SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ આ ઉલ્લેખો ઉપરથી શદ્રક કેવળ કાલ્પનિક વાર્તાનાયક હેવાનું જણાય છે. સામાન્ય રાજાને અનુચિત એવું તેનું કાંગું નામ પણ આ અનુમાનની વિરુદ્ધ જવાને બદલે તેનું સમર્થન કરે છે. તેથી આપણે એવો મત સ્વીકારવો પડે છે કે જે લેખકે “ચારુદત' ની વસ્તુને ખીલવી તેમાં નવું નાટક ભેળવ્યું, તેને પોતાનું નામ ગુપ્ત રાખવાનું અને પિતાને પ્રન્ય એક પ્રસિદ્ધ રાજવીને નામે ચઢાવી દેવાનું ઠીક લાગ્યું હશે. લેવિ પ્રમાણે શુદ્રકનું નામ પસંદ કરવાનું કારણ એ હતું કે લેખક કાલિદાસના આશ્રયદાતા વિક્રમાદિત્યને અનુગામી હતું, અને તેથી વિક્રમાદિત્યના પુરગામી રાજાને નામે પોતાનો ગ્રંથ પ્રસિદ્ધ કરી તેને પ્રાચીનતાને ઓપ આપવાની તેની ઈચ્છા હતી.૧૪ –(“સંસ્કૃત નાટક” ભા. ૧ પૃ. ૧૭૨ થી ૧૭૫) આ સ્થિતિમાં શુંગવંશીય રાજા અગ્નિમિત્રને વિક્રમ માનવો એ સપ્રમાણ નથી. ૌતમીપુત્ર શાલિવાહનવિકમાદિત્ય મસ્યપુરાણ અ. ર૭૨–૨૭૩ માં કેટલાક રાજવંશનાં વર્ષો નીચે પ્રમાણે આપ્યાં છે. અવન્તીમાં પાંચ પ્રદ્યોત ૧૫ર વર્ષ (અ. ર૭૨–૫); રાજગૃહીમાં બાર શિશુનાગો ૩૬૦ વર્ષ (અ. ૨૭૨–૧૩); પાટલીપુત્રમાં નવ ન દે ૧૦૦ વર્ષ (અ. ૨૭૨–૨૨); દસ મૌર્યો ૧૩૭ વર્ષ (અ. ૨૭૨-૨૬); દસ શુંગે ૧૦૨ વર્ષ (અ. ૨૨-૩૨); ચાર શુંગભુત્ય કવ બ્રાહ્મણે ૪૫ વર્ષ (અ. ૨૭૨–૩૬); ઓગણત્રિશ આંધ્રો ૪૦ વર્ષ (અ. ૨૭૩-૧૭); સાત આંધ્રભો ૩૦૦ (૧૦૩) વર્ષ; દશ આભીર રાજાઓ ૬૭ વર્ષ; સાત ગર્દભિલે (૭૨ વર્ષ) અને અઢાર શક રાજાઓ વગેરે (અ. ૨૭૩ લે. ૧૭ થી ૨૪). પરીક્ષિત રાજાના જન્મથી ૧૦૫૦ વર્ષે મહાપદ્મ નંદને રાજ્યાભિષેક થયો અને મહાપદ્યના રાજ્યાભિષેકથી ૮૩૬ વર્ષે આન્દ્રવંશને પલમ રાજા થયા (અ. ૨૭૩-૩૬,૩૭). બીજાં પુરાણોમાં પણ થોડા ઘણું ફેરફાર સાથે ઉપર પ્રમાણે જ રાજવંશે અને તેની સાલવારીઓ આપી છે. –(વાયુ પુરાણ અ. ૯૯. બ્રહ્માંડ પુરાણુ, વિષ્ણુ પુરાણું અં. ૪, અ. ૨૪. ભાગવત સ્કંધ ૧૨ અ. ૧) જો કે આ રાજવંશે ઉત્તરોત્તરપણે થયાનું પુરાણકારો કહે છે. પણ ખરી રીતે તેમ નથી. કેમકે પ્રોતવંશ અને શિશુનાગ વંશ એ બન્ને સમકાલીન રાજવંશ હતા. બન્નેની ગાદી નદ વંશના હાથમાં આવી હતી. શૃંગ વંશના છેલા રાજાઓ શુંગભૂ (કણવતૃપ) અને આંધ્રુવંશના શરૂના કેટલાક રાજાઓ પણ મોટે ભાગે સમકાલીન રાજા હતા. કેમકે શંગવંશીય પુષ્યમિત્રના સમયથી જ આંધ્રવેશ ઉન્નત થવા લાગ્યો હતો. આ રીતે ગણતરી કરીને સ્પષ્ટ આંકડાઓ લઈએ તે આંધોને સમય વિ. સં. ૧ માં અને શક સં. ૧ માં એમ બન્ને સંવતનો પ્રારંભ કાળમાં બરાબર આવી પડે છે. ૧૪ આ મૃચ્છકટિક નાટકમાં ઉજજૈનના રાજા પાલક અને આર્યકનું સૂચન છે, જે સંભવતઃ રાજા પ્રદ્યોતને નાને પુત્ર “પાલક” અને રાજા પ્રદ્યોતના મોટા પુત્ર ગોપાલને પુત્ર “આર્યક” છે (બૃહત્કથા તથા સંસ્કૃત નાટકે ભા. ૧ પૃ. ૧૭૪), જેનો સમય ઈ. સ. પૂર્વે પાંચમી છઠ્ઠી શતાબ્દિને છે. આવશ્યકનિર્યુક્તિની ટીકામાં તો ચંડપ્રદ્યોતના પુત્ર પાલક તથા ગોપાલ, ગોપાલના પુત્ર અવન્તીવર્ધન અને રાષ્ટ્રવર્ધન અને રાષ્ટ્રવર્ધનને પુત્ર અવનીષેણ એમ વર્ણન છે (પૃ૦ ૬૯૯). For Private And Personal Use Only
SR No.521597
Book TitleJain_Satyaprakash 1944 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size120 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy