________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિકમ-વિશેષાંક ] અવતીપતિ વિક્રમાદિત્ય
[૨૮૯ મંદિરમાં આવ્યો અને મહાદેવને નમસ્કાર કરવાનું જણાવ્યું. ત્યારે મહારાજશ્રીએ કહ્યું કે હું નમસ્કાર કરીશ તો મહાદેવનું લિંગ ફાટી જશે અને તેથી તમે સર્વેને પારાવાર દુઃખ થાશે. ત્યારે મહારાજા વિક્રમે કહ્યું કે લિંગ ફાટતું હોય તો ભલે ફાટે, પણ આપ નમસ્કાર તો કરે છે. ત્યારે સિદ્ધસેન દિવાકરે સ્વયંભુ મૂ ત્ર મ્' ધાત્રિશકા’ વડે દેવસ્તવન કર્યું. આ સ્તવન બોલતાંની સાથે શિવલિંગ ફાટયું અને એમાંથી શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં પ્રતિમાજી પ્રગટ થયાં. તે અવસરે સિદ્ધસેન દિવાકરે કલ્યાણમંદિર સ્તોત્ર'ની રચના કરી. શ્રી પાર્શ્વનાથ પ્રભુના પ્રતિમાજીને પ્રગટેલાં જોઈને વિક્રમે પૂછયું કે આ પ્રતિમાજી કોનાં છે? ત્યારે મહારાજશ્રીએ ફરમાવ્યું કે આ પ્રતિમાજી શ્રી અવંતી પાર્શ્વનાથ પ્રભુનાં છે. આ સાંભળીને ત્યાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરાવી અને એક સો ગામ મંદિરના ખર્ચ માટે અર્પણ કરી રાજાએ જૈનધર્મ સ્વીકારીને શ્રાવકનાં બારવ્રત અંગીકાર કર્યા. શ્રી સિદ્ધસેન દિવાકરના ઉપદેશથી એક બીજું ભવ્ય મંદિર કાર નગરમાં વિક્રમે બનાવ્યું.
વાચક નયસુંદરે “શ્રી શત્રુંજયઉદ્ધાર રાસ ” વિક્રમ સંવત ૧૬૨૮ માં અમદાવાદમાં રચેલે છે. એની આઠમી ઢાળ કહે છે કે “ચિહેશે સિત્તેર વરસે હો, વીરથી વિક્રમ નરેશ રે” મહાવીર પ્રભુના નિર્વાણ પછી ચારશે સિતેર વરશે વિક્રમ રાજા થયે.
કાલિકાચાર્ય ત્રણ થયા છે. પ્રથમ કાલિકાચાર્ય-શ્યામાચાર્યજી થયા. એમણે પત્રવ સૂત્રાદિની રચના કરી. બીજા કાલિકાચાર્યજી વીરનિર્વાણ પછી ૪૫૩ વરસે થયા. એમણે ગÉભિલ્લ રાજાને ઉચ્છેદ કર્યો. એમ શ્રી જિનપ્રભસૂરિજીએ તીર્થક૯૫માં જણાવ્યું છે. ત્રીજા કાલિકાચાર્યજી વીરનિર્વાણ પછી ૯૯૩ વરસે થયા. એમણે પાંચમને બદલે ચોથની સંવત્સરી, કારણ વિશેષ, સ્થાપી. આથી સ્પષ્ટ થાય છે કે વિક્રમસંવત્ પૂર્વે સત્તર વરસે જ બીજા કાલિકાચાર્ય થયા અને એમણે સિંધના શક, હૂણ, દૂર, પાર–સામંતની મદદથી ઉજજૈન નીના ગદભિલ્લ રાજાને નાશ કર્યો. આ બનાવ પછી સત્તર વરસે જ ઉજજેનની ગાદી ઉપર પરદુઃખભંજન રાજા વિક્રમાદિત્ય આવ્યો. વિક્રમરાજા ઉજૈનીની ગાદી ઉપર બિરાજ્યો ત્યારે ગુજરાતમાં ભરૂચ-ભુગુકચ્છ ઘણું જ પ્રતિષ્ઠિત નગર હતું. ત્યાં બદ્ધો અને જેનોની વસ્તી મોટા પ્રમાણમાં હતી. વિક્રમસંવતની શરૂઆતમાં જ જેનોના પ્રખ્યાત આચાર્ય શ્રી પુટાચાર્યજીના શિષ્ય ભુવને બદ્ધોને શાસ્ત્રાર્થમાં હરાવ્યા. શ્રી બટુકર નામના પ્રસિદ્ધ વૈદ્ધાચાર્યજીને પણ ત્યાં જ હરાવવામાં આવ્યા હતા.
મહારાજા વિક્રમના સમયમાં જેન સાહિત્ય ઘણું રચાયું હતું. તે પૈકી હાલ તો ‘તરંગવતી', જેનનિત્યકર્મ”, “રેનદીક્ષા, પ્રતિષ્ઠાપદ્ધતિ,” “નિર્વાણકલિકા' વગેરેનાં નામ મળી આવે છે. ભગવાન સિદ્ધસેન દિવાકરે આ સમયમાં “ન્યાયાવતાર, “સન્મતિપ્રકરણું, બત્રીશ કાચિંશિકાઓ “કલ્યાણમદિર સ્તોત્ર' વગેરે રચેલ છે. વિમલસૂરિએ વિક્રમસંવત ૬૦ માં “પઉમરિયમ-પદ્મચરિત્ર-જૈન રામાયણ રચેલ છે. | વિક્રમ સંવત કાર્તિક શુદિ એકમથી શરૂ થાય છે અને આસોવદિ અમાવાસ્યાએ તેની પૂર્ણાહુતિ થાય છે. જૂના વરસની પૂર્ણાહુતિ અને નવા-બેસતા વરસને દિવસ એમ ચાર દિવસ સુધી–ધનતેરસ, કાલિચૌદશ, દિવાળી અને પડ–લેકે મહત્સવ ઉજવે છે. ધનતેરશે ધનની પૂજા કરે છે, કાલિચૌદશે શકિતપૂજન કરે છે. દિવાળી એ વરસનો છેલે દિવસ હવાથી ઘેર ઘેર દીવા પ્રગટાવે છે અને શારદા પૂજન કરે છે. કાર્તિક સુદિ એકમ-પડવાને
For Private And Personal Use Only