________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨]
શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧૨ તેઓ વિક્રમની પહેલી શતાબ્દીમાં થઈ ગયેલા મનાય છે. તેઓ દિગમ્બરાચાર્ય કુન્દકુન્દ અને સમંતભદ્ર એ બન્નેના પહેલાં થયા હોય તેવી સંભાવનાનાં કેટલાંક કારણો છે, તેમજ વેતામ્બર અને દિગમ્બરને પંથભેદ થયા પહેલાં પણ તેઓ થયા હોય તેમ માનવામાં કેટલાંક કારણો છે. તેથી વિક્રમની પહેલી શતાબ્દોમાં તેઓ થયાની જેન પરંપરા ઉપર ગમ્ભીર પણે અતિહાસિકએ વિચાર કરવો જોઈએ. અત્યારે કેટલાક એતિહાસિકે તેઓને વિક્રમની પાંચમી શતાબ્દીમાં મૂકે છે.”
શ્રી મોહનલાલ દ. દેસાઈ પોતાના જે. સા. સં. ઇ.” (પૃ. ૧૦૪)માં જણાવે છે કે –
“(૧૫૦) વિક્રમ (શકારિ) ઉજજયિનીની ગાદીએ આવ્યો. તેને સંવત્ વીરાત ૪૭૦ થી ચાલ્યો ગણાય છે. તેના સમય લગભગ આર્યમંગુ, વૃદ્ધવાદી, સિદ્ધસેન દિવાકર, અને પાદલિપ્તસૂરિ થયાની પરંપરા છે.”
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ” પુસ્તકમાં જણાવ્યું છે કે
મહાવીરના નિર્વાણુ સમયની ચર્ચા પ્રસંગે ઈ. સ. પૂર્વે પ૭ કે પ૬ માં શરૂ થતા વિક્રમસંવત વિષે નિર્દેશ કર્યો છે. જેન વિક્રમચરિત્ર જણાવે છે કે “પિતાની પવિત્ર ભક્તિથી જૈન ગુરુ સિદ્ધસેન દિવાકરની સૂચનાથી વિક્રમે દુનિયાને દેવામાંથી મુક્ત કરી અને પરિણામે વર્ધમાનના સંવતમાં પરિવર્તન થયું. ભવિષ્યના હિંદ માટે તેણે, આજે પણ ઉત્તર હિંદમાં ચાલતા એવા એક ચોક્કસ સંવતની ભેટ કરી. એડગટનના શબ્દોમાં માત્ર જેનોની જ નહિ પરંતુ હિંદુઓની પણું ઘણું સૈકાઓથી આવી જ માન્યતા છે.” (પૃ. ૧૭૦).
ગભિલના વારસ વિક્રમાદિત્ય પ્રતિ જોતાં જેન ઉલ્લેખ જણાવે છે કે, જેના સાહિત્યના પ્રખર તિર્ધર એવા સિદ્ધસેન દિવાકર આ સમયે તેમના દરબારમાં રહેતા અને તેમણે મહાન વિક્રમને તથા મીસીસ સ્ટીવન્સનના શબમાં “કુર્મારપુરના રાજા ” દેવપાલને પણ જેનધર્મ અંગીકાર કરાવ્યાનું જણાવે છે.” (પૃ. ૧૭૨ )
મહાન ઉમાસ્વાતિ વાચક સંબંધમાં આટલી પ્રાસ્તાવિક નોંધ કરી આપણે વિક્રમદિત્યના સમય પ્રતિ નજર કરીશું કે જે દરમિયાન જૈન સાહિત્યના ઇતિહાસમાં સિદ્ધસેન દિવાકર અને પાદલિપ્તાચાર્ય જેવા ઝળકતા સિતારાઓ પ્રકાશ્યા હતા. સિદ્ધસેન અને વિક્રમના ધર્મ પરિવર્તન સંબંધની પ્રાચીન અને દઢ જેન દંતકથાની સત્યતા બાબત આપણે વિચાર કરી ગયા છીએ, તેથી દિવાકરના સમયે બાબતનની વધુ વિગતમાં ઊતરવાની આવશ્યકતા નથી. તેમ છતાં સિદ્ધસેનની દંતકથા અનુસાર તારીખ સાબીત કરવા માટે બે પ્રમાણો વિચારી શકાય. એક તો વાચક–શ્રમણની માફક સિદ્ધસેન પણ દિગંબર અને વેતાંબર અને સંપ્રદાયને માન્ય છે અને બીજું એ બન્નેને નિર્દેશ કરતા ઉલ્લેખ બને સંપ્રદાયમાં પ્રાચીન છે.” (પૃ. ૨૧૬ )
જેનાચાર્યોને ઔપદેશિક પ્રભાવ” લેખમાં મુનિરાજ શ્રી ન્યાયવિજયજી (ત્રિપુટી પૈકીના એક ) જણાવે છે કે
આ (સિદ્ધસેન દિવાકર ) વૃદ્ધવાદિસૂરિના શિષ્ય અને મહાપ્રતાપી રાજા વિક્રમના પ્રતિબંધક-ધર્મગુરુ હતા. એમણે બંગાલના કુર્મારપુરના રાજા દેવપાલને પ્રતિબધી જેન બનાવ્યા હતા.” આમાં આગળ જતાં જણાવે છે કે “તેઓ વિક્રમની પ્રથમ શતાબ્દિના મહાન આચાર્ય હતા.” ઇત્યાદિ
For Private And Personal Use Only