________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ દિવસે પ્રભાતે નવું વરસ મનાવે છે. તે દિવસે અન્નકૂટોત્સવ પણ થાય છે.
જૈનધર્મની અનેક પદાવલિઓ મોજુદ છે. આમાંથી કોઈ કઈ પટ્ટાવલિમાં લખ્યું છે કે પહેલા કાલિકાચાર્યજી મહારાજને સ્વર્ગવાસ વીરનિર્વાણ પછી ૩૭૬ વર્ષે એટલે કે વિક્રમ સંવત પૂર્વે ૯૪ વરસે થયો. બીજા કાલિકાચાર્યજીને સમય વીરનિર્વાણ પછી ૪૧૩ વરસે એટલે કે વિક્રમ સંવત પૂર્વે સત્તર વરસે આવે છે. ત્રીજા કાલિકાચાર્યજીએ પર્યુષણ પર્વ—સંવત્સરી પાંચમમાંથી ચોથની કરી, તેનો સમય વીરનિર્વાણ પછી ૯૯ વરસે એટલે કે વિક્રમ સંવત પર ને નક્કી થયો છે. પહેલા કાલિકાચાર્યજી મહારાજે-શ્યામાચાર્યજી મહારાજે પન્નવણુસૂત્રની રચના કરી. - જૈન શ્વેતાંબર તપગચ્છમાં ત્રણ ઈ-સ્તુતિની પ્રરૂપણું કરનાર જૈનાચાર્ય શ્રી રાજેન્દ્રસૂરિજીએ અથાગ શ્રમ ઉઠાવીને “અભિધાનરાજેન્દ્ર કાશ તૈયાર કરેલ છે. આ કોશમાં વાંચવામાં આવે છે કે રાજ ગર્દભિલ્લો સમય વીરનિર્વાણ પછી ૪૫૩ વરસનો છે. . ઉજજેનને રાજા ગઈ ભિલ, શ્રી કાલિકાચાર્યજીની બહેન-આર્યા સરસ્વતીનું હરણ કરી ગયો હતો. એથી કાલિકાચાર્યજી સિંધુ નદીની પેલી પારથી શકશાહીને તેડી લાવ્યા હતા. શાહીનું મંડલ સૌરાષ્ટ્રમાં આવ્યું. ત્યાંથી ઉજજૈન નગરી ઉપર હલ્લો કર્યો. રાજા ગભિલ કેદ પકડાયો. તેને સરિજીની આજ્ઞાથી હદપાર કર્યો. ત્યારથી ઉજજૈનમાં શક રાજવંશ શરૂ થયો. જેન પરંપરા અનુસારે ગર્દલિલ રાજાને સમય ૪૫૩–૪૬૬ વીરનિર્વાણ પછીને આવે છે. બીજા કાલિકાચાર્યજીનો સમય વીરનિર્વાણ પછી ૪૫૩ વરસનો છે. આ રીતે આ બંને સાલે લગભગ એક સરખી જ મળતી આવે છે.
ઈસ્વીસની પૂર્વે એક વરસે લગભગ શક લેકે મધ્ય એશિઆમાંથી સિંધ દેશમાં આવ્યા ને ત્યાં વસવાટ કર્યો. ઈ. સ. પૂર્વે ૬૦ લગભગમાં શક લેકેનું રાજ્ય હિંદમાં સિંધ, કાઠિવાડ અને માલવા સુધી ફેલાઈ ગયું હતું.
રાજા ગંધર્વસેનને ગુજરાતના રાજાની કન્યાથી એક પુત્ર થયો હતો. તેનું નામ વિક્રમ હતું. એ જ સંવતપ્રવર્તક પરદુઃખભંજન વિક્રમાદિત્ય. ગંધર્વસેનનું મૃત્યુ થયું તે પછી તરત જ ટૂંક સમયમાં વિક્રમનો જન્મ થયો. તથા એક બ્રાહ્મણ કન્યાથી ભર્તુહરિને જન્મ થયો. ગંધર્વસેન રાજાનું રાજ્યચિહ્ન ગધા-ગધેડા-ગર્ધભનું હતું એવું કેટલાક માને છે. મહારાજા વિક્રમાદિત્ય એ જ ગર્દભિલ રાજાના પુત્ર હતા. એ વીર વિક્રમે પાછળથી સઘળા શિક વંશનો નાશ કર્યો. જે સમયે વિક્રમે શક લેકીને નાશ કર્યો ત્યારે તેની ઉમ્મર અઢાર વર્ષની હતી. ઈ. સ. પૂર્વે ૫૬-૫૭ વરસે વિક્રમને જન્મ થયો હતો. તેથી વિદ્વાનો માને છે કે વિક્રમ સંવત એના જન્મથી શરૂ થયું છે, નહીં કે રાજ્યાભિષેકના સમયથી.
અનુમાન કરી શકાય છે કે મહારાજા વિક્રમાદિત્ય એનું નામ હતું અને “શકારિ ” એની ઉપાધિ-ખિતાબ હતી. શક લોકોની સાથે લડતાં લડતાં શકના પથંત્રથી વિક્રમાદિત્યનું મૃત્યુ થયું. જૈન સાહિત્ય ઉપરથી જણાય છે કે મહારાજા વિક્રમાદિત્ય અને શ્રી ભતૃહરિ બંને ભાઈઓ અને રાજા ગર્દભિલ્લના પુત્રરત્નો હતા. મહારાજા વિક્રમાદિત્યે ઉજજયિની નગરીમાં રાજય કર્યું અને શ્રી ભર્તુહરિએ ભેખ લીધો અને એ રીતે યોગીશ્વરનું મહાપદ પ્રાપ્ત કર્યું.
આજે ભારતવર્ષના ઈતિહાસમાં બે હજાર વર્ષથી આ બંને પરાક્રમી ભાઈઓનું નામ અમર થઈ રહ્યું છે. તમામ લેકે આ બંને ભાઈઓને પિછાને છે અને વારંવાર યાદ કરે છે.
For Private And Personal Use Only