________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિક્રમ-વિશેષાંક ] ભારતીય ઇતિહાસ અને જૈનાચાર્ય કાલક [ ર૭૯ ભારતમાં પ્રવેશ કર્યો છે. આ ઘટના વિક્રમ સંવત પૂર્વે પહેલા દશકામાં બની છે.
આ શાહી શકે એ પ્રથમ તો સૌરાષ્ટ્ર પર કાબુ મેળવ્યો અને તેના જુદા જુદા ભાગ પાડી વહેચી લીધું. ચારેક વર્ષ એમ પસાર થઈ ગયાં. તે દરમ્યાન તેઓ ધન અને સત્તાથી
સમૃદ્ધ બની ગયા હતા. ગિભિલને રાજભ્રષ્ટ કર્યો. ભૂલને ભેગ
હવે આ. શ્રી કાલિકે શાહી–શકેને ઉજજૈન પર ઘેરે ઘાલવાને તૈયાર કર્યા. શાહીઓ પણ લડાઈની પૂરી તૈયારી સાથે ત્યાંથી નીકળ્યા. લાટના રાજા બલમિત્ર’ અને ‘ભાનુમિત્ર' કે જેઓ આ. શ્રી કાલકને ભાણેજ હતા તેઓને પણ સહકાર મેળવી સાથે લીધા, અને માળવામાં જઈ ઘેરો ઘાલ્યો. રાજા દિપણે શકોને ખાળવા ઘણે પ્રયત્ન કર્યો, પરંતુ તે તદ્દન નિષ્ફળ ગયો. હવે તેની પાસે છેલ્લામાં છેલ્લી માત્ર “ગર્દભવિદ્યાને જ ઉપાય હતો, જેના દ્વારા રાજાએ શકાનો નાશ કરવાનો નિર્ણય કર્યો અને ત્રણ ઉપવાસ કરી વિદ્યાસાધવા માટે એકાંતમાં બેસી ગયો. આ વિદ્યા માટે એવું કહેવાય છે કે સાધક ત્રણ ઉપવાસ વડે આ વિદ્યાને સાધે અને પછી ગભીના સ્વરૂપે ભૂકે એટલે સાંભળનાર શત્રુ સૈનિકે તુરત જ ભયભીત બની લેહીવમતા થઈ જાય, આ વિદ્યાનો પ્રતિકાર એ જ હતો કે તે જ્યારે ભૂંકવા માટે મોઢું ઉઘાડે ત્યારે ૧૦૮ શબ્દવેધી યોદ્ધાઓ એક સાથે ૧૦૮ બા વડે તેના મુખને ભરી દે એટલે તે વિદ્યા બેકાર બની જાય. - આચાર્યશ્રી સમજી ગયા કે, રાજા ગભિલ વિદ્યા સાધવા માટે ત્રણ ઉપવાસ કરી બેઠો છે. તુરત જ તેના પ્રતિકાર માટે આચાર્યશ્રીએ ૧૦૮ યોદ્ધાઓ તૈયાર રાખ્યા. રાજાએ ચોથે દિવસે સવારે કિલ્લાના બૂરજ ઉપર ચડી ગર્દભી–અવાજ માટે મોઢું ઉઘાડયું કે તુરત જ ૧૦૮ યોદ્ધાઓએ બાણોથી તેના મુખને ભરી દીધું. આથી ગર્દભ વિદ્યાની દેવી રાજાને લાત મારી તેના ઉપર મલમત્ર કરી ચાલી ગઈ. રાજા ગદ્દનિકલ પિતાની સ્થિતિને સમજી ગયો એટલે પિતાના કુટુંબને લઈને ભારતની બહાર દૂરદૂર દેશમાં ચાલ્યો ગયો. આ તરફ ઉજૈન શકોના હાથમાં ગયું, આચાર્ય કાલકની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ અને સાધ્વી સરસ્વતીએ પુનઃ દીક્ષા લઈ શુદ્ધ સંયમનું પાલન કર્યું. ગણાધ્યક્ષ વિકમ : વિક્રમરાજા બને છે
શાહી શકાએ સોરઠમાં–કાઠિઆવાડમાં રાજ્યો જમાવ્યાં હતાં. તેઓ માળવા પર તો માત્ર ગુરુદેવના કહેવાથી જ ચડી આવ્યા હતા અને તેઓની કુનેહબાજીથી જ જય મેળવી શક્યા હતા. એટલે શાહીઓ ચારેક વર્ષ સુધી ઉજજૈનમાં રહ્યા અને પછી માળવાને આચાર્યશ્રીને ચરણે ધરી સૌરાષ્ટ્રમાં ચાલ્યા ગયા.
ઈતિહાસ કહે છે કે, અશોકના વારસદારાએ બીજા પરદેશી રાજ્યવંશ કરતાં વધારે નામના મેળવી છે. તેઓએ ઘણાં વર્ષ પર્યત હિંદના બહોળા ભાગ ઉપર રાજ્ય કર્યું છે. ભૂમક, નહપાન અને ઉષવદત્ત વગેરે આ જાતિના શરૂના ચેતનવંત રાજાઓ છે. મહાક્ષત્રપ રૂદ્રદામનના સમય સુધીમાં તે તેઓને આધ રાજવંશ સાથે વિવાહ સંબંધ પણ જોડાઈ ગયો હતો. “કસંવત્ ” એ તો કદાપિ ન ભૂલાય એવી તે જાતની અમર યાદગિરિ છે.
આ તરફ માલવામાં “ગણુસતાક' રાજ્યની સ્થાપના કરી અને તેના અધ્યક્ષસ્થાને આ. શ્રી કાલકને ભાણેજ “બલમિત્ર' આવ્યો.
આ બલમિત્ર તે જ ભારતવર્ષને લોકપ્રિય સંવતનાયંક વિક્રમાદિત્ય છે,
For Private And Personal Use Only