________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિક્રમ-વિશેષાંક ] મહાન તિર્ધર સિદ્ધસેન દિવાકર [ રહ્યું
પ્રભાવક તિર્ધર જૈનાચાર્યો' લેખમાં પં. લાલચંદ ભ. ગાંધી જણાવે છે કે
“ ઉજજચિની (માળવા) ના સંવતપ્રવર્તક સુપ્રખ્યાત વિક્રમાદિત્યથી વિશિષ્ટ સત્કાર પ્રાપ્ત કરનાર, દક્ષિણાપથમાં દિવંગત થયેલા સુપ્રસિદ્ધ સિદ્ધસેન દિવાકર.”
મહામહે પાધ્યાય શ્રી ધર્મસાગર ગણિકૃત તપગચ્છ પટ્ટાવલીની પજ્ઞ વ્યાખ્યામાં વિક્રમાદિત્ય અને સિદ્ધસેન દિવાકર સમ્બન્ધમાં જણાવ્યું છે કે
'वृद्धवादी पादलिप्तश्च तथा सिद्धसेनदिवाकरो, येनोज्जयिन्यां महाकालप्रासादलिंगस्फोटन विधाय कल्याणमंदिरस्तवेन श्रीपार्श्वनाथविंबं प्रकटीकृतं, श्री. विक्रमादित्यश्च प्रतिबोधितस्तद्राज्यं तु श्रीवीर सप्ततिवर्षशतचतुष्टये ४७० संजातं ।'
શ્રી જિનવિજયજીના મત પ્રમાણે સિદ્ધસેન દિવાકર ઈ. સ. ની પાંચમી શતાબ્દિ પૂર્વમાં થાય છે. (જુઓ જૈન સાહિત્ય સંશોધક, અંક ૨.)
ડૉ. સતીશચંદ્ર વિદ્યાભૂષણના મત પ્રમાણે સિદ્ધસેન દિવાકર ઇ. સ. પ૩૩ ની આસપાસ થયા. (જુઓ હિસ્ટ્રી ઑફ મેડીવલ સ્કુલ ઑફ ઈન્ડિયન લોજીક.)
ડૉ. હર્મન જેકેબીના મતે સિદ્ધસેન દિવાકર ઈ. સ. ૬૭૭ ની આસપાસ થયા. . ડી. પી. એલ. વૈદ્યના મત પ્રમાણે સિદ્ધસેન દિવાકર ઈ. સ. ૭૦૦ ની આસપાસ અથવા ઈ. સ. ની સાતમી સદીના છેલ્લા ચરણમાં થયા. ( જુઓ પી. એલ. વૈદ્ય લખેલી “ ન્યાયાવતાર ” ની અંગ્રેજી પ્રસ્તાવના.)
આ રીતે સિદ્ધસેન દિવાકરના સમય સંબંધમાં બહુ મતભેદ છે.
જન્મસ્થાન અને માતાપિતાદિ –આ મહાપુરુષના જન્મસ્થાન સબંધમાં કોઈ પણ જાતને ઉલ્લેખ અદ્યાવધિ કઈ પણ સ્થળે દૃષ્ટિગોચર થયો નથી. માત્ર તેમના જીવનચરિત્ર પરથી એમ અનુમાન થઈ શકે છે કે તેમનો જન્મ ઉજજયિનીમાં (અવન્તીમાં) છે તેની આસપાસના નિકટ પ્રદેશમાં થયેલ હોવો જોઈએ. આ મહાપુરુષનું ગોત્ર કાત્યાયન, પિતાનું નામ દેવર્ષિ, માતાનું નામ દેવશ્રી (દેવસિકો), જાત વિપ્ર અને ધર્મ વૈદિક હતા. તેમને સિદ્ધશો નામે બહેન હતી, જેણે પિતાના ભાઈની જેમ જૈનધર્મની પ્રત્રજ્યા સ્વીકારી સ્વજીવનને અજવાળ્યું હતું.
નામકરણ અને વિદ્યાભ્યાસ–બીજના ચંદ્રની જેમ દિવસે દિવસે વૃદ્ધિ પામતા આ બાળકનું નામ માતાપિતાએ સિદ્ધસેન સ્થાપન કર્યું. સતેજ બુદ્ધિ, પૂર્વભવના જ્ઞાનના સંસ્કાર, જ્ઞાનાવરણીય કર્મને તથા પ્રકારનો ય અને અનુકુલ સાધન, પછી બાકી શું રહે ? જોતજોતામાં સિદ્ધસેન પિતાની તીક્ષણ બુદ્ધિથી થોડા જ સમયમાં ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, વેદ, ઉપનિષદ્દ આદિ શાસ્ત્રોને પારંગત બન્યો અને અદ્વિતીય વિદ્વાન તરીકે જગતમાં જાહેર થયો. તેના પિતા વિક્રમાદિત્યના પુરોહિત હતા, એટલે વિક્રમ ની રાજસભામાં પણ તેણે યોગ્ય સ્થાન પ્રાપ્ત કર્યું, અને વિક્રમાદિત્યને અત્યંત પ્રિય થઈ પડ્યો. વિક્રમદિત્યના રાજસભાનાં નવ રત્નોમાં તેમની ગણના થઈ. આમ તેમની સમર્થ વાદી તરીકેની કીર્તિ ચારે તરફ ફેલાઈ ગઈ. ભલભલા પંડિતો પણ તેમનાથી ધ્રુજવા લાગ્યા. - વિદ્યાનું અભિમાન અને ૬૦ પ્રતિજ્ઞા–સિદ્ધસેનને પિતાની વિદ્યાનું અભિમાન થયુંઃ અહો ! અત્યારે દુનિયામાં મારા જેવો સમર્થ પંડિત બીજે કયું છે ? એક વાર દેશે દેશ ફરી સર્વ પડિતાને છતી મારા નામને વિજયડંકા વગડાવું તે જ હું ખરે
For Private And Personal Use Only