________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૪ ].
શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ સિદ્ધસેન! આમ વિચારી સિદ્ધસેન દુનિયામાં પોતાનું મહત્ત્વ દર્શાવવા વિચિત્ર વેશ ધારણ કરી પંડિતો પર દિગવિજય કરવા દેશાન્તરે નીકળી પડ્યો. સિદ્ધસેને પેટે પાટા બાંધ્યા, એક ખભે લાંબી નિસરણી લટકાવી, બીજે ખભે જાળ ભરાવી, એક હાથમાં કદાળે લીધે અને બીજા હાથમાં ઘાસને પૂળો લીધો. દેખનારને હાસ્ય કરાવે તેવા વેશમાં પ્રતિવાદીની શોધમાં સિદ્ધસેન આગળ ને આગળ ચાલતા જાય છે અને આમ તેમ જોતો જાય છે; રખેને કોઈ પ્રતિવાદી છુપાઈ ન જાય? ચાલતાં ચાલતાં તે દક્ષિણ દેશમાં કર્ણાટકના રાજદરબારે જઈ પહોંચ્યો. રાજસભામાં પ્રવેશ કરી કર્ણાટક નરેશને હાકલ કરી કે હે રાજન ! તારા રાજ્યમાં મારી સાથે વાદ કરે તે કઈ પંડિતવર્ય હોય તો લાવ મારી સામે. આજે તેના અભિમાનને ચૂરો કરવાને માળવેશ્વર વિક્રમાદિત્યને માનીત મહાદૂર્ધર પંડિત સિદ્ધસેન આવી પહોંચ્યો છે. આ સાંભળી રાજા રાજસભાના પંડિત સામે જોવા લાગ્યા. પણ કોણ ઊઠે? પહેલેથી જ સિદ્ધસેનની કીર્તિ સૌએ સાંભળી હતી એટલે એ બિચારા થંભી જ ગયા. સૌને પિતાની કીર્તિ વહાલી હતી, એટલે કેાઈની પણ હિમ્મત ચાલી નહીં. બાદ રાજાએ અપ્રતિમ એવા સિદ્ધસેનને સન્માનપૂર્વક સત્કાર કર્યો અને વિનયપૂર્વક પૂછ્યું કે, “હે પંડિતવર્ય ! આપે આવો હાસ્યજનક વિચિત્ર વેશ કેમ ધારણ કર્યો છે? પ્રત્યુતરમાં સિદ્ધસેને કહ્યું: “હે રાજન! સાંભળે. ઈરાદાપૂર્વક જ મેં આ વેશ ધારણ કર્યો છે. મારામાં એટલી બધી વિદ્યા ભરી છે કે રખેને તેના ભારથી મારું પેટ ફાટી ન જાય, એ ભયથી મેં પિટ પર પાટો બાંધ્યો છે. આ નિસરણી રાખવાનું કારણ એ છે કે મારી સાથે શાસ્ત્રાર્થ કરનાર વિદ્વાન પરાજયના ભયથી કદાચ ઊંચે ચઢી જાય, તો તેને પણ આ નિસરણી ઉપર ચઢી નીચે પટકું અને શાસ્ત્રાર્થ કરી તેને પરાજય કરું, કદાચ તે પાણીમાં ડુબકી મારે તો જાળ નાખી તેને ખેંચી કાઢું, પૃથ્વીમાં પેસી જાય તો આ કોદાળીથી પૃથ્વીને ખેદી બહાર કાઢું. અને શાસ્ત્રાર્થ કરતાં હારી જાય તો આ ઘાસના પુળામાંથી તરણું કાઢી તેના દાંતે લેવડાવું. રાજાએ સ્મિત કરતાં ફરી પૂછયું હે પંડિતવર્ય! ધારો કે કદાચ શાસ્ત્રાર્થ કરતાં તમારી જ હાર થઈ તો તમે શું કરે? સિદ્ધસેન સિંહની પેઠે ગઈ ઊડ્યોઃ અરે, શું હું હારુ? તે તો દુનિયા ઊંઘી જ વળી જાય ને? હે રાજન! આ સૂર્ય કદાચ પશ્ચિમમાં ઊગે, સ્થિર એવો મેરુ કદાચ ચલાયમાન થાય, સમુદ્ર કદાચ માઝા મૂકે, આકાશ-પાતાળ કદાચ એક થઈ જાય, તો પણ આ સિદ્ધસેન ન જ હારે. સિદ્ધસેન અજેય છે, અપ્રતિમલવાદી છે. એટલે મારી હાર તો તમારે કઈ પણ કાળે માનવી જ નહિ. છતાં વિધિવશાત જો હું હારી જાઉં તે જિંદગીભર તેને શિષ્ય થઈ જાઉં.
આ રીતે દુર્ધર એવા સિદ્ધસેને રાજસભા સમક્ષ ભીષ્મ પ્રતિજ્ઞા કરી. આ સાંભળી રાજાએ કહ્યુંઃ શાબાશ, આપે આપના અભિમાનને છાજે તેવી જ દઢ પ્રતિજ્ઞા કરી છે. આમ છતાં સિદ્ધસેન સાથે શાસ્ત્રાર્થ કરવાની કોઈની હિમ્મત ચાલી નહીં. અને જેણે હિમ્મત કરી તેને પરાજય થયો. આમ આખરે સિદ્ધસેન જે ધ્યેયથી નીકળ્યો હતો તેમાં તે સફળ થયો. અને પિતાની કીર્તિમાં વૃદ્ધિ કરી પાછો ફર્યો. કેટલેક વખત પસાર થયા બાદ ફેર સિદ્ધસેન વાદીની શોધમાં પ્રવાસે નીકળ્યાઃ મહારાષ્ટ્ર, મધ, કાશ્મીર, ગૌડ વગેરે દેશમાં કરી ત્યાંના સમર્થ સાક્ષરોને શાસ્ત્રાર્થમાં હરાવી પોતાને યશકા વગાડી વિદ્વાનોમાં તે ચક્રવત થયો. હવે તે એના અભિમાનને પાર જ રહ્યું નહિ !
For Private And Personal Use Only