________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ ક્રમાંક ૧૦૦–૧–ર શિલામાંથી સં ૧૩૬ નું એક રૌસ્વપત્ર પ્રાપ્ત કરેલ છે, તેમાં બેઠેલ સંવત આ અઝીઝ રાજાનો જ છે. વગેરે.
-(ધી જર્નલ ઓફ ધી બેઓ બ્રાંચ ઓફ ધી ફ્રાયલ એશિયાટિક સોસાયટીની સન ૧૯૨૮ ની નવી આવૃત્તિ, પુ. ૩ પૃ. ૬૮; કેમ્બ્રીજ હિસ્ટરી ઓફ ઈન્ડિયા, પુ. ૧ પૃ. ૫૭૧)
પરંતુ ઉપલબ્ધ થતા પુરાવાઓ આ વિધાનની વિરુદ્ધમાં જાય છે, જેમકે આ રાજાનું રાજ્ય પંજાબ તરફ હતું, તે વિક્રમની પૂર્વે થયેલ છે, તે પણ પરદેની રાજા છે
અને તે શકારિ નથી જ. ઇત્યાદિ અનેક હકીકત જોતાં સંવત પ્રવર્તક તરીકેને યશ આ રાજા અઝીઝના ફાળે જઈ શકતો નથી. વળી સંવત ૧૩૬ ને ઉલ્લેખ જોવા માત્રથી તે સંવત “રાજા અઝીઝનો સંવત્ ” એમ માનવું એ પણ ગુંચવણભર્યું છે. ભવિષ્યમાં થનાર રાજા વિક્રમ સંવત આ રાજાથી શરૂ થાય એ પણ વિષમ માન્યતા છે. તે પછી આ રાજા અઝીઝને અને વિક્રમ સંવતને લાગે વળગે જ શું ? ૧૩
રાજા અઝીઝથી વિક્રમ સંવત ચાલુ થયે-એ મતનું ડે. સ્ત્રીનકાએ હિસ્ટોરિકલ ઇટ્રોબ્લન ટુ કા ઇન્સ્ટીશનમ. ઈન્ડિકેરમ પુ. ૨ વિભાગ ૧ માં સચોટ ખંડન કર્યું છે. એટલે કે આ પાર્થિયન રાજા અઝીઝથી વિક્રમ સંવત શરૂ થયું નથી.
રાજા શુદ્રક-વિક્રમાદિત્ય સમ્રાટ સમુદ્રગુપ્તના રાજકવિ મનાતા કવિ હરિણા “કૃષ્ણચરિત્ર'માં એવો ઉલ્લેખ છે કે
પુરાવો વિપ્ર શૂદ્ર સ્રરાવતા
वत्सरं स्वं शकान् जित्वा प्रावर्तयत वैक्रमम् ॥ (ઇદ્રના સમાન બળવાળા, શાસ્ત્ર અને શસ્ત્રના જાણકાર, બ્રાહ્મણ (રાજા) શકે શકોને જીતીને પિતાને વિક્રમ સંવત પ્રવર્તાવ્યો.)
વળી આ શ્લેકની ટીકામાં શ્રદ્ધકને અગ્નિમિત્ર અને વિક્રમ તરીકે જ ઓળખાવ્યો છે.
આ ઉપરથી કોઈ વિદ્વાન એમ ધારે છે કે-શંગવંશીય પુષ્યમિત્રને પુત્ર અગ્નિમિત્ર એ જ શકારિ અને સંવત પ્રવર્તાવતાર વિક્રમ છે. બાણભટ્ટની “કાદંબરી'માં વર્ણવાયેલ રાજા શુદ્રક પણ એ જ છે. પરંતુ આ માન્યતા વાસ્તવિક નથી. જો કે “શદ્રક એટલે વિક્રમ એવો ઉલ્લેખ અમરોપમાં મળે છે, કિંતુ “શદ્રક એટલે અગ્નિમિત્ર' એ વસ્તુને આધાર ઉક્ત ટીકા સિવાય બીજું કોઈ નથી, તથા આ ચરિત્ર અને તેની ટીકા તેટલાં પ્રાચીન હશે એવો નિર્ણય પણ સંશોધન માગી લે છે. ખાસ વાત તો એ છે કે શુંગવંશીય રાજ પુષ્યોમત્ર અને અગ્નિમિત્ર એ વિક્રમસંવત્ પૂર્વના (ઈ. સ. પૂર્વે બીજી સદીના) રાજાઓ છે. - ૧૩ આવી આવી કલ્પનાઓને દેખીને જ સ્વ. મહામહે પાધ્યાય પં. દુર્ગાપ્રસાદ અને શ્રી પાંડુરંગ પરબને સાફ સાફ લખવું પડયું છે કે – ... "प्रायः यूरोपियन विद्वानोंका यह स्वभाव हि है कि भारतवर्षके प्राचीनतम ग्रन्थों एवं उनके रचयिताओंको अर्वाचीन सिद्ध करनेका जहांतक हो सके वे प्रयत्न करते हैं। और उनका प्राचीनत्व सिद्ध करने का दृढ प्रमाग मिल भी जावे तो उसको 'प्रक्षिप्त' कहकर अपने को जो अनुकूल हो उसे आगे करते हैं (अर्थात् ठीक बतलाते हैं)।
-(निर्णयसागर प्रेस प्रकाशित 'कथासरित्सागर' संस्कारण भूमिका, भूमिका पृ. १).
For Private And Personal Use Only