________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાન્ જ્યોતિર્ધર સિદ્ધસેન દિવાકર
લેખકઃ——પૂજ્ય મુનિ મહારાજ શ્રી સુશીલવિજયજી
શ્રી જૈનશાસનના સ્થંભ સમાન, જન્મથી જેન નહીં છતાંય જ્ઞાનપૂર્વક જૈનધર્મને સ્વીકારનાર, સંવતપ્રવર્તાવનાર રાજા વિક્રમના સમકાલીન અને તેના પ્રતિબંધક, બંગાલના કુર્મારપુરના નરેશ દેવપાલના પ્રતિબંધક, જૈનધર્મના પ્રમાણુશાસ્ત્રના મૂલ પ્રતિષ્ઠાપક, સમ્મતિતર્ક, ન્યાયાવતારાદિ વિવિધ ગ્રન્થના પ્રણેતા, પાકૃત સૂત્રને સંસ્કૃત રૂપે બનાવવાની અભિલાષાને જાહેરમાં મૂકનાર, પારાગ્નિત પ્રાયશ્ચિત્તને સ્વીકારનાર, અવંતી (ઉજજયિની)માં જ અવંતી પાર્શ્વનાથની ભવ્ય મૂર્તિને હજારો માણસોની મેદની વચ્ચે વિક્રમરાજાની સમક્ષ મહાદેવના લિંગમાંથી પ્રગટાવનાર, અલૌકિક પ્રતિભાશાલી, સમર્થ વિદ્વાન, જૈનશાસનના આઠ પ્રભાવક પૈકીના એક, અભિમાનના ઉન્નત શિખરે પહોંચી નિરભિમાનને અપનાવનાર, વાદીનું નામ સાંભળતાં જ ત્યાં પહોંચી જનાર, દુનિયામાં સર્વજ્ઞપુત્ર તરીકે સુવિખ્યાત થયેલ, દાર્શનિક તાર્કિક અનેકાતિક એવા શ્રી સિદ્ધસેન દિવાકરના નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. આ લેખમાં આ મહાપુરુષના જીવનના વિશિષ્ટ પ્રસંગે તરફ દષ્ટિપાત કરીશું.
આ મહાપુરુષને સત્તાસમય કયો ? કયા સ્થળે જન્મ? માતા-પિતા કોણ? કયું ગાત્ર? કયા ધર્મ? જન્મ પછી કયા પ્રસંગોમાં મુકાણું ? સ્વવિદ્યાનું કેટલું અભિમાન ? તે વિદ્યાના ગર્વને ઉતારનાર સદ્ગુરુ વૃદ્ધવાદીને સમાગમ કેવી રીતે થયો? સંયમ શી રીતે લીધું? પાકૃતમાંથી સંસ્કૃત કરવા જતાં કેવી કઢંગી સ્થિતિ પ્રાપ્ત થઈ? અવંતીનરેશને શી રીતે પ્રતિબં ? અવંતી પાર્શ્વનાથની મૂર્તિ કઈ રીતે પ્રગટ થઈ ? ધર્મને વિજયધ્વજ કેવી રીતે ફરકાવ્યો ? નૂતન ગ્રંથ કયા કયા રચ્યા ? તીર્થાધિરાજ શ્રી શત્રુંજયને સંધ કેટલા વિશાલ પ્રમાણમાં કઢાવ્યો ? ઈત્યાદિ જોઈશું.
સમય–સંવતપ્રવર્તક વિમાદિત્ય અને સિદ્ધસેન સમકાલીન હોવાની બાબતમાં બહુ મતભેદ છે. કોઈ સિદ્ધસેનને વિક્રમના સમકાલીન કહે છે, કોઈ વિક્રમની ચોથી પાંચમી સદીના વચલા ગાળામાં થયેલા માને છે. કેઈ એથી પણ આગળની સદીમાં જણાવે છે. આ વિષે ઈતિહાસવેત્તા મુનિશ્રી કલ્યાણુવિજયજી (હાલ પંન્યાસ શ્રી કલ્યાણવિજયજી) “પ્રબંધચિંતામણિના ભાષાન્તરના “પ્રબંધાર્યાલચન” (પૃ. ૪૭–૪૮)માં લંબાણથી ચર્ચા કરી છેવટે જણાવે છે કે
આવી રીતે અમારા મત પ્રમાણે સિદ્ધસેન દિવાકરનો સતા સમય ચોથા અને પાંચમા સિકાનો વચલો ભાગ જ અનુકૂળ લાગે છે. કારણ કે પાદલિપ્તસૂરિના પુરગામી આર્યખપટ વિક્રમની પ્રથમ સદીમાં થયાનું સિદ્ધ થાય છે. દિલના પુરોગામી પાદલિતસુરિ વિક્રમના ત્રીજા સૈકાના પૂર્વાર્ધમાં થવાનું સાબિત થાય છે, અને વૃદ્ધવાદીના ગુર ઔદિલાચાર્ય વિક્રમના ચોથા સૈકાના આચાર્ય હતા, એમ પ્રમાણિત થઈ જાય છે, તે સ્કેન્દિલાચાર્યના શિષ્ય વૃદ્ધવાદી અને તેમના શિષ્ય સિદ્ધસેન દિવાકરને ચોથા–પાંચમા સૈકાના વચલા ગાળામાં મૂકવા એ જ યુક્તિયુક્ત ગણાય.”
સમ્મતિતર્કના સંપાદકીય નિવેદનમાં ૫. સુખલાલજી અને બેચરદાસજી જણાવે છે કે“મૂળના (સમ્મતિતના) કર્તા આચાર્ય સિદ્ધસેન દિવાકર છે. જેની પરંપરા પ્રમાણે
For Private And Personal Use Only