SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org tr વિક્રમ-વિશેષાંક ] સમ્રાટ્ વિક્રમાદિત્ય [ ૧૧૭ માલવિકાગ્નિમિત્રમાં આ શૃંગરાજા અગ્નિમિત્રનું વન છે એમ બતાવવામાં આવે છે. પરન્તુ એડિનબરા યુનીવર્સીટીના પ્રેા. એ. મેરીડેાલ કીથ તે! મહાકિવ કાળીદાસનાં ત્રણે નાટકો અને તેના નાયકા માટે પોતાનું જુદુ જ મતવ્ય રજૂ કરે છે. આ રહ્યા તેમના શબ્દો— “ આ ચદ્રગુપ્ત (બીજે) લગભગ ઇ. સ. ૪૧૩ સુધી વિક્રમાદિત્યને ઉપનામે રાજ્ય કરતા હતા. • વિક્રમેાÖશીય ' નામમાં કદાચ આ ઉપનામને નિર્દેશ છે, અને ‘કુમારસંભવ’ નામમાં એ રાજાના પુત્ર અને તેના પછી ગાદીએ આવનાર કુમારગુપ્તના જન્મ વખતની ખુશાલીનું સૂચન હોય તે। નવાઈ નહીં. માલવિકાગ્નિમિત્ર'માં નાટકના અશ્વમેધયજ્ઞ ઉપર સ્પષ્ટ ભાર મૂકવામાં આવ્યેા છે. તેમાં લાંબા ગાળાને અતરે હિન્દુરાજાએ-સમુદ્રગુપ્તે કરેલા પહેલા અશ્વમેધની સ્મૃતિ માણસેાના કાનમાં તાજી હતી ત્યારના, કાલિદાસની પ્રારંભિક પ્રવૃત્તિના, સમયનું સૂચન જણાય છે. ’ —( જ. રા. એ. સેા. ૧૯૦૯ પૃ. ૪૩૩, સંસ્કૃત નાટક (ગુજરાતી) પૃ. ૨૦૦) પુષ્યમિત્ર, અગ્નિમિત્ર અને સુમિત્ર એ ઈ. સ. પૂર્વે ૧૭૮ માં છેલ્લા મૌÖને રાજ્યભ્રષ્ટ કરી પુષ્યમિત્રે સ્થાપેલા શુંગવંશના પ્રથમ ત્રણ રાજાએ છે.” પુષ્યમિત્રના સમયમાં યવના સાથેના સંબંધની ( માલવિકાગ્નિમિત્ર ) નાટકમાં નોંધ લીધી છે, અને અશ્વમેધની વાત તેા, મેલાશક, દંતકથાના આધારે આપી છે, પરન્તુ તેમાં ચંદ્રગુપ્તના અશ્વમેધનું પ્રતિબિંબ હાવાની તેટલી જ વકી છે. —(સંસ્કૃતિ નાટક પૃષ્ટ ૨૦૪) Acharya Shri Kailassagarsuri Gyanmandir હવે શુદ્રક સંબંધી વિચાર કરીએ—આ માટે ઘણા વિદ્વાને માને છે કે શૂદ્રક એ કલ્પિત પાત્ર છે. તેને અંગે પ્રેસ. એ. મેરીડેાલ કીથ નીચે પ્રમાણે સ્પષ્ટતા કરે છે— ' નાટક (મૃચ્છકટિક ) પોતે કર્તા તરીકે શુદ્ધક નામે રાજાનું નામ આપે છે અને હેરત પમાડતી તેની શક્તિબેની વિગતે નોંધે છેઃ તે ‘ સામવેદ’, ‘ ઋગ્વેદ’, ગણિત, ગણિકાએને જાણવાની કળાએ અને હસ્તિવિદ્યામાં નિષ્ણાત હતા. આ સઘળી ખીનાનું નાટકમાં જ જણાવેલા જ્ઞાનના આધારે અનુમાન થઇ શકે તેવું છે; તે કાઇક વ્યા ધિમાંથી મુક્ત થયા હતા અને તેના પુત્રને ગાદીએ બેસાડી તથા અશ્વમેધ કરીને સે વરસ તે દશ દિવસની ઉંમરે અગ્નિપ્રવેશ કરી મરણ પામ્યા હતા. તેના વ્યક્તિત્વને લગતી આવી તેા ધણીએ કહેવાતી હકીકત મળી આવે છે; ‘રાજતરંગિણી' ના કર્તા કહ્રષ્ણુને મન તે વિક્રમાદિત્યની હારમાં મૂકવા જેવા પુરુષ હતા; ‘ સ્કંદપુરાણુ ' તેને અન્ત્રભૃત્યાને મૂળપુરુષ કહે છે, અને તેમાં તેની રાજધાનીનું નામ વમાન કે શાભાવતી આપ્યું છે; કથાસરિત્સાગર' પ્રમાણે પણ ભાવતી તેના પરાક્રમાની ભૂમિ હતી. એક બ્રાહ્મણે પેાતાની જાતના ભાગે તેને માથે ભમતા મૃત્યુથી બચાવી સે। વરસનું આયુષ્ય અપાવ્યું હતું. ‘ કાદમ્બરી ’ માં તેને વિદિશામાં મૂકયા છે, અને ‘હષઁરિત 'માં તેણે પોતાના શત્રુ, ચકારના રાજા ચંદ્રકેતુને કૈવી યુક્તિથી દૂર કર્યાં તેનું વર્ણન છે. ‘દશકુમારચરિત ’ માં દણ્ડી એનાં અનેક જન્મના પરાક્રમના ઉલ્લેખ કરે છે. મિલ અને સેામિલે રચેલી કથાને તે નાયક છે. એ સૂચવે છે કે તેમના જમાનામાં–કાલિદાસની બહુ પૂર્વે –તેને ક્રાલ્પનિક પાત્ર ગણવામાં આવતું હતું. ‘વીરચરિત' અને ખીજા રાજશેખરે નિર્દેશેલી એક બહુ અર્વાચીન દંતકથા પ્રમાણે તે શાતવાહન ઉર્ફે શાલિવાહન। મત્રી હતા, અને રાજાએ તેને પ્રતિષ્ઠાન સહિત પોતાનું અડધું રાજ્ય આપ્યું હતું. For Private And Personal Use Only
SR No.521597
Book TitleJain_Satyaprakash 1944 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size120 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy