગોવાળીઓને પાંડિત્યની શી કિસ્મત હોય ?
विद्वानेव विजानाति, विद्वदजन परिश्रमम् ॥
नहि वन्ध्या विजानाति, गुर्वी प्रसववेदनाम् ॥१॥ માટે આથી કાંઈ મારી જીત થઈ ન કહેવાય. રાજસભામાં જઈને જ્યારે આપણે પરસ્પર શાસ્ત્રાર્થ કરીએ, અને એમાં જય પ્રાપ્ત કરી શકાય તે જ ખરી છત થઈ કહેવાય. સિદ્ધસેન મહાઅભિમાની હતો છતાં તેનામાં એકવચનીપણુનો મહાન ગુણ હો; બોલ્યા પછી ગમે તેવા વિકટ પ્રસંગમાં આવે તો પણ ફરી ન જાય તેવો તે હતો. તેણે વૃદ્ધવાદીજીને કહી દીધું કે–મહારાજ ! આપ સમયજ્ઞ છો. વ્યવહારકુશલ છો. ખરેખર, આપ જ જીત્યા છો અને હું હાર્યો છું, માટે આપનો શિષ્ય કરે. છતાં વૃદ્ધવાદીજીએ એ વાતનો ઇન્કાર કર્યો. અને બન્ને જણું ગયા ભૃગુકચ્છમાં. ત્યાં રાજસભામાં બન્ને વચ્ચે વાદવિવાદ થયો. ત્યાં પણ સિદ્ધસેનની હાર થઈ અને વૃદ્ધવાદીજીનો વિજય થયો, એટલે તેમણે સિદ્ધસેનને પ્રવજ્યાથી અલંકૃત કરી કુમુદચંદ્ર નામ રાખી સ્વશિષ્ય બનાવ્યા. સિદ્ધસેન આજથી કુમુદચંદ્રમુનિ તરીકે ઓળખાવા લાગ્યા. આ રીતે સિદ્ધસેનની પ્રતિજ્ઞાનું પાલન થયું.
સૂરિપદની પ્રાપ્તિઃ કુમુદચંદ્રને બદલે સિદ્ધસેન-કુમુદચન્દ્રમુનિવર બુદ્ધિના ભંડાર અને પ્રતિભાશાલી હતા. પૂર્વે પણ ન્યાય, વ્યાકરણ, સાહિત્ય,વેદ, ઉપનિષદ્ વગેરે સર્વ શાસ્ત્રના પારંગત હતા. માત્ર આ તરફ જ તેમની પ્રગતિ નહોતી થઈ, તે સદ્દભાગ્ય મળી આવી એટલે સોનું અને સુગંધ બે ભેગાં થયાં ! તે અલ્પ સમયમાં જૈનદર્શનને પૂરેપૂરા જ્ઞાતા થઈ ગયા. વૃદ્ધવાદીજીએ તેમને મહાસમર્થ અને સુયોગ્ય જાણી આચાર્યપદવીથી અલંકૃત કર્યા. અને સંસારીપણાના પૂર્વ નામથી જ જગતમાં પ્રખ્યાત હોવાથી તે વખતે કુમુદચન્દ્રને બદલે સિદ્ધસેન આચાર્ય એ નામથી વિભૂષિત કરી ગ૭નો સર્વ ભાર સુપ્રત કરી પોતે
૧ વૃદ્ધવાદીની સાથે સિદ્ધસેને વાદ કર્યાની હકીકત દરેક કથાનકમાં આવે છે, પણ અન્ય કથાનકમાં આ વાદ ભરૂચની નજીકમાં થયાનું અને તે જ કારણે તે સ્થળે “તાલારાસક” ગ્રામ વસ્યાનું વર્ણન આવે છે, પણ આ પ્રબન્ધમાં આ બન્ને વિદ્વાનોને વાદ ઉજજૈનીની પાસે થયાનું લખ્યું છે. અને ભરુચની પાસે સિદ્ધસેને (આ સ્થળે વૃદ્ધવાદીજીએ એમ જોઈએ) ગેવાલિઆઓને રાસગાઈને ઉપદેશ કર્યાની વાત લખી છે. અમને પણ આ પ્રબન્ધમાં લખેલી હકીક્ત પ્રાચીન અને યથાર્થ જણાય છે.
–(મુનિ શ્રી કલ્યાણવિજયજીકૃત પ્રભાવક ચરિત્રના ભાષાન્તરનું પ્રબન્ધપર્યાલચન પૃ. ૪૯)
For Private And Personal Use Only